________________
૩૯૦
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ તેની નિશ્રા કે આજ્ઞા વિના શ્રમણને કોઈ કાર્ય કરવાની છૂટ નથી. તેના અનુશાસનથી જ સૌએ તરવાનું ભગવાનનું ફરમાન છે. ગમે તેવા દેશકાળ આવે, ગમે તેવા કપરા સંયોગો આવે પરંતુ જે રીતે જગતનું અને શાસનનું હિત થતું હોય તે રીતે બધું જ કરી છૂટવાની ગીતાર્થને શાસ્ત્રની આજ્ઞા છે. અમે તો તે આજ્ઞાઓ વાંચીએ તોપણ ગળગળા થઈ જઈએ છીએ. ગમે તેવા જટિલ સંયોગોમાં રસ્તો (ઉકેલ) સંઘના ગીતાર્થોએ કાઢવાનો છે; કારણ કે તેમને બધા અધિકાર આપવામાં આવ્યા છે. અરે ! છેદસૂત્રોમાં “ગીતાર્થને તીર્થકર તુલ્ય કહ્યા છે. જેમ તીર્થકરના વચનાનુસારે પ્રવૃત્તિ કરવાથી એકાંતે કલ્યાણ-હિતની પ્રાપ્તિ થાય છે તેમ ગીતાર્થનું વચન પણ તેટલું જ ફળદાયક છે. ત્યાં શિષ્ય પ્રશ્ન કર્યો કે “શું ગીતાર્થ એ કેવલી છે, જેથી તેને તીર્થકરતુલ્ય કહો છો ? ત્યાં આચાર્યે જવાબ આપતાં કહ્યું કે “હા, ગીતાર્થ કેવલી છે”. સાથે આ વિધાન કઈ રીતે સંગત થાય તેની ઢગલાબંધ યુક્તિઓ પણ આપેલી છે. આ વાત વિશેષ સંયોગોની છે. બાકી સામાન્ય સંયોગોમાં શાસનમાં ત્રણે પાંખના અધિકારી પોતપોતાની શાસન પ્રત્યેની ફરજો અદા કરતા રહે છે. રાજ્યમાં જેમ પ્રથમ નજરે સત્તા રાજ્યની Executive wing (વહીવટી પાંખ), governing power (શાસન ચલાવવા જરૂરી સત્તાઓ) સાથેની government (સરકાર) ભોગવતી દેખાય, તેમ જાહેરમાં ધર્મશાસનની સત્તા પ્રભાવક ધર્માચાર્યો કે સંઘાચાર્યો ભોગવતા દેખાય. વળી, Prime Minister (વડાપ્રધાન) કે Chief Minister (મુખ્ય પ્રધાન) આદિના જેમ બાહ્ય સત્તા, પ્રભાવ હોય, તેમ અહીં ધર્માચાર્યોરૂપ ધર્મગુરુઓના પણ સત્તા-પ્રભાવ હોય. હા, તફાવત એટલો જ છે કે ભૂતકાળમાં આર્યપરંપરામાં રાજા, મહારાજા, રાજપુરોહિત, મહામંત્રીઓ પણ ધર્મસત્તાના કેન્દ્રરૂપ ધર્માચાર્યો પાસે ઝૂકી જતા; તેમના આદર, સત્કાર, વિનય, આમન્યા જાળવતા; જેથી આમજનતાને પણ ધર્મસત્તાનો પ્રભાવ બાહ્ય નજરે દેખાતો, જ્યારે આજે તે લોપ થયો છે. સુરાજ્ય તો નાગરિકને at the most (વધુમાં વધુ) સજ્જન બનાવે, સભ્ય બનાવે; જ્યારે ધર્મશાસન તો અનુયાયીને આખા જગત પ્રત્યે ન્યાયી વર્તન શીખવાડે. તમે રસ્તે ચાલ્યા જતા હો તો પણ કોઈ જીવ પ્રત્યે મનમાં પણ અન્યાયની ભાવના ન આવે તેવા બનાવવાનું છે. સમગ્ર જીવસૃષ્ટિમાં લોકોત્તર ન્યાય ફેલાવવાનો છે. તેથી રાજ્યસત્તા જેમ sovereign (સર્વોપરી) જરૂરી છે, તો ધર્મસત્તા પણ sovereign જરૂરી છે, તે વિના ઊંચા ઉદ્દેશો પાર ન પાડી શકાય.
વર્તમાન સરકારની ધર્મો પરની સર્વોપરિતા મહાઅનર્થકારી :
અત્યારની સરકારે ધર્મસત્તાના સ્વતંત્ર અધિકારો ઝૂંટવી લીધા છે. મેં એક સારા બંધારણના જાણકારને પૂછયું કે બંધારણમાં ધર્મને નિયંત્રિત કરવાના અધિકાર બંધારણસભાને કોણે આપ્યા ?
१. आश्रमेषु यथाकालं, चैलभाजनभोजनम् । सदैवोपहरेद् राजा, सत्कृत्याभ्यर्च्य मान्य च ।।२५।।
(શ્રી વેવ્યાસ વિરચિત મદમાત, શત્તિપર્વ અધ્યાય-૮૬) * ऋत्विक्पुरोहिताचार्यान्, सत्कृत्यानवमन्य च । यदा सम्यक् प्रगृह्णाति, स राज्ञो धर्म उच्यते ।।४३।।
(श्री वेदव्यास विरचित महाभारत, शान्तिपर्व, अध्याय-९१)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org