________________
૩૩૨
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ તીર્થંકર પરમાત્માનું સમવસરણ રચાયું હોય, તો બાર યોજન (આજના લગભગ ૧૫૫ કિલોમીટર) સુધી ખાસ વિહાર કરીને પણ તેનાં દર્શન કરવા જવું. શક્તિ છતાં જે સાધુ દર્શન કરવા ન જાય તો તેને પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અહીં એ પણ વિશેષતા ધ્યાન રાખવાની કે તીર્થકર આજુબાજુમાં વિચરતા પધાર્યા હોય તો ખાસ આટલો વિહાર કરી દર્શન કરવા જવાનું વિધાન નથી; પરંતુ જો સમવસરણ રચાયું હોય તો અવશ્ય દર્શન કરવા જવાની આજ્ઞા છે, કારણ કે તીર્થકરોનું ઉત્કૃષ્ટ ધર્મઐશ્વર્ય સમવસરણના સાક્ષાત્ દર્શનથી પ્રત્યક્ષ દેખાય, જે શ્રદ્ધાળુ સાધુને પણ દર્શનશુદ્ધિનું (સમ્યગ્દર્શનગુણની નિર્મળતાનું) વિશેષ કારણ કહ્યું છે. તેથી જવા-આવવાનો ૩૦૦થી અધિક કિલોમીટરનો વિહાર કરવો પડે તો કરવાનો, પણ સ્થાપનાધર્મતીર્થનાં દર્શન તો અવશ્ય ભાવથી સંયમયાત્રામાં રહેલ સાધુએ પણ કરવાનાં. વિચારો ! સ્થાપનાધર્મતીર્થનો પણ મહિમા કેટલો હશે ! જે સાધુએ જીવનમાં દ્રવ્યતીર્થોને ગૌણ કર્યા છે, તેના માટે પણ જો આ આજ્ઞા હોય, તો તમારા માટે પણ સર્વ ઉત્તમ તીર્થભૂમિઓ કરતાં આ આલંબનના દર્શનનો મહિમા વધારે જ સમજવાનો. તેનાં દર્શન માત્ર પાત્ર જીવને સમકિતની પ્રાપ્તિ કરાવનાર છે, પૂર્વપ્રાપ્ત સમકિતને અતિશય નિર્મળ, વિશુદ્ધ કરનાર છે. ઉત્કૃષ્ટથી તો ક્ષપકશ્રેણિ કે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવવાની પણ ક્ષમતા ધરાવે છે. પૂ. ગૌતમસ્વામી મહારાજા સાથે અષ્ટાપદ મહાતીર્થથી પાછા વળતાં સાથે આવેલા દિન્ન આદિ પાંચસો તાપસીને, ખાલી દૂરથી સમવસરણ જોઈને તેના ઇન્દ્રધ્વજ, ધર્મચક્ર, છત્ર આદિ શુભ ચિહ્નોના દર્શન માત્રથી શુભભાવની એટલી વૃદ્ધિ થઈ કે ત્યાં ને ત્યાં ક્ષપકશ્રેણિ માંડી કેવલજ્ઞાન પામ્યા. આ સ્થાપનાધર્મતીર્થનો પણ એટલો બધો મહિમા છે કે દર્શન કરવા લાયક ઉત્કૃષ્ટ આલંબનમાં તેનું સ્થાન છે. આ સમવસરણ ચેતન નથી, દેવતાઓએ ભાવતીર્થંકરની ભક્તિમાં નિર્માણ કરેલ પુદ્ગલમય રચના છે. દ્રવ્યતીર્થમાં જેમ બધી ગુણપોષક જડ વસ્તુઓનો સમાવેશ હતો, તેમ આ પણ જડ આલંબન છે. ગુણનું સાધન બને તો તેનો પણ જૈનશાસનમાં મહિમા, પૂજ્યતા સ્થાપિત કરેલ જ છે; છતાં તેને અમે ભાવતીર્થ નથી કહેતા, પરંતુ ભાવતીર્થનું પ્રતીક, આકારરૂપે સ્થાપના છે. સ્થાપના નિક્ષેપે ધર્મતીર્થ એટલે સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ આવે. નામનિક્ષેપે ધર્મતીર્થ એટલે ધર્મતીર્થ એવો મંગલકારી શબ્દ ઉચ્ચારણ કરો કે લિપિરૂપે લખો, તે નામધર્મતીર્થમાં આવે. સ્થાપનાનો મહિમા પણ સમજવા જેવો છે કે તીર્થંકરથી લઈને સમગ્ર શ્રીસંઘ તેને આદરથી ઝૂકે-પ્રણામ કરે છે. नियमतः 'एति' आगच्छति। यदि त्ववज्ञया नागच्छति तदा चत्वारो लघवः प्रायश्चित्तम्।।११९५ ।।
(વૃદ્ધત્વપસૂત્ર મા-૨, નિવૃવિત્ત સ્નો-૨૨૨૬, મૂત-ટીવા) १. दिन्नस्स दिन्नजयजीवियस्स द₹ण छत्ताई।।१३।। जयपहुणो णाणमणंतमुग्गयं निययपरियणजुयस्स।
(3પશપ મહાગ્રન્થ, સ્નો-૨૪૨, ટી) * પંચસયા જિણનાહ, સમવસરણ પ્રાકાર ત્રય, પેખવી કેવળનાણ, ઉપન્ન ઉજ્જોય કરે; જાણે જિણહ પીયુષ. ગાજતી ઘણ મેઘ જિમ, જિહવાણી નિસણઈ, નાણી દુઆ પંચ સયા. ૩૦.
(શ્રી ઉદયવંત મુનિ કૃત ગૌતમસ્વામીનો રાસ, ઢાળ-૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org