________________
૩૬o
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ પરસ્પર પ્રીતિ, મૈત્રી જન્મે. પ્રભુના સાંનિધ્યથી આવા શાંત બનનારા જીવો પણ પાત્ર હોય તેવો કોઈ નિયમ નથી. પાત્રતાનું ધોરણ કેટલું ઊંચું છે તે સમજવા આ વાત છે. હિંસા કે ક્રોધથી ધમધમતા જીવો પણ પ્રવેશમાત્રથી શાંત થઈ જાય, જોનારને કેટલો લાયક જીવ છે તેમ લાગે, છતાં શુદ્ધધર્મની લાયકાત હોય તેવો નિયમ નથી. ધર્મશ્રવણથી આત્મા-પરલોક, પુણ્ય-પાપની શ્રદ્ધા થાય, જીવનમાં તપ-ત્યાગ-ભક્તિ કરવા લાગે, અરે ! સ્વભાવમાં પણ ક્ષમા, શાંતતા, દયા વગેરે રૂપે પરિવર્તન આવે, ચારિત્રધર્મ આદિ પણ સ્વીકારી પાલન કરે, છતાં અધ્યાત્મની પાત્રતા ન હોય તેવું બને. આ વાત પાત્રતાની પ્રાપ્તિ કેટલી દુષ્કર છે તેની સૂચક છે. વળી પાત્રતાશૂન્યને તીર્થંકર પણ ન તારે; કેમ કે જૈનદર્શન, ઈશ્વરના અતિશય પણ પદાર્થવિજ્ઞાનના સિદ્ધાંતથી વિરુદ્ધ કંઈ કરે તેમ માનતું નથી. ઉત્કૃષ્ટ શક્તિમાન ઈશ્વર પણ અશક્યને શક્ય બનાવે તેવી વાત જૈન ફિલોસોફીમાં નથી.
બીજા ગઢમાં પણ પ્રભુની દેશના સંભળાય છે, પરંતુ તીર્થકરો મનુષ્યભાષામાં દેશના આપે છે, તે રૂપે પશુઓ ન સમજી શકે; તેથી દરેક જાતિના પશુઓને પોત-પોતાની ભાષામાં જિનવાણી રૂપાંતરિત થઈને સંભળાય છે. આ પ્રભુનો દેવકૃત અતિશય છે. દેવતા એવી ભૌતિક રચના ગોઠવે છે જેથી પ્રભુના શબ્દો તત્કાલ ભાષાંતરિત થઈને સૌને પોત-પોતાની ભાષામાં સંભળાય છે. વળી, વાણીમાં ધ્વનિનું પણ માધુર્ય છે. “તીર્થકરની વાણી સાંભળતાં શ્રોતાને થાક, પરિશ્રમ, ઉદ્વેગ, ભૂખ, રોગ-શોક દૂર થઈ જાય. એક પ્રહર જ નહીં પણ પ્રહરના પ્રહરો સુધી દેશના સાંભળે તોપણ કંટાળો, થાક, ભૂખ, તરસની પીડા થતી નથી. વીરપ્રભુએ છેલ્લી દેશના સોળ પ્રહર સળંગ આપી, શ્રોતાઓને પણ ચોવિહારો છઠ્ઠ થઈ ગયો, છતાં કોઈને ભૂખ-તરસ આદિની અકળામણ નથી. ક્ષીરાશ્રવલબ્ધિની જેમ વાણીના માધુર્યથી તરબોળ થઈ એકાગ્રપણે બેસીને સાંભળે છે. અરે ! અપાત્ર જીવો પણ તન્મય થઈ એકરસથી દેશના સાંભળે છે. તેમને પણ એકાગ્રતા, શ્રદ્ધા, રુચિ હોઈ શકે.
શ્રદ્ધા-તન્મયતાથી દેશનાશ્રવણ છતાં શુદ્ધધર્મપ્રાપ્તિ દુર્લભ :
ભગવાનના સમવસરણમાં અપાત્ર જીવ પણ ડાફોળિયાં મારે કે ઝોકાં ખાય, નીરસ બેસી રહે, કંટાળે તેવી વાત નથી. ત્યાં તો પાત્ર કે અપાત્ર બધા જીવો પ્રભુની વાણી સાંભળે ત્યારે એકાગ્ર થઈ જાય છે. કારણ કે વાણી જ એટલી અતિશાયી છે કે તેમાં સ્વરનું માધુર્ય, વર્ણનની છટા, ઉપમા આદિ અલંકારોનું સૌંદર્ય, ભાષાકીય લાલિત્ય આદિ અનેરું હોય છે, સાંભળનારને
१. एवं-सव्वाउअंपि सोया खवेज्ज जइ हु सययं जिणो कहए। सीउण्हखुप्पिवासापरिस्समभए अविगणेतो ।।५७९ ।। व्याख्या-भगवति कथयति सति सर्वायुष्कमपि श्रोता क्षपयेत् भगवत्समीपवत्यैव, यदि हु 'सततम्' अनवरतं जिनः कथयेत्। किंविशिष्टः सन्नित्याह-शीतोष्णक्षुत्पिपासापरिश्रमभयान्यविगणयन्निति गाथार्थः ।५७९।।
(માવનિવિત્ત, શ્નો -૧૭૨, મૂત્ર-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org