________________
૩૯૬
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
ભૌતિક અને આધ્યાત્મિક, આભવ અને પરભવનું અને અંતે શાશ્વતકાળનું રક્ષણ આપવાનું છે. ધર્મસત્તા જે લાભ આપે તે તમારા રાજ્યબંધારણના મૂળભૂત અધિકારો કરતાં અનેક ગણા ઊંચા તેમ જ વિશાળ પાયા પર છે, માત્ર અનિવાર્ય પ્રાથમિક શરત આ જ છે. જેમ જેને આ દેશના પ્રજાજન રહેવું હોય તેણે બંધારણનું અમલીકરણ સ્વીકારવું જ પડે, પછી તે દેશના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપ્રમુખ હોય. તેમણે તો જાહેરમાં પ્રતિજ્ઞા પણ સોગંદવિધિ વખતે લેવી જ પડે. જેની આ અમલીકરણ સ્વીકારવાની તૈયારી ન હોય એ આ દેશનો પ્રજાજન થવા લાયક નથી. ગણધરોએ દ્વાદશાંગીમાં સમગ્ર ધર્મશાસનનું બંધારણ મૂક્યું છે. તેથી જેને આ ધર્મતીર્થમાં પ્રવેશ કરવો હોય તેણે દ્વાદશાંગીના શબ્દ-શબ્દને માન્ય કરવાનો છે, તેમાં ફેરફાર કે ઓછું-વતું ન ચાલે. જેમ અત્યારે કોઈ કહે કે બંધારણની આ કલમના અમલને હું નથી સ્વીકારતો, તો તે કોર્ટમાં પણ ચાલે નહીં. દરેક પ્રજાજન માટે બંધારણના અમલીકરણનો સ્વીકાર ફરજિયાત છે, તે રીતે અહીં ધર્મશાસનમાં પણ છે.
જેન તરીકેનો દાવો કરનાર કહે કે શાસ્ત્રમાં નથી માનતો, તો તેને જૈનસંઘમાં રહેવાનો અધિકાર નથી :
અત્યારે જૈનકુળમાં જન્મેલ, વર્ષોથી જૈન હોવાનો દાવો કરનાર, એવા જૈનો છે કે જે વાત-વાતમાં કહી દે કે હું શાસ્ત્રમાં નથી માનતો. પરંતુ જે આવું કહે તેને કાન પકડીને બહાર કાઢવા જરૂરી છે; કેમ કે હું શાસ્ત્રમાં નથી માનતો એવું કહેનારને જૈનસંઘમાં રહેવાનો right (અધિકાર) નથી, તે out-caste (નાત બહાર) થવો જોઈએ, તે ex-communicate (તેનો ધાર્મિક બહિષ્કાર) થવો જરૂરી છે, પછી તે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા કોઈ પણ હોય. જેમ Congress કે Communist Partyના (કોંગ્રેસ કે સમાજવાદી પક્ષના) ઉદ્દેશો, મૂળભૂત policy (કાર્યનીતિ કે બંધારણ) જેને મંજૂર ન હોય, તે વ્યક્તિ તે partyમાં રહેવા હકદાર નથી. તેને party પણ disciplinary action (શિસ્તભંગના પગલા) તરીકે expel (બરતરફ) કરે તો કોઈ વાંધો ન ઉઠાવી શકે.
विशुद्धाज्ञासंपत्तौ कर्म-निकाचनावस्थामप्राप्तं ज्ञानावरणादिकं, रौद्रमपि-नरकादिविडंबनादायकत्वेन दारुणमपि, न फलतिन्न स्वविपाकेन विपच्यते यथा हि नक्तं स्वच्छंदप्रसरा अपि शशांककरा भगवतो रवेरुदये निष्फलत्वमेव बिभ्रति तथास्वाभाव्यनियमात्, तथा परिशुद्धाज्ञाभ्यासादात्ममात्रप्रतिबद्धमानसानामत्यन्तनिर्गुणभवभ्रान्तिपरिश्रान्तानां दारुणपरिणाम-मिथ्यात्वादिनिमित्तोपात्तमप्यशुद्धं कर्म न स्वफलमुपधातुं समर्थं स्यादिति।।४४।।
(3gશરદશ્ય, શ્નો-૪૪ મૂન-ટી) 9. 60. Oath or affirmation by the President. Every President and every person acting as President or discharging the functions of the President shall, before entering upon his office, make and subscribe in the presence of The Chief Justice of India or, in his absence, the seniormost Judge of the Supreme Court available, an oath or affirmation in the following form ...
(Article 60 of the Constitution of India)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org