________________
૩૪૫
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ભોગોમાં આસક્તિ કે વિકાર ન થાય; કારણ કે પ્રભુનું ઐશ્વર્ય જ નિર્વિકારી છે. તેથી ત્યાં પાંચે ઇન્દ્રિયોના ભોગો વિષયક કામપ્રવિચાર આદિ થતાં નથી. તેવા વાતાવરણમાં પણ કોઈને અશુભભાવ થતા નથી, જે પ્રભુનો અતિશય છે. આ સિદ્ધયોગિતાનો મહિમા છે. સાંનિધ્યમાત્રથી સામાના અશુભભાવોને શુભમાં પલટવાની તેમાં તાકાત છે. પ્રભુના સમવસરણમાં ચોત્રીસ અતિશય આદિ ઐશ્વર્ય જોઈને અભવ્યને પણ ધર્મના ફળમાં દઢ શ્રદ્ધા થઈ જાય છે. નાસ્તિકો પણ આ પુણ્યપ્રતાપ જોવા માત્રથી આસ્તિક બની જાય છે. આત્મા, પરલોક, પુણ્ય, પાપની શ્રદ્ધા ઉત્કૃષ્ટધર્મફળ જોવાથી શીઘ્ર થઈ જાય છે; તો પછી આસન્નભવી, લઘુકર્મી, પાત્રજીવોને તો આ ધર્મઐશ્વર્ય આત્મવિકાસનું કારણ પણ બને જ છે. ટૂંકમાં, સ્થાપનાધર્મતીર્થનો પણ મહિમા અપાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org