________________
४०३
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
રાજ્ય નાગરિકોને માત્ર અધિકારો આપી દે, તેટલાથી કામ ન ચાલે. તેના વ્યાવહારિક અમલીકરણ માટે રાજ્યને કાયદા-કાનૂન પણ કરવા પડે. તે વિના માત્ર કહી દે કે સૌને વાણીસ્વાતંત્ર્યનો અધિકાર છે, જેના નામથી કોઈ વ્યક્તિ બીજા નાગરિકોને અસભ્ય ગાળો કે હલકાઈ કરવા ગંદી ભાષા બોલ્યા કરે તો તે ન ચાલે. તેથી દરેક અધિકાર, દરેક નાગરિક, બીજાના હકોને આઘાત કર્યા વિના ભોગવી શકે તે માટે રાજ્યે કાયદા-કાનૂનો કરવા જ પડે. તેમ ધર્મસત્તા સર્વ જીવોની સમાનતાના ઉદ્દેશથી સ્થાપ્યા પછી જીવમાત્રને equal rights (સમાન હક્કો) ધર્મશાસનમાં મંજૂર છે, પરંતુ તેને વ્યવહારમાં અમલીકરણ કરાવવા દ્વાદશાંગીરૂપ બંધારણના મૂળભૂત માળખાને અનુરૂપ કાયદા-કાનૂનો કે જેને તીર્થંકરની આજ્ઞા કહી શકાય તે પણ વિધિનિષેધરૂપે શાસ્ત્રમાં ગણધરો દ્વારા પ્રસ્થાપિત કરાયેલ છે. જેમ કે જેણે ધર્મના સાચા અનુયાયી બનવું હોય તેણે જીવનમાં આમ ન કરવું, આમ કરવું; હિંસા ન કરવી, અહિંસાનું પાલન કરવું; અસત્ય છોડવું, સત્યનું સેવન કરવું; ચોરી ન કરવી, માલિકની સંમતિથી જ દરેક વસ્તુ સ્વીકારવી-વા૫૨વી; અબ્રહ્મનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું; ઇન્દ્રિયોના ગુલામ ન બનવું, ઇન્દ્રિયોનો જય કરવો; અશુભ ભાવ કોઈપણ સંયોગમાં ન સેવવો, શુભભાવમાં જ રહેવું; અજ્ઞાન-મિથ્યાજ્ઞાનને તિલાંજલી આપવી, સમ્યગ્નાનની જ સતત આરાધના કરવી; મનમાં સદા વિરાગ કેળવવો, આવી હજારો-લાખો આજ્ઞાઓ છે. તેમાં અમુક આજ્ઞાઓ સર્વ સાધક માટે common (સર્વસામાન્ય) છે, જ્યારે અમુક વ્યક્તિભેદ, સંયોગભેદ, ભૂમિકાભેદથી જુદી જુદી છે. આ તમામ હિતકારી આજ્ઞાઓ જિનાજ્ઞા કહેવાય છે, જેનું પાલન તે જ ધર્મ છે. આ ધર્મ તમને સુરક્ષિત કરવા અને અન્યને તમારાથી સુરક્ષિત રાખવા છે અર્થાત્ તમારાથી બીજાને અન્યાય ન થાય તે રીતે તમને વૈશ્વિક ન્યાયમાં પ્રતિષ્ઠિત કરવા માટે છે. સુરાજ્યના કાયદા એવા હોય કે જેનું સંપૂર્ણ પાલન કરનાર શ્રેષ્ઠ સભ્ય નાગરિકથી પ્રજામાં કોઈને અન્યાય ન તેમ અહીં પણ ભગવાનનો અનુયાયી પોતાને યોગ્ય સંપૂર્ણ જિનાજ્ઞાનું પાલન કરે તો તેના થકી કોઈ જીવને અન્યાય ન થાય. આવા આશારૂપ સર્વ કાયદા-કાનૂન મૂળભૂત રીતે ગણધરોએ જ પ્રભુની હાજરીમાં દ્વાદશાંગીમાં નિશ્ચિત કરેલ છે, છતાં જેમ જેમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બદલાય તેમ તેમ સાધકતા-બાધકતાનો વિચાર કરી પેટાકાયદાઓ બદલવાનો કે નવા બનાવવાનો અધિકાર પણ શાસ્ત્રજ્ઞ ગીતાર્થોને આપેલ છે, જે ગીતાર્થો અવસરે-અવસરે ધર્મશાસનમાં legislative wingનું (કાયદા ઘડનાર પાંખનું) કાર્ય કરે છે. તેમને બંધારણના મૂળભૂત માળખાને અસર કરે નુકસાન કરે, તેમ જ ધર્મશાસનના મુખ્ય ઉદ્દેશને જ મારી નાંખે તેવો કાયદા-કાનૂનમાં किं बहुणा इह जह जह, रागद्दोसा लहुं विलिज्जंति । तह तह पयट्टिअव्वं, एसा आणा जिणंदाणं ।। (ગુરુતત્ત્વવિનિશ્ચય ચતુર્થ અખ઼ાસ શ્લોવ–૬/૩૫વેશરદસ્ય, શ્લો-૨૦૨) २. 'ओघेन - सामान्येन वीतरागवचने - वीतरागप्रतिपादितेऽपुनर्बन्धकचेष्टाप्रभृत्ययोगिकेवलिपर्यवसाने तत्तच्छुद्धसामाचारे ।
થાય,
૧.
(ઉપવેશરદૃશ્ય, શ્લો-૨૮ ટીા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org