________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩પ૭ જીવોને છે. સમકિત પામ્યો એટલે સ્વયં ધર્મ-અધર્મની સમજણ-શ્રદ્ધા આવી ગઈ. હવે તેને પોતાનું હિત-અહિત સ્પષ્ટ દેખાય છે. તેને માર્ગે ચઢાવવા ઉપદેશ-પ્રેરણાની જરૂર નથી. તમે સમકિત પામો પછી તમને ધર્મની પ્રેરણા ન કરવી પડે. માત્ર ધર્મનો વિશદ બોધ કરાવવા જ ઉપદેશ ઉપયોગી છે. સમ્યગ્દષ્ટિ જે તત્ત્વની વાતો જાણતો હોય તે ઉપદેશ સાંભળતાં વિસ્તારથી જાણતો જાય અને રાજી થતો જાય. તેને જિનવચનનો વ્યાપક અને ઊંડો બોધ થાય તેથી ખુશ થાય, પરંતુ તેને આત્મહિતની પ્રેરણા આપવા દેશનાની જરૂર નથી; કારણ કે તે નવરો બેસે જ નહીં. આત્મકલ્યાણ કરવામાં પુરુષાર્થથી પાછી પાની સ્વયં જ કરે નહીં. તેને ધર્મમાં પ્રેરણા કે ઠપકો આપવો તે સીધા તેજ ગતિથી ચાલતા ઘોડાને ચાબુક ફટકારવા જેવું છે. વાસ્તવમાં જે આપમેળે સીધે રસ્તે બરાબર ન ચાલે તેને જ ફટકારવો કે દોરવો પડે. તેથી ઉપદેશની ખરી જરૂર મિથ્યાદૃષ્ટિ જીવોને જ છે. તમને સમકિત શું છે તે જ ખબર નથી. સમક્તિગુણનો પ્રભાવ જ એવો છે કે જેના આત્મામાં તે હોય તેને ચોવીસે કલાક અંદરથી જ હિતની પ્રેરણા કર્યા કરે.
સભા : અભવ્ય જીવ સમવસરણમાં પ્રવેશે ?
સાહેબજી : “હા, અભવ્ય જીવ પણ સમવસરણમાં આવે, સાક્ષાત્ તીર્થંકરની ઋદ્ધિ જુએ, ધર્મના ફળ તરીકે તેને પણ ધર્મમાં શ્રદ્ધા થાય, અરે ! નાસ્તિકમાંથી આસ્તિક બની જાય, તેવી વાત શાસ્ત્રમાં આવે છે. પરંતુ અભવ્ય જીવ શુદ્ધ ધર્મ પામે કે તીર્થકરના હાથે દીક્ષા લે તેવું બને નહીં. તીર્થકર તેને દીક્ષા ન આપે. બાકી તો શ્રદ્ધાળુ બનેલો અભવ્ય શાસ્ત્ર પણ ભણે અને સંસારનો ત્યાગ કરી અણીશુદ્ધ ચારિત્ર પણ પાળે, તેવાં વિધાન આવે છે. પરંતુ અધ્યાત્મના ભાવ પ્રગટ્યા વિનાનો ગમે તેટલો અણીશુદ્ધ ધર્મ પણ તારતો નથી. એટલે જ અભવ્ય અનંતા નવકાર ગણે છે, તોપણે કલ્યાણ પામતો નથી. આજે ઘણા કહે છે કે નવ લાખ નવકાર ગણવાથી દુર્ગતિ અટકી જાય, પરંતુ શાસ્ત્રની આ વાત ભાવસાપેક્ષ છે. જો તેમ ન માનીએ તો - અભવ્યની કાયમ દુર્ગતિ અટકી જાય. તેથી તીર્થકરના સમવસરણમાં જનાર શ્રોતા પણ જો અધ્યાત્મ ન પામે તો તેનું શ્રવણ પણ તરવાની દૃષ્ટિએ નિષ્ફળ છે.
બાર પર્ષદામાં આવેલા નવા શ્રોતાઓમાં પણ ઘણી વખત અપાત્ર જીવો જ વિપુલ પ્રમાણમાં
१. आह-नन्वित्थं तावत् सर्वत्र भव्यस्यैव सम्यक्त्वलाभ उक्तः, अभव्यस्य तु का वार्ता?, इत्याहतित्थंकराइपूयं दलूणण्णेण वा वि कज्जेण। सुयसामाइयलाहो होज्ज अभव्वस्स गंठिम्मि।।१२१९।। अर्हदादिविभूतिमतिशयवतीं दृष्ट्वा 'धर्मादेवंभूतः सत्कारः, देवत्वराज्यादयो वा प्राप्यन्ते' इत्येवमुत्पन्नबुद्धेरभव्यस्यापि ग्रन्थिस्थानं प्राप्तस्य 'तद्विभूतिनिमित्तम्' इति शेषः; देवत्व-नरेन्द्रत्व-सौभाग्य-रूप-बलादिलक्षणेनाऽन्येन वा प्रयोजनेन सर्वथा निर्वाणश्रद्धानरहितस्याऽभव्यस्यापि कष्टानुष्ठानं किञ्चिदङ्गीकुर्वतोऽज्ञानरूपस्य श्रुतसामायिकमात्रस्य लाभो भवेत्, तस्याऽप्येकादशाङ्गपाठानुज्ञानात्। सम्यक्त्वादिलाभस्तु तस्य न भवत्येव, अभव्यत्वहानिप्रसङ्गादिति।।१२१९ ।।
(વિશેષાવરમાણ મા-૨, સ્નોવ-૨૨૨૨ મૂત્ર-ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org