________________
૩૩૪
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ આપણે કલ્પનાથી કાંઈ વિચારવાનું નથી. માત્ર પરમેશ્વરના ઐશ્વર્યની પ્રતીતિ કરાવનારું આ નિર્માણ અને તેનો મહિમા હૃદયમાં બેસે, તો સાચું સમવસરણ ભલે દેવતાઓ નિર્માણ કરે, પણ તેનું સંક્ષેપમાં પ્રતિકૃતિરૂપે નિર્માણ તો તમે પણ કરી શકો. આ પ્રતીકની ઝાંખી થાય તેવું આલંબન પણ ભાવવૃદ્ધિનું કારણ બને. ધર્મતીર્થનાં બહુમાન, ઓળખ, ખ્યાલ અત્યારે વિસરાયાં છે. પ. પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજાએ ભક્તામરસ્તોત્રમાં પ્રભુના અતિશયોનું વર્ણન કરી સ્તવના કરતાં કહ્યું કે રૂક્ષ્ય યથા તવ વિભૂતિરમૂન્ગિનેન્દ્ર ! ઘર્ણોદ્દેશનવિથો ન તથા પરી – “હે પ્રભુ ! જ્યારે આપ ધર્મદેશના દ્વારા ધર્મપ્રવર્તન કરો છો, તે અવસરે જેવું ઐશ્વર્ય (વિભૂતિ) તમારું હતું, તેવું ધર્મઐશ્વર્ય આ વિશ્વમાં કોઈનું નથી.” કહેવાનું તાત્પર્ય એ છે કે આપ જ સાચા ધર્મચક્રવર્તી છો, ધર્મના નાયક છો. ધર્મનું નિર્દોષ, શ્રેષ્ઠ ઐશ્વર્ય આપની પાસે જ છે. રાજસત્તાનું ઐશ્વર્ય (રિદ્ધિ-સિદ્ધિ) તો પાપ દ્વારા પોષાયેલું છે, ક્રૂર કર્મ કરીને મેળવલું છે;
જ્યારે આ ઐશ્વર્ય તો નિર્દોષ છે, છતાં સર્વશ્રેષ્ઠ છે; ચક્રવર્તીઓ કે ઇન્દ્રોનાં ઐશ્વર્ય પણ પાણી ભરે તેવું ઉત્તમ છે. આવા નિર્દોષ, કલ્યાણકારી ઐશ્વર્યને ધારણ કરનાર હોવાથી આપ જ પૃથ્વીતલ પર સાચા દેહધારી પરમેશ્વર છો. આ કારણે જ અરિહંતોને સકલેશ્વર અને સિદ્ધોને નિષ્કલેશ્વર કહ્યા છે.
સિદ્ધોનું અનુપમ ઐશ્વર્ય તમારી જડ આંખોથી દેખાય તેમ નથી; કેમ કે તેમની પાસે માત્ર આત્માનું જ ઇન્દ્રિયાતીત ગુણઐશ્વર્યા છે. બાકી સિદ્ધોમાં અરિહંતો કરતાં ઓછી શક્તિ, ઓછું ઐશ્વર્ય, ઓછો પ્રતાપ છે, તેવું નથી; કારણ કે આત્માની શક્તિ તો અરિહંત અને સિદ્ધમાં નિરાવૃત પ્રગટે છે. બંનેનાં ઘનઘાતિકર્મ વીર્યંતરાય આદિ મૂળથી ક્ષય પામ્યાં છે. વળી, આત્માના ગુણોની અપેક્ષાએ તો સિદ્ધો અરિહંતોથી પણ ચડિયાતા છે. કારણ કે સિદ્ધો પૂર્ણ પરમેશ્વર છે,
અરિહંતો અપૂર્ણ છે, તેમને હજુ ચાર અઘાતિકર્મો ખપાવવાના બાકી છે. સાધનાનું અંતિમ શિખર સર કરવાનું બાકી છે, ધ્યેય સંપૂર્ણ સિદ્ધ નથી થયું. સિદ્ધો તો સર્વ સિદ્ધિઓને સિદ્ધ કરીને બેઠા છે, જરા પણ અધૂરપ-ઊણપ નથી. તેમને મેળવવાનું કાંઈ બાકી નથી, માત્ર મળેલી સિદ્ધિઓને ભોગવવાની-માણવાની છે; પરંતુ સિદ્ધોનું આ ઐશ્વર્ય ઇન્દ્રિયાતીત છે. સંસારી જીવો ઇન્દ્રિયોથી જ્ઞાન કરનાર છે, જડને જ જોનાર છે, તેથી તેમને સિદ્ધોનું ઐશ્વર્ય દેખાતું નથી. સિદ્ધોમાં પુણ્યની એક કલા (અંશ) પણ નથી, જ્યારે અરિહંતોમાં પુણ્યની ઉત્કૃષ્ટ કલા છે.
આ સૃષ્ટિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, કલ્યાણકારી પુણ્યાનુબંધી પુણ્ય પરાકાષ્ઠાનું હોય તો તે અરિહંતોનું છે. તીર્થકર નામકર્મ આદિ ઉત્તમ પુણ્યપ્રકૃતિઓના વિપાકને અરિહંતો ભોગવે છે. આ પુણ્યમાં જગતને ધર્મમાર્ગનો ઉપદેશ, ધર્મનાં શ્રેષ્ઠ આલંબનો, સામગ્રી, નિમિત્ત પ્રદાન કરવાની અલૌકિક તાકાત છે. ભાવતીર્થકરના આત્મા પર રહેલા તમામ પુણ્યવિપાકો લોકહિતકારી હોય છે. તે
१. यथा-भद्र! यो रागद्वेषमोहादिरहितोऽनन्तज्ञानदर्शनवीर्यानन्दात्मक. समस्तजगदनुग्रहप्रवणः सकलनिष्कलरूपः परमात्मा स एव परमार्थतो देव इति।
(૩મિતિ પ્રસ્તાવ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org