________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૭૭ તેથી જ રાજ્ય મહાઆરંભ-મહાપરિગ્રહ-મહાપાપનું કારણ બને છે. નરકનું દ્વાર પણ ક્રૂર પ્રવૃત્તિઓ સમાયેલી હોવાથી છે. છતાં લૌકિક ન્યાય સ્થાપવો હોય તો રાજસત્તા અનિવાર્ય છે. તે જ રીતે લોકોત્તર ન્યાય માટે ધર્મસત્તા અનિવાર્ય છે.
ગણધરોને સમગ્રતાથી અધિકાર સોંપણી :
“આત્મસાધના કરી સ્વવિકાસ દ્વારા જિન (વિશ્વવિજેતા) બનેલા મહાવીર પ્રભુએ ધર્મશાસન સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો; કારણ કે જે વ્યક્તિ પૃથ્વીને બાહુબળથી જીતે તે રાજ્યધુરા વહન કરવા અધિકારી છે, (વીરભોજ્યા વસુંધરા) તેમ આત્મબળથી જે વિશ્વને જીતે તે ધર્મસત્તાનો નાયક બનવા અધિકારી છે, તેથી જ તીર્થકરો જિન-કેવલી બન્યા પછી જ ધર્મશાસન
સ્થાપે છે. આવા શાસનનાયક બનેલા તીર્થંકર મહાવીરસ્વામી ભગવાન ઇન્દ્રભૂતિ આદિ પટ્ટધર શિષ્યોને empowerment (સત્તારોપણ) કરતાં કહે છે કે “હું દ્રવ્ય-ગુણ-પર્યાયથી તમને આ ધર્મતીર્થની અનુજ્ઞા આપું છું,' સર્વાધિકાર સુપ્રત કરું છું. આ રીતે આ ધર્મતીર્થરૂપી institutionને (સંસ્થાને) ટકાવવા, તેનું સુચારુ સંચાલન કરવા, તેના દ્વારા સમગ્ર જીવસૃષ્ટિમાં લોકોત્તર ન્યાય પ્રવર્તાવવા, જે કાંઈ ઉત્સર્ગ-અપવાદનું અવલંબન લેવું પડે તો તે લઈને, કોમળ કે કઠોર બનીને, અરે ! પ્રસંગે તલવાર લેવી પડે તો તે લઈને પણ ધર્મશાસન અવિચ્છિન્ન પ્રવર્તાવવા પ્રયત્ન કરવાના તમામ અધિકારો ગણધરોને સોંપ્યા, ધર્મસત્તા સંચાલનના exclusive rights (પરિપૂર્ણ અધિકારો) સુપ્રત કરાયા, જે માટે જૈન પરિભાષામાં શબ્દ દ્રવ્ય-ગુણ-પર્યાય છે. જૈન ફિલોસોફીમાં કોઈ પણ વસ્તુનું સમગ્રતાથી વર્ણન કરવું હોય તો દ્રવ્ય-ગુણ-પર્યાયથી રજૂઆત કરવી પડે; કેમ કે અસ્તિત્વમાત્ર દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. ક્યાંય પણ એકલું દ્રવ્ય, એકલા ગુણ કે એકલા પર્યાય છે જ નહીં. વસ્તુમાત્ર દ્રવ્ય-ગુણ-પર્યાયયુક્ત છે, પછી તે પુસ્તક હોય, ટેબલ હોય, આત્મા હોય કે પરમાત્મા. કોઈ પણ વસ્તુને સર્વાગી ગ્રહણ કરવી હોય તો તેના દ્રવ્ય૧. બુદ્ધ અરિહંત ભગવંત ભ્રાતા, વિશ્વવિભુ શંભુ શંકર વિધાતા; પરમ પરમેષ્ટિ જગદીશ નેતા, જિન જગન્નાહ ઘનમોહ-જેતા. ૨૯ મૃત્યુંજય વિષ-જારણ, જગ-તારણ ઈશાન, મહાદેવ મહાવ્રતધર, મહાઈશ્વર મહાજ્ઞાન; વિશ્વબીજ ધ્રુવધારક, પાલક પુરુષ પુરાણ; બ્રહ્મ પ્રજાપતિ શુભમતિ, ચતુરાનન જગભાણ. ૩૦ ભદ્ર ભવ-અંતકર શત-આનંદ, કમન કવિ સાત્વિક પ્રીતિકંદ; જગપિતામહ મહાનંદ-દાયી, સ્થવિર પદ્માશ્રય પ્રભુ અમારી. ૩૧ વિષ્ણુ જિષ્ણુ હરિ અશ્રુત, પુરુષોત્તમ શ્રીમંત, વિશ્વભર ધરણીધર, નરક તણો કરે અંત; ઋષી કેશવ બલિસૂદન ગોવર્ધન-ધર ધીર, વિશ્વરૂપ વનમાલી, જલશય પુણ્ય-શરીર. ૩૨ આર્ય શાસ્તા સુગત વીતરાગ, અભયદાતા તથાગત અનાગ(ત); નામ ઇત્યાદિ અવદાત જાસ, તેહ પ્રભુ પ્રણમતાં દિ ઉલ્લાસ. ૩૩
(ઉપા. યશોવિજયજી કૃત પંચપરમેષ્ઠિ ગીતા) २. ३. तथा जयति रागद्वेषादिशत्रूनिति जिनस्तम्, अनेनापाया-पगमातिशयमुदबीभवत्। ... ५. तदेवं चत्वारोऽत्रातिशयाः शास्त्रकृता साक्षादाचचक्षिरे। तेषां हेतु-हेतुमद्भाव एवं भाव्यः- यत एव निःशेषदोषशत्रुजेता तत एव सर्वज्ञः। यत एव सर्वज्ञस्तत एव सद्भूतार्थवादी। यत एव सद्भूतार्थवादी, तत एव त्रिभुवनाभ्यर्च्य इति।
( ૫ નસમુઘવ, સ્નો-ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org