Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 423
________________ ૩૮૯ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સર્વોપરિતા અને સકલ જીવ હિતકારિતારૂપે પ્રભાવ ખ્યાલમાં આવવો જોઈએ. જૈન આગમો અનુસારે ધર્મસત્તા સમજશો તો તેની અજોડતા સમજાશે. બાકી તો વર્તમાનમાં ભારતની પરંપરાગત રાજ્યવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થાઓને આડેધડ નિંદીને degrade કરવામાં (તેનું ગૌરવભંગ કરી હલકી ચીતરવામાં) આવી છે. જેમ ઋષભદેવ સ્થાપિત આર્યરાજ્યવ્યવસ્થા માટે આજે નિંદા કરાય છે કે feudal systemમાં (સરંજામશાહી કે સામંતશાહી જાગીરપ્રથામાં) રાજાને અમર્યાદિત powers-સત્તા અને dynasty rule (family line of rulers-રાજવંશ) હતું. પરંતુ તેઓ ભૂલી જાય છે કે આર્યદેશમાં રાજનીતિનાં બંધારણ, માળખાને રજૂ કરતાં master piece (સર્વોત્તમ રચનાઓ) અર્થશાસ્ત્રો કે નીતિશાસ્ત્રો કાયમનાં પ્રચલિત જ હતાં, જેમાં રાજનીતિની મર્યાદાઓ આલેખાયેલી હતી. રાજા પણ રાજનીતિની મર્યાદા બહાર જાય તો મંત્રી વગેરે લાલબત્તી કરે, અરે ! સમૂહમાં ભેગા થઈ પદભ્રષ્ટ પણ કરે. તેથી આર્યપરંપરામાં રાજાની સત્તા સંપૂર્ણ અમર્યાદિત ન હતી, ઊલટું આજની કહેવાતી લોકશાહી વ્યવસ્થાની જનેતા બ્રિટનની parliament (સંસદ) પણ રાણીને પૂછી ન શકે તેવા unquestionable powers (અબાધિત સત્તાઓ) બ્રિટનના unwritten constitutionના-વણલખાયેલા બંધારણના આધારે Her majestyને (રાજા કે રાણીને તેના પદના મોભાને અનુસરીને અપાયેલ સત્તા) છે. હકીકતમાં પશ્ચિમની monarchને (રાજતંત્રને) આપખુદશાહીના અબાધિત હક્કો તેમની રાજ્યવ્યવસ્થામાં મંજૂર કરાયા છે. અત્યારે ૧. નીતિશાસ્ત્રાનુ રાના ૪૮ (વા વસૂત્રા) * अतः सदानीतिशास्त्रमभ्यसेद्यत्नतो नृपः । यद्विज्ञानान्नृपाद्याश्च, शत्रुजिल्लोकरंजकाः ।।६।। सुनीतिकुशला नित्यं, प्रभवंति च भूमिपाः । शब्दार्थानां न किं ज्ञानं, विना व्याकरणाद्भवेत् ।।७।। ... नीतिं त्यक्त्वा वर्त्तते यः, स्वतंत्रः स हि दुःखभाक् । स्वतंत्रप्रभुसेवा तु, ह्यसिधारावलेहनम् ।।१६।। स्वाराध्यो नीतिमान् राजा, दुराराध्यस्त्वनीतिमान् । यत्र नीतिबले चोभे, तत्र श्रीस्सर्वतोमुखी ।।१७।। . (શુક્રનીતિ, અધ્યાય-૨) * यस्त्वधर्मेण कार्याणि, मोहात् कुर्यात्नराधिपः ।।९।। अचिरात्तं दुरात्मानं, वशे कुर्वन्ति शत्रवः । अस्वर्या लोकनाशाय, परानीकभयावहा ।।१०।। आयुर्बीजहरी राज्ञामस्ति वाक्ये स्वयंकृतिः । तस्माच्छास्त्रानुसारेण राजा कार्याणि साधयेत् ।।११।। (શુક્રનીતિ, અધ્યાય-૪-રાનથનિરૂપU) 2. The monarchy of the United Kingdom, commonly known as the British monarchy, is a system of government in which a hereditary monarch is the sovereign of the united kingdom and its overseas territories, and holds the now constitutional position of head of state. According to convention her powers are exercised upon the advice of her prime minister. She does however possess certain reserve powers which she may exercise at her own discretiion. (Article : Monarchy of the United Kingdom, Wikipedia, The Free Encyclopedia) * What powers does the Queen have? .... Foreign diplomatic representatives in London are accredited to the Queen, and she has the power to conclude treaties, to declare war and to make peace, to recognise foreign states and governments and to annex and cede territory. (Source : Point - Website - www.britischebotschaft.de) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508