________________
३४४
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સભા ઃ ભગવાન વિચરે તો અકાળ મૃત્યુ ન થાય ને ?
સાહેબજી ઃ તે તો માનવનું અકાળ મૃત્યુ ન થાય; સ્થાવર જીવોની હિંસા તો પ્રભુ વિચરે ત્યાં પણ રોજ ચાલુ જ હોય છે. પ્રભુ વિચરે ત્યાં લોકો હાય-ધોવે નહીં, પાણી ન પીવે, અષ્કાયના જીવોની હિંસા ન કરે તેવું વર્ણન ક્યાંય આવતું નથી. સમવસરણની રચનામાં પણ હિંસા તો થવાની. જેને એવું સમજાયું હોય કે સમવસરણની રચના હિંસા વગર થાય છે, તો તે બરાબર નથી. જમીન પર જળની વૃષ્ટિ કરે, એક યોજન ભૂમિ સાફ કરે તો તેમાં સ્થાવરની હિંસા થવાની. જો સાવદ્ય પ્રવૃત્તિ ન હોય તો શાસ્ત્રમાં ભગવાનના નિમિત્તથી થાય છે, અને પ્રભુ ભોગવે છે તેની ચર્ચા જ ન હોત.
દેવતાઓ ભૂમિ જ એવી સરસ કરે કે ભૂમિ અને વાતાવરણથી પણ બધા આકર્ષાય. ત્યારબાદ માપ પ્રમાણે વ્યંતરદેવો મણિમય ભૂતલ રચે છે. ચારેય દિશામાં હજાર યોજન ઊંચાં ચાર ધર્મચક્ર છે, જે સૂચવે છે કે આ જગતમાં તીર્થકરોનું ધર્મસામ્રાજ્ય છે. પ્રભુ જ્યાં જ્યાં જાય ત્યાં પણ આગળ ધર્મચક્ર ચાલે છે. જેમ ચક્રવર્તીની આગળ ચક્રરત્ન ચાલે તેમ તીર્થકરોની આગળ ધર્મચક્ર ચાલે છે, જે તેમની કોઈ સ્પર્ધા ન કરી શકે તેવા ધર્મસત્તાના શ્રેષ્ઠ નાયકપદને સૂચવે છે, તેથી અન્ય સર્વ ધર્મોપદેશકોને તેમણે જીત્યા છે, તેથી જ નમુસ્કુર્ણ સૂત્રમાં સ્તવનારૂપે ધમ્મરચાઉતચક્કવટ્ટીણે બોલીએ છીએ. વ્યંતરો પ્રભુ ચાલે ત્યારે સુવર્ણકમળો પગ મૂકવા માટે અને પાદપીઠ વગેરેની રચના કરે છે. ભવનપતિદેવો પહેલો ગઢ રૂપાનો રચે, જેમાં સોનાના કાંગરા હોય; જ્યોતિષીદેવો બીજો સુવર્ણનો ગઢ રચે જેમાં રત્નના કાંગરા હોય; વૈમાનિક દેવો ત્રીજો મણિમય ગઢ રચે જેમાં ઉત્તમ રત્નોના કાંગરા હોય; બધા દેવો પોતપોતાની ભક્તિથી ભેગા થઈ સમવસરણની રચના કરે છે. અંદરની ફરસ પણ મણિઓની હોય, મણિઓ કે રત્નોના જુદા જુદા થાંભલા હોય, જે અજોડ હોય. આ રીતે ક્રમિક ત્રણ ગઢ એકબીજા પર રચે. મધ્ય ગઢમાં ઇશાન વિભાગમાં દેવછંદો બનાવે, જે પ્રભુને એકાંતવાસ માટે ઉત્તમ સ્થાન હોય. ત્રીજા ગઢની મધ્યમાં પ્રભુની ઊંચાઈ કરતાં બાર ગણું ઊંચું અશોકવૃક્ષ વિશાળ વિકુર્વે. વળી તે વૃક્ષ પર પ્રભુ જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન પામ્યા હોય તે વૃક્ષ પણ પ્રતીકરૂપે બનાવે. દરેક તીર્થકરના ધર્મતીર્થના સમવસરણમાં આ ઉપરના ચૈત્યવૃક્ષનું પ્રતીક બદલાય. તે પ્રતીક સૂચવે કે આ મહાવીર પ્રભુનું ધર્મતીર્થ છે અથવા આ ઋષભદેવ ભગવાનનું ધર્મતીર્થ છે.
બંને બાજુ યક્ષો ચામર વીંઝતા હોય. ચારે દિશાનાં મળીને બાર છત્રો હોય, આઠ ચામર હોય. દેવદુંદુભિના મધુર નાદ થતા હોય. કુદરતી પવિત્ર વાતાવરણ હોય. દ્વારે દ્વારે રત્નોનાં તોરણો હોય. આજુબાજુ સુંદર વાવડીઓ હોય. સ્થાને-સ્થાને સુગંધી દ્રવ્યો મઘમઘાટ કરતાં હોય. દેવલોકના વાતાવરણને ભુલાવી દે તેવું મનોરમ વાતાવરણ હોય. સમવસરણમાં ઉત્કૃષ્ટ રૂપ-રસ-ગંધ-સ્પર્શવાળા પરમાણુઓ હોય છે. સુમધુર સંગીત, નયનરમ્ય રૂપો, દશ્યો, શ્રેષ્ઠ સુગંધ, અનુકૂળ આસ્લાદક વાતાવરણ હોય; છતાં ત્યાં બેસનાર સાધુ, ગણધરો આદિને ઇન્દ્રિયોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org