Book Title: Dharmtirth Part 02
Author(s): Yugbhushanvijay
Publisher: Gangotri Granthmala

View full book text
Previous | Next

Page 411
________________ 3७४ ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ વડાઓનાં) ખૂન પણ સી. આઈ. એ. દ્વારા અમેરિકાના પ્રમુખે કરાવ્યાના પુરાવા બહાર આવ્યા છે, જે બતાડે છે કે આ સત્તાનો ઘોર દુરુપયોગ છે. બાકી ન્યાય પ્રવર્તાવવાના ઉદ્દેશથી પગલાં લેવાની અબાધિત સત્તા રાજનીતિ પણ મંજૂર કરે છે. તેમ ધર્મસિંહાસન પર બેસનારને લોકોત્તર ન્યાય ફેલાવવાના ઉદ્દેશથી સર્વાધિકાર સુપ્રત કરવારૂપે સત્તા સોંપાય છે, જેનો તે વ્યક્તિએ સદા ધર્મશાસનના હિતમાં જ સર્વ રીતે ઉપયોગ કરવાનો છે. આ empowerment process (સત્તાસોંપણીની પ્રક્રિયા) તીર્થકરો જ સ્વયં સ્વહસ્તે ગણધરોને કરે છે. રાજસત્તા અને ધર્મસત્તાની ભેદરેખા લૌકિક ન્યાય અને લોકોત્તર ન્યાય દ્વારા જ છે. તમે પ્રજા તરીકે રાજ્યમાં રહો છો. હવે જો બળજબરીથી કોઈના ઘરમાં ઘૂસીને તમે કાંઈ ઉપાડી લો તો રાજસત્તા દંડ કરી શકે; કેમ કે તમે બીજા પ્રજાજન પ્રત્યે અન્યાયી વર્તન કર્યું, તેના હકનું હતું તેમાં હસ્તક્ષેપ કર્યો, તેના હકની વસ્તુ પડાવીને અન્યાય કર્યો. આવું કરો તો તમને અંકુશમાં લેવા દંડ કરવાનો રાજસત્તાને અધિકાર છે. રાજ્યના કાયદા છે કે પ્રજાજન પરસ્પર આવું વર્તન કરી શકે અને આવું વર્તન ન કરી શકે; પરંતુ તમે ગાય કે ભેંસનું દૂધ તેની અનિચ્છા છતાં બળજબરીથી દોહી લ્યો તો રાજ્ય કાંઈ તેને અન્યાય ગણી દંડ કરતું નથી, પણ લોકોત્તર ન્યાયમાં આવવાનું કે જો તમે ધર્મસત્તાને માનતા હો તો તેના કાયદા-કાનૂન પ્રમાણે તમે અપરાધી છો. પશુનું પણ પીડા આપી કંઈ સ્વાર્થથી પડાવી લ્યો તો તે અન્યાય જ છે, જેને ભૂલ તરીકે સમજાવી ધર્મસત્તા તમને પ્રાયશ્ચિત્તરૂપે દંડ પણ આપે છે, અને ફરી ન કરવા નિયંત્રણવાળું સદાચારી જીવન પણ બતાવે છે. સભા : બીજાને અન્યાય કરવાથી પાપબંધ દ્વારા કર્મસત્તા સજા ફટકારે છે, તેનું શું ? સાહેબજી : અહીં જ તમે ભૂલો છો. બીજા જીવ પ્રત્યે અન્યાય કરવાની પ્રેરણા પણ મોહ દ્વારા કર્મસત્તાએ જ આપી અન્યાય કરાવ્યો. ત્યારપછી દંડ પણ કર્મસત્તા જ આપે તે શાહુકારી નથી. ગુંડો કોઈને અપરાધમાં ફસાવી અને પછી સજા કરે તે ન્યાય ન કહેવાય. તમે કર્મસત્તા દંડ આપે છે તેને ન્યાય માનો છો તે તમારી મોટી ભૂલ છે. આ વિશ્વમાં વૈશ્વિક ન્યાય પ્રવર્તાવનાર કર્મસત્તા નથી, પરંતુ તેની સામે સંઘર્ષ કરી તેને જીતનાર તીર્થકરો જ લોકોત્તર ન્યાયના પ્રવર્તક છે. તમને કર્મસત્તા અને ધર્મસત્તા વચ્ચેના relationની (સંબંધની) ખબર નથી. assassination of Dominican Republic President Trujillo, South Vietnamese president Ngo Dinh Diem in 63 and Chilean Rene Schneider in 73. Most extensive assassination op was Operation Phoenix conducted during latter part of VN war. ... Vietnam. Former Phoenix advisor Wayne Cooper said "Operation Phoenix was a unilateral American program", and Klare confirmed by saying "although most of the dirty work was performed by indigenous operatives, Phoenix was designed, organized, financed, and administered by U.S. authorities." Counterspy Winter 78 27. (Article : CIA and Operation Phoenix in Vietnam, By Ralph McGehee, Dt. 19-2-1996) * The CIA Assassination of Chief Moshood Abiola: Moshood Abiola was killed by America as he was being released from prison to become the president of Nigeria. (Source : Social Justice Forum) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508