________________
૩૩૬
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ ઇન્દ્રને પણ માનનીય સામાનિકદેવ હોય, એમ અનેક પદો છે. દેવતામાં પણ પુણ્યની જબરદસ્ત તરતમતા હોય છે. નાના દેવતાઓ મોટા દેવતાઓના શરીરનાં તેજ, રૂપ આદિ જોઈને હતપ્રભ થઈ જતા હોય છે, આંખો બિડાઈ જતી હોય છે; તેની પાસે પોતે સાવ નિસ્તેજ, નિષ્પ્રભાવ લાગે. માનવલોકની જેમ ત્યાં પણ difference (તફાવત) હોય છે. જેમ અહીં રૂપાળા માણસ પાસે સામાન્ય કે કદરૂપાને ઊભો રાખીએ તો faceless (શરમિંદો) થઈ જાય. બહુ બુદ્ધિશાળી સામે તમને ઊભા રાખીએ તો તમે બાઘા થઈ જાઓ. વળી અહીં તો ભણીને વધારે જાણકાર બની શકાય છે, મહેનત કરી સામાન્યમાંથી શ્રીમંત બની શકાય છે, કદરૂપો પણ થોડો રૂપાળો બની શકે; જ્યારે દેવલોકમાં તો જે મળ્યું હોય તે જ જિંદગી સુધી કાયમ રહેવાનું. આથી મહર્દિક દેવોનું ઐશ્વર્ય ત્યાં એટલું હોય છે કે નાના દેવતાઓ તો તેમને જોઈને જ હતપ્રભ થયેલા રસ્તામાંથી જ આઘા-પાછા થઈ જાય. આવા મહર્દિક દેવો ધર્માત્મા હોય તો ઉલ્લાસ-ભક્તિથી પ્રભુને વંદન કરવા આવે. તે વખતે ભાવના થાય કે પ્રભુની ઉત્તમ સેવા-અર્ચના કરું, તો તે જાતે એકલા પ્રભુભક્તિમાં સમવસરણ પણ રચે. આમ ક્યારેક ચારે નિકાયના દેવતાઓ મળીને તો ક્યારેક એકલા મહર્દિક દેવ પણ સમવસરણ રચે, બંને વિકલ્પો દર્શાવ્યા છે; છતાં તીર્થંકરોનું પુણ્ય ન ભળે તો આ દેવતાઓનું પણ એટલું સામર્થ્ય નથી કે આવું અનુપમ સમવસરણ એકલા બનાવી શકે. દેવતાઓની શક્તિ પણ એકલી કામે લાગે તો ઝાંખી પડે, અરે ! દેવલોકમાં પણ તેની replica (તાદશ પ્રતિકૃતિ) ન હોય તેવું નિર્માણ ક૨વાનું છે. તમે ધર્મતીર્થના પ્રતીકને મામૂલી બનાવ્યું છે, પરંતુ સાચું સમવસરણ પ્રતિકૃતિરૂપે પણ જુઓ તો અંદાજ આવે કે મૂળ પ્રતીકમાં કેવી શોભા, કળા, વિશેષતા છે.
१. तए णं से सक्के देविंदे देवराया तस्स देवस्स तं दिव्वं देवद्धिं दिव्वं देवजुतिं दिव्वं देवाणुभागं दिव्वं तेयलेस्सं असहमाणे ममं अट्ठ उक्खित्तपसिणवागरणाई पुच्छइ संभंतियं जाव पडिगए । (सूत्रं ५७४) (માવતીસૂત્ર શત-૬, ઉદ્દેશ-ધ, સૂત્ર-૫૭૪)
* तं विद्युन्मालिनं दृष्ट्वा पुरः पटहवादकम् । अवधेः सुहृदं ज्ञात्वाऽभिभाषितुमुपासरत् । । ३६७ ।। तस्य चांगप्रभालोकमुलूक इव भास्वतः । सोढुं दूरादप्यशक्तः पलायनमनाटयत् । । ३६८ ।। सायाह्नार्क इव तेजः स्वं संहृत्याच्युतामरः । विद्युन्मालिनमित्यूचे पश्य जानासि मां न किम् ? ।। ३६९ । । देवः पाटहिकोऽप्येवमुवाच ननु कोऽस्म्यहम्। यन्महद्धन जानामि રેવાનિન્દ્રાદ્દિાનવિરૂ૭૦||
(ત્રિષષ્ટિશાજાપુરુષચરિત્ર, પર્વ-૨૦, સર્ન-૨૦) २. भुवनगुरुरूपस्य त्रैलोक्यगतरूपसुन्दरतरत्वात् त्रिदशकृतप्रतिरूपकाणां किं तत्साम्यमसाम्यं वेत्याशङ्का-निरासार्थमाहजे ते देवेहिं कया तिदिसिं पडिरूवगा जिणवरस्स । तेसिंपि तप्पभावा तयाणुरूवं हवइ रुवं । । ५५७ ।। व्याख्या-यानि तानि देवैः कृतानि तिसृषु दिक्षु प्रतिरूपकाणि जिनवरस्य, तेषामपि 'तत्प्रभावात्' तीर्थकरप्रभावात् 'तदनुरूपं' तीर्थकररूपानुरूपं भवति रूपमिति गाथार्थः । । ५५७।।
(આવશ્યનિવૃત્તિ વં માધ્ય ભાગ-†, શ્નો-૫૫૭ મૂલ-ટીજા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org