________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ
૩પ૯ સમવસરણમાં માખી, મચ્છર, કીડી, મંકોડા ધર્મ પામી જશે એવી કલ્પના કરવાની નથી. એકેન્દ્રિયથી અસંજ્ઞીપંચેંદ્રિય સુધીના જીવો ધર્મ સાંભળવા-સમજવા underdeveloped (અવિકસિત) છે. તેમને તીર્થકર જેવા અતિશયજ્ઞાની પણ ધર્મ પમાડી શકે નહીં. પરંતુ સંજ્ઞીપંચેંદ્રિય ઉંદર, કૂતરા, બિલાડા, ઘોડા, મગરમચ્છ, માછલા, કાચબા, કબૂતર, મોર, પોપટ વગેરે પ્રાણીઓ પાસે પાંચ ઇન્દ્રિયો છે, વિચારવા મન છે, પરંતુ તમારા જેવી વિકસિત ભાષા નથી. તેઓ કદાચ તમારા કરતાં વધારે સમજતાં હોય, પરંતુ લાગણી અભિવ્યક્ત કરવા ભાષાનું માધ્યમ તેમનામાં વિકસ્યું નથી, છતાં તેમની પણ પોત-પોતાની ભાષા છે, જેમાં તેઓ પરસ્પર વાર્તાલાપ કે સંદેશાની આપ-લે કરે છે. અરે ! દરિયામાં વ્હેલ વગેરે માછલીઓ માઈલો દૂર સંદેશા અવાજથી મોકલે-મેળવે છે, છતાં તેમની ભાષા મર્યાદિત અને અલ્પવિકસિત છે. આવા સંજ્ઞીપંચેંદ્રિય તિર્યંચો દૂર-દૂરથી ખેંચાઈને પ્રભુના સમવસરણમાં આવે, બીજા ગઢમાં પર્ષદારૂપે શ્રોતા તરીકે બેસે. આ પશુ-પંખીઓમાં પણ ધર્મ-અધર્મી, પાત્ર-અપાત્ર, ક્રૂર-શાંત, હિંસક-અહિંસક ગમે તે હોય; શિકારી કે શિકાર્ય, જાતિવેર કે નિમિત્તવેર વાળા હોય, સૌનાં વેર-ઝેર પ્રભુના અતિશયથી સાંનિધ્યમાત્રમાં શમી જાય. તેથી સાપ ને નોળિયો કે વાઘ ને બકરી સમીપમાં બેસી શાંતચિત્તે એકાકાર થઈને દેશના સાંભળી શકે. તે વખતે તેમની આંખો લડે નહીં, એકબીજા પ્રત્યે દ્વેષ, ક્રોધ, ક્રૂરતા કે ભય પ્રગટે નહીં, મનથી શાંત બની જાય. કષાયો કામચલાઉ શમી જાય,
१. तेषामेव भगवतां देवविरचितसमवसरणानामध्यासितसिंहासनचतुष्टयानां मूर्तिमात्रदर्शनादेव प्राणिनां किल विलीयन्ते रागादयो, विदलति कर्मजालं, प्रशाम्यन्ति वैरानुबन्धाः, विच्छिद्यन्तेऽलीकस्नेहपाशाः, प्रलीयते विपरीताभिनिवेशो,
(૩મિતિ, પ્રસ્તાવ-૩) * अहो लोकोत्तरः कोऽपि, प्रभावस्त्रिजगद्गुरोः । तस्थौ द्वितीयवप्रे यन्मुक्तवैरं परस्परम्।।४२।। गजसिंहलुलायाश्चमृगद्वीप्योतुमूषकम्। अहिनकुलमित्याद्य-न्यदपि नित्यमत्सरम्।।४३।। युग्मम्।।
(અમરકુમાર ચરિત્ર, સર્જ-૩) * पेच्छंता य दंसेंति एक्कमेक्कस्स समोसरणं विमुक्कासेसतिरियवेराणुबंधे(?)। कह? ति - कंडुयइ कण्णमूलं मओ मइंदस्स कंधरद्धंते। वीसत्यो वियडुब्भडकडारभासुरसढकडप्पे।।४।। तियसा-ऽसुरणिम्मलमणिमयूहदेहप्पभा-किलम्मन्तो(?न्त)। पेलवमही सिहंडेण पेच्छ पच्छाइयसरीरं ।।५।। वीसम्भजणियपसरो आसो महिसस्स लोयणद्धन्तं। कंडुयइ तिक्खगवलग्गभागदेसम्मि मउलच्छो।।६।। दुमेइ फणिंदफणं सकायभाएण मूसओ उवह। तित्थयरवाणिसुहिओ णिच्चलसवणेक्कगयचित्तो।।७।। णिच्चलमुहग्गसंठियमूसयपोयम्मि उवह मज्जारं। उवसन्तवेरबंधं धम्मकहायण्णणपसत्तं ।।८।। उवपियइ मयसिलिम्बो पंडुइयपओहराए वग्घीए। अवियाणियनि(?मि)यपोयाए छीरमासाइयगुणाए।।९।। काऊण करं कंठे कडारकेसरसढस्स केसरिणो। णिच्चलसवणो सुहियस्स करिवरो सुणइ जिणवाणिं ।।१०।। तुंडग्गुग्गविणिग्गयभीसणदाढस्स पोंडरीयस्स। जिणवयणमुइयवसहेहिं पेच्छ संदाणियं देहं ।।११।। अंकागयसालूरो गोसुणहो सुणइ जिणवरिंदस्स। सव्वसभासाणुगयं देवाऽसुरमणहरं वाणिं ।।१२।। इय मुक्कवेरबंधा जस्सऽणुहावेण होंति तिरियगणा। तस्स इमं जयइ जए सीलगुणटुं समोसरणं।।१३।।
(शीलांकाचार्य विरचित चउपन्नमहापुरुषचरियं अंतर्गत पउमप्पहसामिचरिय)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org