________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ
૩૪૧ બિરાજે છે. વળી મસ્તક પર છત્ર ધરાય છે, તડકો પણ ન આવે તેવી છત્ર દ્વારા શાતા છે, બે બાજુ ચામર વીંઝાય છે. આ બધું પ્રભુ સ્વીકારે છે. પ્રવૃત્તિથી ભોગવે જ છે. જ્યારે સામૈયામાં સાધુને ભોગ નથી. હું તમને demarcation (બે વચ્ચે ભેદરેખા) દર્શાવું છું. શાસ્ત્ર કહે છે કે તીર્થકરો માટે બનાવેલું તીર્થકરો ભોગવે, છતાં નિર્લેપ હોવાથી દોષ નથી; પરંતુ સાધુથી તેમના નિમિત્તે બનાવેલું ભોગવાય નહીં.
સભા : સાધુ સુંદર મજાના ઉપાશ્રય, સુંદર મજાની પાટો ભોગવે છે ને ?
સાહેબજી : ઉપાશ્રય સાધુ માટે બનાવવાના કહ્યા નથી. શ્રાવકોને સામૂહિક આરાધના માટે સ્થાન જોઈએ, તેથી શ્રાવક ઉપાશ્રયનું નિર્માણ કરે. સાધુને special ઉપાશ્રયની જરૂર નથી; પરંતુ સાધુ અદ્ધર ન રહે એટલે ઉપાશ્રય હોય તો શ્રાવકોની અનુમતિથી કામચલાઉ ઊતરે છે, અને જતી વખતે શ્રાવકોને ભળાવીને જાય છે. સાધુ સતત હોય કે ન હોય, પ્રતિદિન આરાધના કરવા શ્રીસંઘમાં આરાધનાનું સ્થાન અવશ્ય જોઈએ. તે રીતની આપણી વ્યવસ્થા છે. તમારે ઉપાશ્રયમાં પણ તમારો ધર્મ કરવો નથી અને સાધુને હોળીના નાળિયેર બનાવવા છે. પાટપાટલા પણ શ્રાવકો પોતાના રોજિંદા જીવનમાં વાપરતા હોય તે જ યાચનાપૂર્વક ઉપયોગમાં લેવાની વાત છે. અત્યારે ઘણાં કર્તવ્યો તમે ચૂક્યા છો, અને અમારામાં પણ ઉત્કટ સત્ત્વ નથી રહ્યું, પણ તેથી શાસ્ત્ર કહેલી શુદ્ધ આચારસંહિતા ખોટી કે ખામીવાળી નથી. સમવસરણ નિર્માણવિધિઃ
સમવસરણ ભક્તિથી દેવતાઓ તીર્થકરો માટે નિર્માણ કરે છે, તેમાં સૌપ્રથમ તેઓ પવિત્ર જગા પસંદ કરે છે. જે ગ્રામ-નગરમાં પ્રભુ વિહાર કરીને પધારે, જે ભૂમિ પર પાવન પગલાં પડે, પ્રભુ સ્થિરતા માટે વાસ કરવાના હોય, તેવા ગ્રામ-નગરમાં દેશનાયોગ્ય સમવસરણની ભૂમિ દેવતાઓ શોધે, જેમાં મુખ્યત્વે ઇશાન ખૂણો પસંદ કરે. નગર હોય તો નગરનો ઇશાન ખૂણો, ગામ હોય તો ગામનો ઇશાન ખૂણો અને ઉપવન હોય તો ઉપવનનો ઇશાન ખૂણો શોધે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે પવિત્ર ધર્મકાર્ય, શુભકાર્ય માટે શુકનવંત, હિતકારી ઇશાનખૂણાનું ક્ષેત્ર ગણાય. ઇન્દ્રો દેવલોકમાં પણ ઇશાન ખૂણામાં જઈને સત્કાર્ય, ધર્મકાર્ય કરે છે. દીક્ષા માટે દીક્ષાર્થીને ઇશાન ખૂણામાં ઊભા રખાય છે. વેશપરિવર્તન કે લોચ આદિની ક્રિયાઓ પણ ઇશાન ખૂણામાં મોં રાખીને કરાય છે. તમારા ઘરના પણ ઇશાન ખૂણામાં ધર્મકાર્ય, પવિત્રકાર્ય જ કરવું ૧. તસ્યા: પૂર્વોત્તરવિશિ, ક્ષેત્રે યોગનમાત્રા પ્રમો: સમવસર, પૂર્વવત્ વિશે સુરે: ૮૪૬.
(ત્રિષષ્ટિશાપુરુષરિત્ર પર્વ-૨, સરૂ) ૨. તવ સોહમ ગણધર કહે, ખૂણ ઈશાન નિવેશ, તે અનુમતિ માગી ગ્રહો, શ્રી જિનવરનો વેશ. ૬. તવ અશોક તરુ તળે, જઈ આભરણ ઊતાર, વેષગ્રહ મન હર્ષશું પ્રભવો જંબુકમાર. ૭.
| (જ્ઞાનવિમલસૂરિ કૃત સુધર્માસ્વામીની જંબૂસ્વામીને હિતશિક્ષાની સઝાય)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org