________________
૩૩૦
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ સભા : ચૈત્યવૃક્ષમાં ગુણ નથી, તોપણ ભગવાન પગે લાગે છે ?
સાહેબજી ઃ ગુણ નથી તે વાત ખોટી છે. અશોકવૃક્ષને શોક આદિ અશુભભાવોનું નાશક કહ્યું છે. વનસ્પતિશાસ્ત્રમાં પણ અશોકવૃક્ષના ઘણા ગુણો કહ્યા છે, અને ઉપરનું ચૈત્યવૃક્ષ પ્રભુ જેના સાંનિધ્યમાં કેવલજ્ઞાન પામ્યા છે તેવું શુભવૃક્ષ છે. વળી આકૃતિ જ ખાલી નથી જોવાની; તે પ્રતીક કોનું છે, તેનું મહત્ત્વ છે. જેમ રાષ્ટ્રધ્વજ તો કાપડમાંથી બને છે, છતાં તમારા વડાપ્રધાનો પણ ઝૂકે છે. જોકે ધ્વજની આકૃતિમાં પણ રંગો અને ડિઝાઇન દ્વારા ચોક્કસ રાષ્ટ્રીય ભાવોની અભિવ્યક્તિ તો હોય જ છે. જ્યારે અહીં તો શુભનાં નિમિત્ત ગુણકારી વૃક્ષો જ છે. વળી, પ્રતીકરૂપે અભિવ્યક્તિ તો શ્રેષ્ઠ તત્ત્વની જ કરે છે. આ સૃષ્ટિમાં ધર્મદેશના પ્રવર્તાવવાનું નિમિત્ત તો આ સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ જ બને છે. દ્રવ્યતીર્થનું આગળ વર્ણન સાંભળ્યું એમાં જડ શુભ નિમિત્તોનો પણ ગુણકારી મહિમા સમજાવ્યો જ છે. જેમ આ ઓઘો જડ છે, છતાં અમે પણ તેને માન આપીએ. તમે હાથ જોડી પગે લાગો છો. . '
સભા ઃ તે જયણાનું સાધન છે.
સાહેબજી : તો આ તો સમગ્ર ધર્મ પ્રવર્તાવવાનું આલંબન છે. જો ઉપકરણરૂપ દ્રવ્યતીર્થ ઓઘાને વંદન કરીએ તો સમગ્ર ધર્મતીર્થ જેનાથી અભિવ્યક્ત થાય તેવા આલંબનરૂપ દ્રવ્યતીર્થ સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષને પ્રતીક તરીકે નમવામાં શું વાંધો ?
સભા ઃ તેને પ્રતીક તરીકે લેવામાં શું કારણ ?
સાહેબજી : જગતમાં ધર્મશાસન પ્રવર્તાવવાની ક્ષમતા તીર્થકરોને પણ કેવલ્યલક્ષ્મીની પ્રાપ્તિથી થાય છે, અને વીતરાગ-સર્વજ્ઞ બનવા દ્વારા તેમની સાધના પરિપૂર્ણ થાય છે તેમાં સાક્ષી આ શુકનવંતુ વૃક્ષ બને છે, તે જ પ્રભુના અહંનું થવા યોગ્ય ભાવોથી વાસિત થાય છે. વળી સમવસરણ તો દેવો ધર્મશાસન પ્રવર્તાવવાના અવસરે શ્રેષ્ઠ દેશનાભૂમિરૂપે વિદુર્વે છે, જે તેમની ભક્તિ છે. ઉત્કટ ભક્તિના કારણે દેવતાઓ પોતાની પૂરી શક્તિથી તે પ્રવચનભૂમિને શણગારે છે. તેમાં પ્રભુને બિરાજમાન થવાના સ્થાન પર આ અશોકવૃક્ષ કે ચૈત્યવૃક્ષ જે પ્રભુને કૈવલ્યલક્ષ્મી કે અહંનું પદની પ્રાપ્તિમાં સાક્ષી બન્યું છે, તેને સ્મૃતિરૂપે શણગારીને દેવતાઓ પ્રભુ અને સકલ શ્રીસંઘના મસ્તક પર છાયે તે રીતે વિકર્વે છે, જે ધર્મ પ્રવર્તનનું સમુચિત આલંબન જ છે. હવે આ ભાઈ (શ્રોતા) પૂછે છે કે વૃક્ષ કેમ બનાવ્યું ? તાડપત્રી કેમ ન નાંખી ? પરંતુ આનાથી ઊંચી શોભા અને મંગલકારી શુભનિમિત્ત તમે ગોઠવી શકતા હો તો બતાવો. અરે ! ચક્રવર્તી કે ઇન્દ્રોના પણ વૈભવ જ્યાં ઝાંખા પડે તેવી આ સમવસરણ અને ચૈત્યવૃક્ષની શોભા છે.
સભા : અત્યારે તો આ ત્રણ ટેબલ જ છે, તેનું શું ?
સાહેબજી ઃ તમારું જેવું હૈયું હોય તેવું કરો. ભક્તિ કરવા હૃદયની વિશાળતા, ઉદારતા, શ્રેષ્ઠ શુભભાવ આદિ ઘણું જોઈએ, તે નથી તેની આ સાખ છે. બાકી ધર્મતીર્થના પ્રતીકરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org