________________
૩૫૨
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ચતુર્મુખ ધારવાળું છે. એટલે ચારેય દ્વારથી પ્રવેશ કરી શકાય છે, પરંતુ પ્રવેશની પણ શિસ્ત છે. સમવસરણનાં ૨૦,૦૦૦ પગથિયાં હોય છે. તેથી સમવસરણની ઊંચાઈ પહાડ કરતાં વધારે ગણાય. છતાં પણ રચના એવી ખૂબીવાળી હોય છે કે નીચે રહેલા મનુષ્યોને પણ યોજનો દૂરથી જાણે પ્રભુ સન્મુખ જ હોય તેમ દેખાય. વળી તીર્થંકર પરમાત્માના અતિશયના કારણે સહુ સહેલાઈથી ચડી જાય છે. પ્રભુના અતિશયથી ચડનારને થાક પણ ન લાગે. આટલાં બધાં પગથિયાં હોવા છતાં અલ્પ સમયમાં સડસડાટ ચડી જાય છે.
સભા ઃ આવું કઈ રીતે બને ?
સાહેબજી ઃ પુણ્યના પ્રકારો ભણો અને તેના વિપાક સમજો તો ખબર પડે. તમે કલ્પી પણ ન શકો તેવાં કાર્ય પુણ્યથી રમતમાં થઈ શકે છે. શ્રોતાઓ સમવસરણમાં પરમાત્માના અતિશયથી શીઘ્ર ચડી શકે છે. અહીં અતિશય એટલે સામાન્ય સંયોગોમાં ન વિચારી શકો તેવો સઘન પુણ્યનો અત્યંત વિપાક, જેના કારણે આશ્ચર્યકારી અસર ઊભી થાય છે. આ શ્રદ્ધાનો વિષય છે, છતાં તર્ક એ છે કે ભૌતિક જગતમાં આવી ગતિ આદિ શક્તિઓ અશક્ય નથી. તમારી બુદ્ધિની rangeમાં (મર્યાદામાં) વિચારો તો અત્યારે પણ જે તમે નથી કરી શકતા તે પણ બીજા મનુષ્યો કરી આપે છે; કારણ કે શક્તિનું તારતમ્ય મનુષ્યોમાં પણ પરસ્પર છે, તો દેવતાઓમાં તો તમારા કરતાં કાંઈ ગણું શક્તિનું તારતમ્ય છે. અત્યારે ઓલિમ્પીકમાં ખેલ કરે છે તેમાંના ઘણા તમારી કલ્પનાનો વિષય નથી. ત્યાં જેવો દાવ બતાવે છે તેમાંના કેટલાક તો તમે તમારા જીવનમાં વિચારી જ ન શકો. તમારી બુદ્ધિમાં ન બેસે તેવું કરનારા પણ છે. એક એક દાવ કરે તો તમે આશ્ચર્ય પામો. આ તો માત્ર કવાયતનું ફળ છે. વળી કરનારા પાંચમા આરાના છેલ્લા સંઘયણવાળા મનુષ્યો છે, તોપણ જો કવાયતથી આટલી શક્તિનો વિકાસ થઈ શકે તો ચોથા આરાના માણસોની શક્તિ ઘણી વધારે, તેમના કરતાં પણ દેવતાઓની શક્તિ અનેકગણી વધુ હોય છે. તેને માપવા તમારો ગજ લઈને ફરશો તો બેસશે નહીં. વળી આ કોઈ એવી ઘટના નથી કે જે ભૌતિક જગતમાં અશક્ય હોય. આજનું વિજ્ઞાન પણ time travel (પ્રકાશની ગતિથી પ્રયાણ કરે તો અમુક સમયમાં આટલું અંતર કાપ્યું ઇત્યાદિ) સુધીની વાતો કરે છે. ભૌતિક જગતમાં પણ ઘણું શક્ય જ છે, જે તમારા વિચારની મર્યાદાની બહાર હોઈ શકે, beyond the range (મર્યાદા બહાર) હોય.
સમવસરણમાં બેઠક વ્યવસ્થામાં વિનયવ્યવહાર :
સમવસરણમાં પ્રવેશ કરીને દરેકે પોત-પોતાની જગાએ બિરાજમાન થવાનું છે, તેમાં પણ
१. अथ ये यथा भगवतः समवसरणे निषीदन्ति तिष्ठन्ति वा तानभिधित्सुः सङ्ग्रहगाथामाहतित्थाऽइसेससंजय, देवी वेमाणियाण समणीओ । भवणवइ-वाणमंतर - जोइसियाणं च देवीओ । ।११८५ । । "तीर्थं" गणधरस्तस्मिन् उपविष्टे सति अतिशायिनः संयता उपविशन्ति, ततो देव्यो वैमानिकानाम्, ततः श्रमण्यः तथा મવનતિ-વ્યન્તર-જ્યોતિાળાં ૨ રેવ્ય કૃતિ।।૮।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org