________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૭૫
તમને લૌકિક ન્યાય, લોકોત્તર ન્યાય વિભાગવાર સમજાવો જોઈએ. આ દુનિયાની કોઈ કાયદાપોથીમાં પશુ કે ક્ષુદ્ર જીવોના રક્ષણ માટે કોઈ કાયદો નથી. તમારા પગ નીચે કીડી, મંકોડો કે ઉંદર દબાઈ ગયો અને લંગડો થઈ ગયો તો દુનિયાની કોઈ કાયદાપોથીમાં તેના માટે સજા નથી. તમારાં બધાં બંધારણ, કાયદાકાનૂન-rules & regulationsમાં ન્યાય તે દેશના પ્રજાજન માટે છે, અન્ય જીવસૃષ્ટિ માટે નથી. જ્યારે લોકોત્તર ન્યાય જગતની સમગ્ર જીવસૃષ્ટિને આવરી લે છે.
સભા ઃ કુમારપાળે જૂ મારનારને દંડ કર્યો તેમાં ક્ષુદ્ર જંતુને પણ રક્ષણ રાજ્યે આપ્યું.
સાહેબજી : જૂ મારે તેને રાજ્યના કાયદાથી કે રાજનીતિથી કુમારપાળ પણ સજા કરી શકે તેમ નથી. પ્રજા ભૌતિક રીતે પણ બરબાદ ન થાય તેવા ઉદ્દેશથી રાજા વ્યસનત્યાગ માટે પ્રતિબંધક કાયદા કરી શકે છે, જેમ અત્યારે પણ દારૂબંધીના કે narcotic drugsના (માદક ઔષધના ઉત્પાદન કે વેચાણ પર) પ્રતિબંધના કાયદા રાજ્ય રાજસત્તાની રૂએ કરે જ છે. તેમ કુમારપાળે ભૌતિક બરબાદી ટાળવા અને પ્રજાની સુખ-શાંતિ-સમૃદ્ધિ વધા૨વા સપ્તવ્યસનનો ત્યાગ પ્રજા પાસે કાયદાથી કરાવ્યો છે. તે રીતે અહીં પણ પ્રજા પશુસૃષ્ટિ પ્રત્યે કોમળ વર્તન કરે, વિના કારણે અન્ય જીવોને ત્રાસ ન આપે; કેમ કે જે પ્રજા પશુ-પંખીને પણ બિનજરૂ૨ી રિબાવે છે, તે પ્રજા અસભ્ય, ક્રૂર, જંગલી જેવી બને છે, તેથી પશુઓ પ્રત્યે પણ બિનજરૂરી ક્રૂર વર્તન ન કરવું, પણ કોમળ વ્યવહાર રાખવો તેવી ફરજ પ્રજા ૫૨ રાજા લાદી શકે છે. આજના બંધારણમાં પણ citizen's national dutyમાં (નાગરિકની રાષ્ટ્રીય ફરજમાં)
૧. મન શુદ્ધે રે, ઇરિયાવહી ભલી (વિ) પડિક્કમો, ચોરાશી લખ રે, જીવયોનિ સાથે ખમો, કરો મૈત્રી રે, સમતા૨સમાંહી ૨મો, ચઉ ગતિમાં રે, જિમ ભવિયાં તુમે નવિ ભમો.
(જ્ઞાનવિમલસૂરિ કૃત ઇરિયાવહીની સજ્ઝાય)
२ नास्ति कार्यं द्यूतप्रवृत्तस्य ।। ७१ ।। मृगयापरस्य धर्मार्थी विनश्यतः ।।७२।।
(ચાળવયસૂત્રાનિ) * પાના નિવેશાશ્વ, વેશ્યા: પ્રાળિાસ્તથા । શીતવા: સતિવા, યે ચાવે ષિવીવૃશાઃ ।।૪।। નિયમ્યા: સર્વ શ્વેતે, જે રાષ્ટ્રોપવાતાઃ । તે રાષ્ટ્રમિતિજજ્ઞો, વાધો મદ્રિાઃ પ્રૉ: 11(II
(શ્રી વેદ્દવ્યાસ વિરચિત મહામારત, શાન્તિપર્વ, અધ્યાય-૮૮) * गञ्जागृहं पृथग् ग्रामात्तस्मिन् रक्षेत्तु मद्यपान् । न दिवा मद्यपानं हि, राष्ट्रे कुर्याद्धि कर्हिचित् ।। ४५ ।। (શુનીતિ, અધ્યાય-૪-નો ધર્મનિરૂપળ)
3. तस्मात् सर्वेषु भूतेषु, प्रीतिमान् भव पार्थिव । सत्यमार्जवक्रोधमानृशस्यं च पालय ।। ३२ ।। (શ્રી વેદ્દવ્યાસ વિરચિત મહામારત, શાન્તિપર્વ, અધ્યાય-૮૮) * આનૃશંસ્ય પો ધર્મ:, સર્વપ્રાળમૃતાં યત:। તસ્માત્રાનાઽડનૃશંસ્કેન, પાતયેપળ નનમ્ ।।૧૬।।
(શુનીતિ, અધ્યાય-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org