________________
૩૭૨
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ તે કરવાની છૂટ છે. તે કડક પણ થઈ શકે. અરે ! ફાંસી પણ આપી શકે છે. તમે ચોરને મારો તો ગુનેગાર ગણાઓ અને રાજા ન્યાય આપવા દંડરૂપે ફાંસી આપે તો ગુનેગાર નથી.
નાભિકુલકરે ઋષભદેવને ન્યાય પ્રવર્તાવવા સર્વ સત્તા સોંપી. ઋષભદેવે જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમણે તે સત્તા ભરતને સોંપી. ભરત ઋષભદેવને વિનંતી કરે છે કે મારે તમારી સાથે દીક્ષા લેવી છે, મને આપની સેવામાં સામ્રાજ્યના ભોગવટાથી વધારે સુખ છે. છતાં ઋષભદેવ ભગવાને ભરતને દીક્ષા લેવાની ના પાડી છે. પોતે દીક્ષા લે છે, પરંતુ પુત્રને તેની ના પાડે છે. મોહથી ના નથી પાડતા, પરંતુ ૧પ્રજાને સાચવવાની જવાબદારી અદા કરવા ભરતને કહે છે. અયોધ્યાનું સામ્રાજ્ય લાયક એવા ભરતને સોંપીને પ્રભુ જાય છે. પ્રજા પ્રત્યેની પોતાની બધી જ જવાબદારી ભરતના મસ્તકે મૂકે છે. તે અદા કરવા સર્વાધિકાર પણ ભરતને સુપ્રત કરે છે. આર્યવ્યવસ્થા એ જ છે કે રાજા સાર્વભૌમ સત્તા છે, તે પ્રજામાં ન્યાય ફેલાવવા તમામ પગલાં લઈ શકે છે.
સભા : રાજા ફાંસી આપે તો પાપ ન લાગે ?
સાહેબજી ઃ માત્ર ન્યાયની બુદ્ધિથી આપે તો પાપ નહીં લાગે, ઊલટું પુણ્ય બંધાશે. પ્રભુ ઋષભદેવે ૬૩ લાખ પૂર્વ સામ્રાજ્ય ચલાવ્યું, ઘણાને દંડ પણ આપ્યા હશે, પણ પાપ નથી બંધાયું. રાજા પોતાના સ્વાર્થ માટે રાજ્ય ચલાવે, સત્તાની લાલસાથી, સ્વાર્થબુદ્ધિએ, એશ-આરામ માટે રાજ્ય પચાવી પાડે, રાજ્યસિંહાસન પર બેસીને સત્તાનો દુરુપયોગ કરે કે સત્તાનો યોગ્ય ઉપયોગ પણ આસક્તિથી કરે તો તેને અવશ્ય પાપ બંધાય; કેમ કે તેમાં માત્ર ન્યાય પ્રવર્તાવવાનું ધ્યેય રહેતું નથી. શુભભાવથી રાજ્ય કરે તેને પાપ બંધાય તેવું શાસ્ત્ર કહેતું નથી.
લોકોત્તરન્યાયપ્રવર્તક ધર્મસત્તાના સર્વેસર્વા ગણધરો ઃ
સામાજિક ન્યાય પ્રવર્તાવવા સત્તા યોગ્ય વ્યક્તિના હાથમાં મૂકવી પડે જે empowerment process (સત્તાસોંપણીની પ્રક્રિયા) છે, તેમ ધર્મસત્તાનું સુચારુ સંચાલન વૈશ્વિક ન્યાય ફેલાવવા કરવું હોય તો તેના અધિકાર પણ પાત્ર વ્યક્તિને સોંપવા પડે. વીરપ્રભુએ ધર્મતીર્થની સ્થાપનાના અવસરે જ ક્રમબદ્ધ અગિયારે ગણધરો પર સમવસરણમાં વાસક્ષેપ નાંખીને જાહેરમાં કહ્યું છે કે “દ્રવ્ય-ગુણ-પર્યાયથી ઇન્દ્રભૂતિ આદિને હું તીર્થની અનુજ્ઞા આપું છું”. તેનો ભાવાર્થ એ છે કે પ્રભુએ સર્વાધિકાર ગણધરોને સુપ્રત કર્યા. ગૌતમસ્વામીને લોકોત્તરન્યાય ફેલાવવા કઠોર બનવું
१. स्वाम्यपीत्यवदद् राज्यमस्माभिस्तावदुज्झितम्। पृथ्व्यां च पार्थिवाभावे, मात्स्यो न्यायः प्रवर्तते । ८ ।। पृथिवीं तदिमां वत्स !, यथावत् परिपालय । आदेशकारकोऽसि त्वमादेशो ऽप्ययमेव नः । । ९ । । सिद्धादेशं प्रभोरेवं, स लङ्घितुमनीश्वरः । आमेत्यभाषत गुरुष्वेषैव विनयस्थितिः । । १० ।। प्रणम्य स्वामिनं मूर्ध्ना, विनीतो भरतस्ततः । सिंहासनमलञ्चक्रे, पित्र्यं વંશમિવોન્નતમ્ ।।? ।।
(ત્રિદિશતાવળાપુરુષચરિત્ર પર્વ-૨, સર્જ-રૂ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org