________________
૩૯૪
ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ અનેક camp સમાય; કારણ કે વ્યાપક ધ્યેયમાં બીજા નાના, પેટા ધ્યેયો અંતર્નિહિત થઈ જાય. ટૂંકમાં, વિશ્વમાં કોઈનું પણ હિત કરનારી તમામ પ્રવૃત્તિઓ અને તેના આદર્શો ધર્મતીર્થના આદર્શમાં સમાઈ જાય. બંધારણ જ એવા વિશાળ લક્ષ્યના પાયા પર ચણાયેલું છે જેમાં કશું સારું બાકી ન રહે. વર્તમાન રાજ્યના બંધારણના preambleમાં (આમુખમાં) લખ્યું કે ભારતની પ્રજાને સમાન હક્ક, સમાન ન્યાય, સમાન તક અને સમાન આબાદીના ધ્યેયથી કાયદા-કાનૂનરૂપે નિયમો ઘડીએ છીએ, તેમ જૈનશાસનમાં આત્મા તરીકે જીવમાત્રની સમાનતાનો સિદ્ધાંત સ્વીકારાયો છે. રાજ્યના બંધારણમાં ખાલી equality to all citizensનો motive છે, (બધા જ નાગરિકોને સમાનતાનો ઉદ્દેશ છે) જ્યારે અહીં તો જીવમાત્રને સમાન બનાવવાનું ધ્યેય છે. તે માટે જીવો વચ્ચે પરસ્પર અસમાનતા દૂર કરી સૌને પૂર્ણ સમાન સુખી બનાવવા જ મોક્ષે મોકલવાની વાત છે; કારણ કે તે વિના બધી અસમાનતાઓ મટે નહીં. સંસારમાં પરસ્પરના અન્યાય-ભેદભાવ ભૂસીને સૌને આત્મવિકાસની સમાન તક, સમાન ન્યાય, સમાન અધિકાર આપવાનો પાયામાં ઉદ્દેશ છે, જેને શાસ્ત્રરૂપી બંધારણનું preamble (આમુખ) કહી શકાય.
જિનની આજ્ઞામાં આવવાની પૂર્વશરત મોહ સાથેનો સંપૂર્ણ વિરોધ :
આખા વિશ્વમાં જીવસૃષ્ટિને પજવનાર મોહની અન્યાયી સત્તા છે, જે ગુંડા જેવી બદમાશ છે. તેની સામે ન્યાયપૂર્વક સાચું રક્ષણ આપી જીવોનું હિત કરનાર ધર્મસત્તા છે. તીર્થકરોએ જ્ઞાનદૃષ્ટિથી સૃષ્ટિનાં સર્વ અનિષ્ટો અને દુઃખોનું મૂળ મોહથી ફેલાવાતા ત્રાસમાં જોયું છે. કોઈ પણ વ્યક્તિ મોહની પ્રેરણા કે વર્ચસ્વ વિના દુષ્ટ વર્તન કરતી નથી. વળી સ્વયં પણ મોહના ત્રાસથી જ અંદરમાં રિબાઈને દુઃખી થાય છે. તેથી આ દુનિયામાં જીવોના પરસ્પરના અન્યાયનો કે પોતાનાં આંતરિક દુઃખોનો સંપૂર્ણ છેદ કરવો હોય તો તે જીવને મોહના પ્રભાવમાંથી મુક્ત કરવો તે જ સાચો ઉપાય છે, અને તે માટે ધર્મસત્તાના અનુયાયી બનનારે મોહ સાથે વિરોધ કેળવવો અનિવાર્ય છે. જેમ દેશના નાગરિક બનવું હોય તો તેણે દેશને વફાદાર રહેવું જોઈએ, અને જો વફાદાર રહેવા તૈયાર ન હોય તો તે દેશનો નાગરિક બનવા અધિકારી નથી. તે જ રીતે જેને મોહ સાથે વિરોધ નથી તે ધર્મસત્તાનો પ્રજાજન બની શકે નહીં. બધા માટે આ સામાન્ય નિયમ છે. આપણામાંથી જેને મોતની સત્તા ગમતી હોય, કર્મનું તંત્ર ફાવતું હોય, સતત તેની આજ્ઞા set થઈ (ફાવી ગઈ) હોય તેણે ધર્મસત્તાના શરણે આવવાની જરૂર નથી. જે દિવસે તમે કર્મથી કંટાળો, કર્મના સકંજાથી ત્રાસ પામો, મોહ અન્યાય કરે છે, પીડા આપે છે તેવું લાગે, તેમાંથી મુક્ત થવા ઇચ્છા પ્રગટે, તે દિવસે તમારે ધર્મસત્તાના શરણે આવવાનું છે. નવું રાજ્ય સ્થપાય તેમાં તેના પ્રજાજન બનવા જે પૂર્વશરત હોય તે પૂરી કરનાર જ તેનો પ્રજાજન બની શકે. વળી પ્રજાજન કે નાગરિક ન હોય તેને રાજ્ય કોઈ સવલતો પૂરી પાડતું
૧... પ્રકૃતેઃ પ્રથવિપ્રિપેક્ષા ...
(શોષ્ટિસમુદચય, જ્ઞો-રપ ટીશા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org