________________
૩૭૯
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ નોંધાઈ રહ્યું છે, એટલે જ તે જૂનું બને છે કે નાશ પામે છે. તો જે ભાવો ક્રમશઃ પરિવર્તન પામે છે તે પર્યાય છે. શાસ્ત્રમાં “ક્રમભાવભાવો તે પર્યાય” એવી વ્યાખ્યા કરી છે, વારાફરતી નહીં.
સીમંધરસ્વામી ભાવતીર્થકર છે, તેમનું અસ્તિત્વ એકલા આત્મદ્રવ્યરૂપ કે એકલા ગુણસ્વરૂપ કે એકલા પર્યાયસ્વરૂપ નથી, પરંતુ ત્રણેયથી સંકલિત તેમનું સમગ્ર અસ્તિત્વ તીર્થકરરૂપે છે. તેમ ધર્મતીર્થ પણ સમગ્રતાથી લેવું હોય તો ધર્મતીર્થમાં સમાતાં તમામ દ્રવ્યો, તેમના ગુણો અને તેમના પર્યાયો આવશે. સંક્ષેપમાં ધર્મતીર્થ નામધર્મતીર્થ, સ્થાપનાધર્મતીર્થ, દ્રવ્યધર્મતીર્થ અને ભાવધર્મતીર્થ: એ રૂપે ચાર નિક્ષેપે છે. તે દરેકમાં આવતા દ્રવ્ય, ગુણ અને પર્યાય તમામ પરના અધિકારની રૂએ સત્તા તીર્થંકરોએ ગણધરોને અનુજ્ઞા આપીને સોંપી છે. તેથી જિનશાસનમાં નામનો, તેના આકારરૂપે પ્રતીકોનો કે તેની સ્થાવર-જંગમ સંપત્તિરૂપ જિનમંદિરો, જિનપ્રતિમાઓ, તીર્થો, ધર્મદ્રવ્ય અને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ આદિ તમામ જડ-ચેતન વસ્તુઓ જે જિનશાસનમાં પેટા અંગ તરીકે સમાતી હોય, તે સર્વના exclusive rights (એકછત્રી અધિકાર) પ્રભુએ ગણધરોને સોંપ્યા; અને ગણધરોએ દ્વાદશાંગીરૂપ બંધારણ બનાવીને તેમાંથી સંચાલનયોગ્ય તે-તે હોદ્દા અનુસારે શ્રીસંઘમાં રહેલ દરેક વ્યક્તિને લાયકાત અનુસાર અધિકારોની વહેંચણી કરી. ભગવાને એ રીતે સત્તા સોંપીને પોતાની ગેરહાજરીમાં પણ સમર્થ પટ્ટધરોને અને શ્રી સંઘને શાસન ચલાવવા જે યોગ્ય પગલાં ભરવાં હોય તે ભરવાની આજ્ઞા સોંપી છે. જેમ રાજાને સામાજિક ન્યાય પ્રવર્તાવવા જે કરવું પડે તે કરવાની છૂટ છે, તેથી ખુદ ઋષભદેવ રાજા થયા પછી જંગલમાંથી હાથી લાવીને બાંધે તો કોઈ પૂછી ન શકે કે હાથી બાંધવાનો કે કવાયત કરાવવાનો, તેની પાસેથી યુદ્ધ વગેરે કામ લેવાનો હક્ક કોણે આપ્યો ? એ રીતે કોઈને મંત્રી બનાવવાનો, કોઈને નગરશેઠ બનાવવાનો અને તેને યોગ્ય સત્તા સોંપવાનો, power transfer કરવાનો (સત્તા સોંપવાનો) હક્ક રાજ્ય ચલાવનારને સ્વાભાવિક મળે છે. વળી, અયોગ્ય કરનારને દંડ કરવાનો પણ અધિકાર તેમાં જોડાયેલો રહે છે; કારણ કે અંતિમ લક્ષ્ય પ્રજાને ન્યાય આપવાનું છે, તે માટે જે-જે યોગ્ય હોય તે કરવાની છૂટ છે, exclusively permitted (સર્વેસર્વા મંજૂરી) છે. તેમ ધર્મસત્તા ચલાવવા તીર્થકરોએ બધી સત્તા ગણધરોને સોંપી અર્થાત્ વિશ્વમાં લોકોત્તર ન્યાય ફેલાવવા જે-જે પગલાં લેવાં પડે, જે-જે કરવું પડે તે કરવાની પ્રભુએ ગણધરોને આજ્ઞા આપી. ધર્મશાસનના કોઈ અંગના રક્ષણ માટે તલવાર લેવી પડે તો તે પણ છૂટ છે. જેમ પૂ. કાલિકાચાર્યે સાધ્વીજીના શીલના રક્ષણ ખાતર રાજાને દંડ આપવા તલવાર લીધી, તો શાસ્ત્રમાં તેની નિંદા નથી કરી, પરંતુ પ્રશંસા છે; કેમ કે આચાર્યને તેવા અધિકાર છે. જે અધિકાર ભગવાને ગણધરોને સોંપ્યા તે અધિકાર પરંપરાથી પટ્ટધરોમાં १. क्रियाभेदादुपाया हि भिद्यन्ते च यथार्हतः ।।३५ ।। सर्वोपायैस्तथा कुर्यात्रीतिज्ञः पृथिवीपतिः । यथा स्वाभ्यधिका न स्युमित्रोदासीनशत्रवः ।।३६।।
(શુક્રનીતિ, અધ્યાય-૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org