________________
૩૯૮
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ અનુયાયી તો દેવ, મનુષ્ય, પશુ કે નારક સૌ બની શકે છે. મનુષ્યમાં પણ નાના-મોટાના ભેદ વિના સૌને અનુયાયી બનવાનો હક છે. માત્ર તેણે આ શાસનમાં વિશ્વાસ વ્યક્ત કરવો પડે. તેવા સૌને યોગ્ય અનુશાસન આપવું, યોગ્યતા અનુસાર અધિકારો આપવા અને તમામ પ્રકારનું રક્ષણ આપવું તે જવાબદારી ધર્મસત્તાની છે. પરંતુ જે એમ કહે કે “હું આ ધર્મશાસનના મૂળભૂત ઉદ્દેશો અને સિદ્ધાંતોને રજૂ કરનાર શાસ્ત્રોને જ માનતો નથી', તેવી વ્યક્તિ શ્રીસંઘમાં રહેવાલાયક નથી. એટલું જ નહિ, પણ જ્યાં સુધી પશ્ચાત્તાપપૂર્વક માફી ન માંગે ત્યાં સુધી સંઘબહાર જ રાખવાનો, ફરી પ્રવેશ પણ ન અપાય. તમે જૈનશાસનમાં રહેવા માંગતા હો, જિનના અનુયાયી જૈન'નું બિરુદ તમારે officially (સત્તાવાહી રીતે) જોઈતું હોય તો આ pre-condition (પૂર્વશરત) પાળવાની આવે. તમારે શ્રદ્ધારૂપે કબૂલ કરવું જ પડે કે “શાસ્ત્ર કહે છે તે મને મંજૂર છે', જીવનમાં ઓછું-વતું પાળી શકો તેવું બને. પાલન તે secondary matter (ગૌણ બાબત) છે, પરંતુ મૂળભૂત તત્ત્વ કે આદર્શોને ક્યાંય અમાન્ય કરવા કે અશ્રદ્ધા વ્યક્ત કરવી તે ચાલે નહીં. "તમેવ સર્વ નિર્ત નં નિહિં પવેગ" આ કાયમની શરત છે. 'દ્વાદશાંગી ગણધરોએ રચી, છતાં અર્થથી તો તેમાં જિનેશ્વરદેવોએ કહેલું તત્ત્વ જ ગોઠવેલું છે. અહીં ધર્મશાસનમાં જિનેશ્વરદેવોનું કહેલું તત્ત્વ સત્યરૂપે સંપૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારવાનું છે, વાક્ય-વાક્ય સ્વીકારવાનાં છે. અરે ! વાક્ય જ નહીં, શબ્દ-શબ્દ, અક્ષર-અક્ષર, એક કાનો, માત્ર, અનુસ્વાર કે હૃસ્વ, દીર્ઘ પણ વધતોઓછો સ્વીકારવાનો નથી. કારણ કે as it is (જેમ છે તેમ) ન માનો તોપણ અનર્થ થઈ શકે છે. સંસ્કૃત, પ્રાકૃત ભાષામાં તો એક મીંડું બદલાય તોપણ આનો અર્થ ફરી શકે છે. સાવકી માતાએ પત્રમાં “અધીયતામ્'નું “અંધીયતામ્' કર્યું, તેમાં તો સમ્રાટ અશોકના દીકરા કુણાલની આંખો જતી રહી. તેથી શબ્દ, વર્ણ, માત્રાનો પણ આગ્રહ છે. હા, તીર્થકરકથિત અર્થ ન બદલાતો હોય તેવા વર્ણ, અક્ષર, પદ કે વાક્યનો ફેરફાર એકાંતે નામંજૂર નથી; કારણ કે ગણધરોની પણ પરસ્પર દ્વાદશાંગી શબ્દથી જુદી હોય છે, છતાં ખુદ તીર્થકરને કે આખા શ્રીસંઘને પણ તેવો શબ્દભેદ માન્ય જ હોય છે, રજૂઆતનો તફાવત કે પેટા નીતિ-નિયમોનો તફાવત કે ફેરફાર પણ માન્ય જ હોય છે. તેથી તેમાં શ્રદ્ધા-અશ્રદ્ધાની અહીં ચર્ચા નથી. માત્ર અર્થથી શાશ્વત દ્વાદશાંગીના સનાતન ઉદ્દેશો અને સિદ્ધાંતો અવશ્ય શિરોમાન્ય જોઈએ. જો તે તત્ત્વની શ્રદ્ધા સમજણપૂર્વક કે સમજણ વિના વિશ્વાસરૂપે ન હોય તો તે ચાલે નહીં.
સભા : અચલગચ્છમાં નવકારમાં એક શબ્દનો ફેર કર્યો છે ને ?
સાહેબજી : તે તફાવત શબ્દનો છે, અર્થનો નથી. અરે ! અહીં પ્રસ્તુતમાં તો અર્થ પણ १. यतो भगवदर्हत्प्रणीतं सकलमपि द्वादशाङ्गार्थमभिरोचयमानोऽपि यदि तद्गदितमेकमप्यक्षरं न रोचयति तदानीमप्येष मिथ्यादृष्टिरेवोच्यते, तस्य भगवति सर्वज्ञे प्रत्ययनाशात्। तदुक्तम्- पयमक्खरं पि इक्कं, पि जो न रोएइ सुत्तनिद्दिढ़। सेसं रोयंतो वि हु, मिच्छद्दिट्ठी जमालि व्व।। (बृहत्सं० गा० १६७) इति।।
(देवेन्द्रसूरिजी म. सा. कृत द्वितीय कर्मग्रंथ श्लोक-२ स्वोपज्ञ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org