________________
૩૭૭
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ compassion towards animals (પ્રાણીઓ પ્રત્યે કરુણા) લખેલ જ છે, પરંતુ તમારું રાજ્ય તેનું પાલન કરાવવા જાગ્રત નથી; જ્યારે કુમારપાળે જૂ મારનારે જૂને પકડી-પકડીને ઇરાદાપૂર્વક ટેસથી મારી છે તે ક્રૂર અને અસભ્ય વર્તનના કારણે તેના પર પગલાં લીધાં છે. બાકી તો કુમારપાળના રાજમાં પણ લોકો વાહનો આદિમાં ફરતાં કેટલાંય કીડી-મંકોડા મારે, જેમાં રાજ્ય કંઈ કરતું નથી; કારણ કે તે રાજસત્તાની મર્યાદા બહારનો લોકોત્તર ન્યાયનો વિષય છે.
સભા : ગેરકાયદે પશુની કતલ કરે તો રાજ્ય સજા કરે જ છે.
સાહેબજી : તેનો અર્થ એ કે કાયદેસર કરવાની તો રાજ્ય છૂટ આપે જ છે. કાયદાનો ભંગ કરી રાજ્યની ઉપરવટ જઈને કતલ કરી તેમાં મુખ્ય દંડ તો રાજાજ્ઞાના ભંગનો છે, કાયદો તોડ્યો તે ગુનો છે.
રાજ્યવ્યવસ્થાનું માળખું સમજવાની જરૂર છે : ભગવાન ઋષભદેવે પણ રાજ્ય સ્થાપ્યું તે પહેલાં યુગલિકોના સમયમાં લોકો એક પણ પશુને બાંધી નહોતાં રાખતા કે પશુઓ પાસેથી કોઈ કામ લેતા ન હતા; પરંતુ ઋષભદેવે જ રાજસત્તાના એક બળરૂપે પશુઓને પકડવાના, તેમને કવાયત કરાવી યુદ્ધ, વાહન-વ્યવહાર માટે તૈયાર કરવાના, તેમને સતત બંધનમાં રાખી કામ લેવાનું, અંકુશમાં ન રહે તો ચાબુક આદિથી દંડ આપવાનો આ બધું શીખવ્યું. તેથી પશુઓના અધિકારોનું રક્ષણ તો ઋષભદેવે સ્થાપેલી રાજ્યવ્યવસ્થામાં પણ નહોતું. વળી સામાજિક ન્યાય પ્રવર્તાવવા પણ રાજા પાસે શ્રેષ્ઠ બળ જોઈએ. તે માટે ચતુરંગી સૈન્ય આદિ પણ સાબદું રાખવું પડે. એમ ને એમ દુષ્ટો અંકુશમાં ન આવે. દુષ્ટોને દંડ કરવા સર્વ પ્રકારનું બળ જોઈએ.
4. 51A. Fundamental duties - It shall be the duty of every citizen of India- .... (g) to protect and improve the natural environment including forests, lakes, rivers and wild life, and to have compassion for living creatures
(Article 51A of the Constitution of India) २. गतमभिषेकद्वारम्, इदानी संग्रहद्वाराभिधित्सयाऽऽहआसा हत्थी गावो गहिआई रज्जसंगहनिमित्तं। चित्तूण एवमाई चउब्विहं संगहं कुणइ।।२०१।। गमनिका-अश्वा हस्तिनो गाव एतानि चतुष्पदानि तदा गृहीतानि भगवता राज्ये संग्रहः राज्यसंग्रहस्तनिमित्तं गृहीत्वा एवमादि चतुष्पदजातमसौ भगवान् 'चतुर्विधं' वक्ष्यमाणलक्षणं संग्रहं करोति, वर्तमाननिर्देशप्रयोजनं पूर्ववत्, पाठान्तरं वा 'चउव्विहं संगहं कासी' इति अयं गाथार्थः । ।२०१।।
(કાવનિવિર પર્વ માણ, શ્નોવા-૨૦૨ ખૂન-ટીવા) 3. दण्डनीतिमधितिष्ठन्। प्रजाः संरक्षति ।।७९।। दण्डः सम्पदा योजयति।।८०।। दण्डाभावे मन्त्रिवर्गाभावः ।।८१।। न दण्डादकार्याणि कुर्वन्ति ।।८२।। ... दण्डो हि विज्ञाने प्रणीयते ।।८६।। दुर्बलोऽपि राजा नावमन्तव्यः ।।८७।। नास्त्यग्नेर्दोर्बलम् ।।८८।। दण्डे प्रतीयते वृत्तिः ।।८९।।
(વાવયજૂદાળ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org