________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
૩૮૧ પ્રતિદિન અર્થની (ગંભીર તત્ત્વની) દેશના આપે, જ્યારે ગણધરો દીક્ષાના પ્રથમ દિવસથી જ પ્રભુના સમવસરણમાં જ પ્રભુની પાદપીઠ પર બેસીને પ્રતિદિન સૂત્રના અનુયોગસ્વરૂપ દેશના આપે, અને ગણધરોને લોકમાન્ય કરાવવા તીર્થકરો પણ તેમની પાસેથી દેશના અપાવે છે. જેમ તીર્થકરોની દેશનાથી અનેક જીવો પ્રતિબોધ પામે છે, ધર્મભાવની વૃદ્ધિ કરે છે, તેમ ગણધરોની વાણીમાં પણ કચાશ નથી. તેમની દેશનાથી પણ અનેક જીવો પ્રતિબોધ પામે, ધર્મમાં વિકાસ સાધે; છતાં તેમનું મુખ્ય કાર્ય તો શાસનની ઇમારતને સતત મજબૂત કરવાનું છે, કારણ કે પ્રભુએ શાસનસંચાલનનો ભાર તેમના મસ્તકે મૂક્યો છે. તે માટે તેમનો અવિરત પુરુષાર્થ રહે છે. તેમને પાયાની ઇંટ જેવા નવા-નવા ગીતાર્થ જ્ઞાની મહાપુરુષો પકવવાના છે. તે માટે લાખોમાંથી select કરેલા (વીણેલા) બુદ્ધિનિધાન ૫૦૦ સાધુઓને ગૌતમ મહારાજા રોજ વાચના આપે છે. અમુક ગણધરો ૩૫૦ સાધુઓને, અમુક ૩૦૦ સાધુઓને પ્રતિદિન વાચના આપે છે, જેનાથી શાસનમાં અનેક યોગ્ય અધિકારીઓ પકાવાઈ રહ્યા છે, જે આટલો મોટો શાસનનો ભાર આગળ વહન કરી શકે. તમારે ત્યાં જે ministryમાં (પ્રધાનમંડળમાં) આવે તેને પોતાને જ કાયદાની ખબર ન હોય તો શું થાય ?
સભા : સલાહકાર રાખે ને ?
સાહેબજી : સલાહકાર જો ઉસ્તાદ મળી જાય તો ministerનો (પ્રધાનનો) ગુરુ બની જાય અને આ ભાઈ ખાલી rubber stamp બને. (નામનો રહે.)
સભા ઃ અત્યારે તો સચિવો જ રાજ્ય કરે છે ને ?
સાહેબજી : છતાં બધાં પ્રધાનો મૂર્ખ નથી. લોકશાહીમાં એ જોખમ છે કે મૂર્ખ પણ ministryમાં (પ્રધાનમંડળમાં) આવી શકે; કેમ કે લોકપ્રિયતા એ એક જ સત્તાપ્રાપ્તિનો criteria (માપદંડ) છે. લોકશાહીમાં selection (પસંદગી) નથી, પણ election (મતદાન) દ્વારા ચૂંટણી છે અને તે પણ અબુધ (મૂર્ખાઓ) પાસે કરાવવાનું છે.
રાજનીતિમાં રાજ્ય કઈ રીતે ચલાવવું તેની જેને ખબર જ ન હોય તેને અધિકારી તરીકે નિમાય નહીં, અને નીમે તો આખા દેશનો દાટ વાળી દે; તેમ જૈનશાસનમાં અધિકારી તરીકે જેમને નીમવાના હોય તેમને સૂત્રાર્થ, સિદ્ધાંત, ઉત્સર્ગ, અપવાદનું પૂરેપૂરું જ્ઞાન જોઈએ. જેને દેશ-કાળ, ઉત્સર્ગ-અપવાદ વગેરેનું જ્ઞાન નથી તેવા અગીતાર્થથી ક્યારેય શાસન ન ટકે. શાસન ટકાવવા ગીતાર્થની હાજરી અનિવાર્ય છે. અરે ! સંઘાચાર્ય, કુલાચાર્ય, ગણાચાર્ય, ગચ્છાચાર્ય કે ઉપાધ્યાય આદિ ન હોય તોપણ શાસન એકસમયે ટકી શકે છે, પરંતુ ગીતાર્થ ન હોય તો १. यः प्रमाणं न जानाति, स्थाने वृद्धौ तथा क्षये । कोशे जनपदे दंडे, न स राज्येऽवतिष्ठते ।।१०।। यस्त्वेतानि प्रमाणानि, यथोक्तान्यनुपश्यति । युक्तो धर्मार्थयोर्ज्ञाने, स राज्यमधिगच्छति ।।११।।
(વિદુરનીતિ, અધ્યાય-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org