________________
૩૫૪
ધર્મતીર્થ સ્થાપના ઉદેશ અને વિધિ
અને વૈમાનિકદેવીઓના સમૂહો ક્રમિક હરોળથી અગ્નિખૂણામાં ગોઠવાય. ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષીના દેવોના સમૂહો ક્રમિક હરોળથી નૈઋત્ય ખૂણામાં બેસે. ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષીની દેવીઓના સમૂહો ક્રમિક હરોળથી વાયવ્ય ખૂણામાં ઊભા રહે. સમવસરણમાં સાધ્વીઓ, મનુષ્ય સ્ત્રીઓ અને દેવીઓ નતમસ્તકે ઊભા રહી દેશના સાંભળે. તે સિવાયના યથાજાતમુદ્રામાં બેસીને દેશના સાંભળે તેવો લોકોત્તર વિનય છે. વળી પ્રભુના અતિશયથી કોઈને તેમાં લાંબો સમય પસાર થવા છતાં પરિશ્રમ કે કષ્ટ થતું નથી. બીજા-મધ્ય ગઢમાં નવ પ્રકારની સંજ્ઞા પંચેંદ્રિય પશુઓની પર્ષદા હોય છે. તેમાં પ્રભુના પુણ્યાતિશયથી જળચર, સ્થળચર અને ખેચર સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણે પ્રકારે તેઓ આવે છે, અને પ્રભુની વાણી તેમને પણ સ્વસ્વ ભાષામાં પરિણમન થવાથી બોધકારી બને છે. નીચેના ત્રીજા ગઢમાં વાવડીઓ, રમણીય ઉદ્યાનો સહિત વચ્ચે-વચ્ચેના વિભાગોમાં વાહનના parking centres (વાહનો ઊભા રાખવાનાં નિર્ધારિત સ્થળો) હોય છે. ત્યાં દેવવિમાનો, પાલખીઓ વગેરે પશુ રહિત વાહનો તેમ જ રથો વગેરે પશુયુક્ત વાહનો પણ ગોઠવાય છે. ત્રીજો ગઢ પણ સમતલ પૃથ્વીથી એટલો ઊંચાઈએ હોય છે કે તેની નીચેથી ગમનાગમનરૂપે સર્વ લોકવ્યવહાર અસ્મલિત ચાલી શકે છે. સમવસરણની રચનાની વિશાળતા, સુંદરતા, કલા-કૌશલ્યપૂર્વકની ખૂબીઓ બધું જ આશ્ચર્યકારી હોય છે. ત્રણ લોકમાં સર્વશ્રેષ્ઠ રચના આ સમવસરણ જ છે. તેથી જ સમવસરણમાં આવનારા સર્વ શ્રોતાઓ જિજ્ઞાસાબુદ્ધિથી જ આવે છે તેવું નથી. ઘણા લોકો દૂરથી દેવતાઓને આકાશમાંથી ઊતરતા જુએ એટલે દોડતા આવે, ઘણા કૂતુહલથી ખેંચાય, ઘણા ચમત્કારિક રચના જોઈને આકર્ષિત થાય. કોઈ પ્રભુના બાહ્ય અતિશય-ઐશ્વર્ય જોઈને આવે. કેટલાક વાજિંત્રનાદ-દુંદુભિઓ સાંભળીને દોડે. કેટલાક અનેક લોકોને જતા જોઈ પાછળ-પાછળ આવે. કેટલાક જોઈ આવેલાના મુખથી વખાણ સાંભળીને ઉત્સુકતાથી આવે. કેટલાક પાંચે ઇંદ્રિયોના મનોહર વિષયોથી ખેંચાય. કોઈ ટીખળથી આવે, કોઈ બીજાના દબાણથી પ્રેરાઈને આવે, એમ જાત-જાતના ભાવથી આવે, પરંતુ આવ્યા પછી જેમનામાં થોડી પણ પાત્રતા હોય તેઓ અવશ્ય ધર્મ પામી જાય; કેમ કે પ્રભુની વાણીમાં એવી તાકાત છે. તીર્થકરની દેશના અમોઘ હોય છે. શ્રોતામાં લાયકાત હોય અને ભગવાન ન પમાડી શકે તેવું ત્રણ કાળમાં ન બને. હા, શ્રોતા માર્ગાનુસારીને લાયક હોય તો માર્ગાનુસારીપણું, સમકિતને લાયક હોય તો સમકિત, દેશવિરતિને લાયક હોય તો દેશવિરતિ અને સર્વવિરતિને લાયક હોય તો સર્વવિરતિ પમાડે. દરેકને પોતપોતાની લાયકાત પ્રમાણે ધર્મ પમાડવાની તાકાત તીર્થકરની વાણીમાં છે. પ્રારંભમાં સમવસરણમાં આવનાર બધા જિજ્ઞાસાબુદ્ધિથી १. सकलस्यापि लोकस्य कौतुकहेतुत्वात्। कौतुकं-समवसरणम्, आदिग्रहणेन भगवतो धर्मदेशनाश्रवणादि-परिग्रहः । ।११७५ ।।
(बृहत्कल्पसूत्र भाग-२, नियुक्ति श्लोक-११७५ टीका) २. श्रूयते हि भगवतो वर्द्धमानस्य जम्भिकग्रामनगराद् बहिरुत्पन्नकेवलस्य तदनन्तरं मिलितचतुर्विधदेवनिकायविरचितसमवसरणस्य भक्तिकुतूहलाकृष्टसमायातानेकनरा-ऽमर-विशिष्टतिरश्चां स्वस्वभाषानुसारिणाऽतिमनोहारिणा महाध्वनिना कल्पपरिपालनायैव धर्मकथा बभूव।
(સ્થાનાં સૂત્ર સ્થાન-૨૦, દેશ-૨, સૂત્ર-૭૭૭ ટકા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org