________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૩૭૧
પ્રતીતિ થાય કે આવી મધુરતા, આવી અપૂર્વ વાતો, આવું જ્ઞાન-વિજ્ઞાન ક્યારેય મળ્યું જ નથી. તેથી કંટાળ્યા વગર રસથી, રુચિપૂર્વક સાંભળે. પાત્ર કે અપાત્ર, દરેક શ્રોતાને વાણીના શબ્દો કે તેની મધુરતા સાથે કોઈ વિરોધ નથી. તે રૂપે પ્રભુની વાણી સૌને ગમે છે. પરંતુ તે વાણી દ્વારા પ્રભુ જે મોહનાશક તત્ત્વ કહે છે, હિતકારી પરમ સત્ય પ્રબોધે છે, તે હૃદયમાં આરપાર સૌને ઊતરતાં નથી. અરે ! પ્રભુ પ્રત્યે વિશ્વાસ પણ હોય, તેથી પૂછો તો કહે કે ભગવાન કહે છે તે સો ટકા સાચું છે, છતાં પ્રભુ કહે તેવી સંસારની અસારતા, વિષય-કષાયમાં દુઃખરૂપતા, આત્મામાં સુખની સંવેદના કે મુક્તિની તાલાવેલી જાગતી નથી. વિશ્વાસ પૂરો છે, તેથી કહે કે ભગવાનનું વચન સત્ય છે, પણ feeling (અનુભવ, સંવેદન) ભગવાન કહે તેનાથી જુદું છે.
સભા : વાતમાં વિશ્વાસ છતાં સંવેદન જુદું એ કેમ બને ?
સાહેબજી : તમે બજારમાં જાઓ, પૂર તેજી ચાલતી હોય, ત્યારે કોઈ બાહોશ વેપારી તમને કહે કે કાલે બજાર બેસી જવાનું છે, તમને વાત સમજાય તેમ નથી, છતાં વેપારી પ્રામાણિક અને બુદ્ધિશાળી છે, તેનો આજદિવસ સુધીનો અનુભવ સચોટ ખાતરીવાળો છે, તેથી તેના વિશ્વાસના બળે તમે તે વાત માની લ્યો, પરંતુ બુદ્ધિમાં બેસે નહીં; કારણ કે બજારની રૂખ જરાય એવી દેખાતી નથી કે કાલે બધું ઊલટું થઈ જશે. અહીં બુદ્ધિમાં ન બેસે છતાં જેમ વિશ્વાસથી માનો, તેમ ભગવાન પર વિશ્વાસ રાખે, પરંતુ તેમનું કહેલું તત્ત્વ અનુભવમાં ઊતરતું નથી. થોડું પણ હૃદય તત્ત્વથી વીંધાય તો જ બોધિબીજરૂપે સાચો ધર્મ પામ્યા એમ કહેવાય. તત્ત્વપ્રતીતિ-તત્ત્વસંવેદન વિના સમકિત માન્યું નથી. ધર્મ પામ્યાનો criteria (માપદંડ) આ છે. સમવસરણમાં દેવ-મનુષ્યની વિશાળ બાર પર્ષદા, વધુમાં પશુ-પંખીની નવ પર્ષદા, ભરચક શ્રોતાઓનો સમૂહ, દેશના પણ કલાકોના કલાકો ચાલે, સૌ એકચિત્તે સાંભળે, સૌને પોત-પોતાની ભાષામાં ભૂમિકા પ્રમાણે સરળતાથી સમજાય; છતાં તેમાંથી વીંધાય કોઈક જ. જે પ્રભુના તત્ત્વથી વીંધાય તે તરી ગયો, બાકીના હવા ખાતા રહી ગયા. જેને તત્ત્વનો વેધ થાય તે ભવચક્રથી ચોક્કસ પાર પામવાના. આ ધોરણને સામે રાખીને જ શાસ્ત્રમાં તીર્થંકરના સમવસરણમાં આટલા પામ્યા કે આટલા ન પામ્યાનું વર્ણન છે. મુનિસુવ્રતસ્વામી ઘોડાને પ્રતિબોધ કરવા એક રાત્રિમાં ૬૦ યોજનનો દીર્ઘ વિહાર કરીને ગયા, ત્યાં સમવસરણ મંડાયું, વિશાળ પર્ષદા ભેગી થઈ, પરંતુ એક ઘોડો જ સમકિત પામ્યો. આવાં વિધાન પાત્રતાનું મૂલ્યાંકન સમજાવનારા છે. તીર્થંકરના સમવસરણમાં પણ આવી દુર્લભ પાત્રતા વિના બધા ન પામે, તો અમારી પર્ષદામાં તો બધા પામે જ તેવી અપેક્ષા કે આગ્રહ ક્યાંથી રખાય ? અમને કોઈ પૂછે કે આટલો ઉપદેશ
૧. સમસ્તેનુìવુ, તત: વ્હાલાવિદેતુપુ। રાધાવેધોપમં મદ્ર ! નીવોડયમતિનુÁમમ્।।૨૭।। સદર્શનમવાનોતિ, कर्मग्रन्थिं सुदारुणम्। निर्भिद्य शुभभावेन, कदाचित्कश्चिदेव हि ।। १७२ ।। युग्मम् । सुसाधुब्राह्मणानां भो, जीवं पूत्कुर्वतामलम्। धर्मदेशनया बोधः, सोऽयं हुंकार उच्यते । । १७३ ।। दर्शनं मुक्तिबीजं च, सम्यक्त्वं तत्त्ववेदनम् । दुःखान्तकृत् सुखारंभः, पर्यायास्तस्य कीर्तिताः । । १७४ ।।
Jain Education International
For Personal & Private Use Only
(૩૫મિતિ પ્રસ્તાવ-૭)
www.jainelibrary.org