________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૩૪૯ પ્રભુ સુવર્ણકમળ પર પગ મૂકતા-મૂકતા, પૂર્વદિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરે છે, ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી તીર્થને નમસ્કાર કરે છે. ત્યારબાદ પાદપીઠ પર પગ મૂકી સિંહાસન પર બિરાજે. રસ્તામાં પણ જ્યાં જ્યાં પ્રભુ જાય ત્યાં સતત મસ્તક પર છત્ર હોય, બે બાજુ ચામર વીંઝાતા હોય, ઉપરથી પુષ્પવૃષ્ટિ થતી હોય, આકાશમાં દેવદુંદુભિના નાદ ગાજતા હોય. વળી અરિહંતોનું રૂપ તો બધી રીતે અજોડ છે જ. તેથી પ્રથમ દર્શને જ શ્રેષ્ઠ વ્યક્તિત્વની ખાતરી થાય તેવો પ્રભાવ હોય છે. ધર્મ પમાડવામાં શ્રેષ્ઠ નિમિત્ત એવું ઉત્કૃષ્ટ સ્વરૂપ જાણે આખી સૃષ્ટિમાં ત્યાં જ સાકાર થયું હોય તેવું દશ્ય હોય છે. સાક્ષાત્ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ હોય અથવા ધર્મનું ઉત્કૃષ્ટ ફળ પ્રત્યક્ષ જોવું હોય તો જાણે નમૂનો ગણાય તેવું ભાવતીર્થંકરનું વ્યક્તિત્વ હોય છે. જોનારને વિશ્વાસ-ખાતરી થઈ જાય કે ધર્મ આટલું મહાન ભૌતિક ફળ આપવા પણ સમર્થ છે. તેથી જ નાસ્તિકો પણ દર્શન માત્રથી આસ્તિક બને છે. ત્યારની તેમની આંતરિક ગુણલક્ષ્મી તો અપાર છે જ, પણ તે આંતરદૃષ્ટિવાળાને નજરે ચડે. જ્યારે આ તો નિર્વિકારી બાહ્ય વૈભવ છે, જે સ્થૂલ દૃષ્ટિવાળાને પણ દેખાય.
સમવસરણમાં બાર પર્ષદા :
પ્રભુના સમવસરણમાં માત્ર સાધુ-સાધ્વી-પુરુષ-સ્ત્રીરૂપ ચાર પ્રકારની પર્ષદા નથી, પરંતુ હંમેશાં બાર પ્રકારની પર્ષદા હોય છે; કારણ કે તીર્થકરોનું પુણ્ય એટલું પ્રબળ છે કે જ્યાં જ્યાં જાય ત્યાં તેમની ધર્મદેશનાનું શ્રવણ કરવા ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી અને વૈમાનિકના દેવીદેવતા કાયમ આવે છે. તેમની પર્ષદામાં ચારેય નિકાયના દેવતા હાજર જ હોય છે. તેથી દેવોની આઠ પર્ષદા અને મનુષ્યોમાં સાધુ-સાધ્વી-પુરુષ-સ્ત્રીરૂપ ચાર પર્ષદા બને છે, એમ કુલ
૧. ચામર ચક્ર સિંહાસન અરિવાા પાદપીઠ સંયુક્ત ભગવા છત્ર ચાલે આકાશમાં અરિવાદેવ દુંદુભિ વર ઉત્ત ||ભગol |રા સહસ જોયણ ધ્વજ સોહતો //અરિટll પ્રભુ આગલ ચાલત ||ભગoll કનક કમલ નવ ઉપરે ||અરિવા વિચરે પાય ઠર્વત ||ભગol ill ચાર મુખે દીયે દેશના |અશિoll ત્રણ ગઢ ઝાકઝમાળ Iભગવો ... પાણી સુગંધ સુર કુસુમની અરિ વૃષ્ટિ હોય સુરસાલ ભગoll .. કા.
(પંડિત શ્રી પદ્યવિજયજી વિરચિત નેમિનાથ જિન સ્તવન) - જિનજી આઠ પ્રાતિહાર્યશું, જગમાં તું જયો રે લો //માહOlી જિનજી તાહરા વૃક્ષ અશોકથી, શોક દૂરે ગયો રે લો /માહoll ll૧જિનજી જાનું પ્રમાણ ગીર્વાણ, કુસુમવૃષ્ટિ કરે રે લો ||માહoll જિનજી દિવ્ય ધ્વનિ સુર પૂરે કે, વાંસલિયે સ્વરે રે લો માહવા જિનજી ચામર કેરી હાર, ચલતી એમ કહે રે લો માહoll જિનજી જે નમે અમ પરે તે ભવિ, ઊર્ધ્વગતિ લહે રે લો //માહoll |રા જિનજી પાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચીયે રે લો માહOlી જિનજી તિહાં બેસી જિનરાજ ભવિક દેશના દિયે રે લો /માહOMા જિનજી ભામંડલ શિર પંઠે. સર્ય પરે તપે રે લો મિાહOા જિનજી નિરખી હરખે જેહ, તેહનાં પાતક ખપે રે લો /માહoll Hall જિનાજી દેવદુંદુભિનો નાદ, ગંભીર ગાજે ઘણો રે લો માહOા જિનજી ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવનપતિપણે રે લો મિાહoll
(પંડિત શ્રી પઘવિજયજી વિરચિત પાર્શ્વનાથ જિન સ્તવન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org