________________
૩૮૩
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ સંયોગોમાં પણ પદવી ન જ આપવી, જે આપશે તે મહાપાપનો ભાગીદાર થશે, આવાં સ્પષ્ટ ધારાધોરણો છે.
ધર્મસત્તાનું વિશાળ વહીવટીતંત્ર ચલાવવા માટે લાયક ગીતાર્થ અધિકારીઓની આખી ફોજ જોઈએ, જે તૈયાર કરવા ગણધરો જ્યારથી શાસનનું સુકાન સંભાળે ત્યારથી જ સૂત્ર વગેરેની વાચનાઓ આપી-આપીને લાયક શિષ્યોને ગીતાર્થ બનાવે. પહેલું કામ ગીતાર્થો બનાવવાનું છે, જે શાસનની બધી નીતિઓના જાણકાર હોય.
તમારી parliamentમાં (સંસદમાં) એવા પણ સાંસદો છે કે જેમને parliamentની (સંસદની) procedure (કામ કરવાની પદ્ધતિ) જ ખબર નથી. ઘણી વાર સ્પીકરે ધ્યાન દોરવું પડે છે કે તમે સંસદનો નિયમ જાણતા નથી. આ આખા રાષ્ટ્ર માટે શરમજનક છે. આવાને દેશના કાયદાઓ ઘડવાની અબાધિત સત્તા આપે તો દેશની દશા શું થાય તે વિચારવું રહ્યું. શાસ્ત્રમાં લખ્યું છે કે જેમને શાસનમાં ઉપરી તરીકે નીમવાના છે તેમણે શાસનનાં બંધારણ, વહીવટ, શાસનસ્થાપના, ઉત્સર્ગ અપવાદરૂપે નીતિ-નિયમો જાણવા પડે, ધર્મસત્તાનું સાંગોપાંગ માળખું સમજવું આવશ્યક બને. નહીંતર એ લાકડે માંકડું વળગાડે રાખે અને શાસનને ભારે નુકસાન કરે. તેમાં બેસનાર અને બેસાડનાર બંનેની જવાબદારી આવે. તેથી પહેલાં ગીતાર્થને જ પકવવા જરૂરી છે. જે સિદ્ધાંતના જાણકાર હોય, ઉત્સર્ગ-અપવાદના યથાર્થ બોધવાળા હોય, સર્વ નીતિનિયમોના રહસ્યવેત્તા હોય, તેને જ અધિકારી તરીકે નિમાય. ગણધરો પાત્રને ઓળખી શકે, તેથી પસંદ કરી-કરીને વાચના આપી એવા રત્નો તૈયાર કરે જેનાથી પરંપરાએ બીજા હજારોની સંખ્યામાં ગીતાર્થો શાસનમાં તૈયાર થાય. રોજ ૫૦૦ વિદ્વાનોને શ્રુતનાં રહસ્યોની વાચના આપી ઘડીને તૈયાર કરવા તે કોઈ નાનું-સૂનું કામ નથી. તે સંપાદન કરી ગણધરો તેમાંના કોઈ ગીતાર્થને આ પદ પર, કોઈને બીજા પદ પર, એમ યોગ્યતા અનુસાર નિમણૂંક કરે.
ધર્મશાસનના વહીવટી સંચાલનની ત્રણ પાંખો :
ધર્મશાસનના સંચાલનમાં ત્રણેનું વર્ણન આવશે : (૧) ધારાસભા (Legislature) (૨) વહીવટીતંત્ર (Executive) અને (૩) ન્યાયતંત્ર (Judiciary). રાજ્યશાસનમાં પણ આ ત્રણે હોય. વળી ત્રણેની interlink (પરસ્પર સંબંધો હોય. પ્રજાના હિત માટે કાયદા ઘડનાર તંત્ર, ઘડાયેલા કાયદાઓનો અમલ કરાવનાર તંત્ર અને કાયદાનો ભંગ કરનારને ન્યાય તોળનાર તંત્ર એમ ત્રણે તંત્ર વિના રાજ્યશાસન ચાલે નહીં. ભૂતકાળમાં પણ રાજનીતિની મર્યાદામાં રહીને १. स्वप्रजाधर्मसंस्थानं, सदसत्प्रविचारतः । जायते चार्थसंसिद्धिव्यवहारस्तु येन सः ।।४।। धर्मशास्त्रानुसारेण, क्रोधलोभविवर्जितः । सप्राड्विवाकः सामात्यः, सब्राह्मणपुरोहितः ।।५।। समाहितमतिः पश्येद् व्यवहाराननुक्रमात् । ... Tદ્દા :
(શુક્રનીતિ, અધ્યાય-૪-રાનથનિરૂપUT)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org