________________
૩૭૮
ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ ગુણ-પર્યાયનો યથાર્થ બોધ કરવો પડે. દા. ત. અરિહંતનું ધ્યાન મોક્ષનું કારણ છે. અહીં દ્રવ્યથી અરિહંત જે વ્યક્તિ છે તેમનું આત્મદ્રવ્ય, તેમાં પ્રગટેલા અનંતા વિશુદ્ધ કેવલજ્ઞાન આદિ ગુણો અને તેમની ક્ષણ-ક્ષણની અવસ્થારૂપ પર્યાયો, તેનું એકાકાર ધ્યાન કરે તેનો અંતર્મુહૂર્તમાં મોહ ક્ષય પામે, તે કેવલજ્ઞાનને વરે. આમ, અહીં ધ્યાનમાં પણ અરિહંતને સમગ્રતાથી ધ્યાવવા હોય તો તેમના તમામ દ્રવ્ય-ગુણ-પર્યાયના બોધ સાથે ધ્યાન જરૂરી છે; કારણ કે તે વિના અરિહંતને સમગ્રતાથી જાણી-પામી ન શકાય.
પ્રસ્તુતમાં અરિહંતનું દ્રવ્ય એટલે અરિહંતનો નિર્મલ ક્ષાયિકભાવમાં વર્તતો શુદ્ધ આત્મા, અરિહંતના ગુણો એટલે તેમના આત્મામાં રહેલા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર, અનંતવીર્ય, વૈર્ય, ગાંભીર્ય, વીતરાગતા આદિ ભાવો. આ ગુણો પણ અનંતા છે. વળી પર્યાય એટલે તેમના આત્મામાં અનુભવાતો ક્ષણ-ક્ષણનો આનંદ, ક્ષણે-ક્ષણની સ્વસ્વભાવની અનુભૂતિ, પ્રતિક્ષણ પ્રવર્તતો નવો-નવો વિશુદ્ધ ઉપયોગ, આ બધા અરિહંતના પર્યાય છે. પર્યાય એ સતત પરિવર્તનશીલ ભાવો છે. આત્મામાં જે ભાવો પ્રતિક્ષણ પરિવર્તન પામે છે, તે ભાવો પર્યાય છે; જ્યારે જ્ઞાનદર્શન વગેરે ગુણો છે, કેમ કે તે સાતત્યરૂપે રહે છે. ક્ષણ રહે અને ક્ષણમાં ચાલ્યા જાય તેવું ગુણોમાં બનતું નથી, પર્યાયોમાં તે બને. ‘સદા દ્રવ્ય સાથે સહભાવી રહે તે ગુણ છે અને ક્રમથી સતત પરિવર્તન પામે તે પર્યાય છે. દ્રવ્ય એટલે substance (પદાર્થ), તેમાં રહેલી properties (ગુણધર્મો) તે ગુણ, અને દ્રવ્યનું થતું સતત manifestation (પરિવર્તન-પ્રગટીકરણ) પામતી અવસ્થાઓ તે પર્યાય છે.
સભા ઃ પર્યાય એટલે alternate-વારાફરતી બદલાય તે ? ,
સાહેબજી : ના, ગયેલો પર્યાય પાછો આવતો નથી, પરંતુ હંમેશાં નવો-નવો પર્યાય પ્રવર્તે છે. આ ક્ષણે જે સુખની અનુભૂતિ છે તે સુખ ભોગવાઈ ગયું, વીતેલી ક્ષણ પાછી આવતી નથી. તેમ વીતેલા પર્યાય પણ પુનરાવર્તિત થતા નથી. અસ્તિત્વમાત્રમાં પ્રતિક્ષણ કાંઈક પરિવર્તન
''
૧. "નો ના રિહંતે, બ્રભુનત્તપન્નયત્તેદિ સો નાગફ મMાનું, મોદી વસ્તુ નાડ તારૂ પ્ર.સ. ૨-૮૦૫"
(વિંશિડ્યા, વિક્ર-૧૧ ૩યશોવિનયની ટીકા) ૨. ધરમ કહી જઈ ગુણ સહભાવી, ક્રમભાવી પર્યાયો રે; ભિન્ન-અભિન્ન ત્રિવિધ તિય લક્ષણ, એક પદારથ પાયો રે. જિન ૨ સહભાવી કહતાંયાવદ્રવ્યભાવી જે ધર્મ, તે ગુણ કહીએ. જેમ જીવનો ઉપયોગ ગુણ, પુદ્ગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયનો ગતિeતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુત્વ, આકાશનો અવગાહનાહેતુત્વ, કાલનો વર્તના હેતુત્વ. ક્રમભાવી કહતાં-અયાવદ્ દ્રવ્યભાવી તે પર્યાય કહીએ. જેમ જીવને નર-નારકાદિ, પુદ્ગલને રૂપ-રસાદિકપરાવૃત્તિ. એમ દ્રવ્યાદિક ૩, ભિન્ન છે-લક્ષણથી, અભિન્ન છે-પ્રદેશના અવિભાગાથી. ત્રિવિધ છે, નવવિધ ઉપચારે, એકએકમાં ૩ ભેદ આવે તેહથી. તથા ત્રિલક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે. એવો એક પદાર્થ જૈન પ્રમાણે પામ્યો. એ દ્વાર રૂપ પદ જાણવાં. ૨
(દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ઢાળ-૨, ગાથા-૨ મૂલ-બાલાવબોધ)
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org