________________
૩૩૩
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
સભા : તીર્થકરો ચૈત્યવૃક્ષને નમે કે સમવસરણને ?
સાહેબજી : સમવસરણમાં પ્રવેશ કરી પ્રદક્ષિણાપૂર્વક ચૈત્યવૃક્ષ સન્મુખ નમસ્કાર કરે. કોઈ પૂછે કે રાષ્ટ્રધ્વજને સલામી કરે તો તેના દંડને સલામી આવે કે ન આવે ? સલામી તો આખાને કરે છે, પણ મહત્ત્વ કેન્દ્રસ્થાનમાં રહેલા ધ્વજનું છે. તેમ પ્રતીક આખું સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ છે, છતાં સમવસરણનો વિસ્તાર પણ ઘણો મોટો છે. તેથી પ્રદક્ષિણા tokenરૂપે ચૈત્યવૃક્ષને જ અપાય છે.
સભા ઃ બધા તીર્થકરોનાં સમવસરણનાં માપ સરખાં હોય ?
સાહેબજી : ના, દરેક તીર્થકરના દેહની ઊંચાઈ અનુસાર સમવસરણમાં ચૈત્યવૃક્ષ આદિનાં માપ હોય છે. ચોક્કસ માપ પ્રમાણે જ દેવતાઓ નિર્માણ કરે છે.
જેમ અત્યારે તીર્થકરોને ઉપસ્થિત કરી નમસ્કાર કરવા આપણી પાસે આલંબન સ્થાપનાનિક્ષેપાની જિનપ્રતિમા છે, ગૌતમસ્વામી આદિ ગુરુઓને ઉપસ્થિતિપૂર્વક નમસ્કાર કરવા આલંબન તેમની ગુરુમુદ્રામાં નિર્મિત ગુરુમૂર્તિઓ જ છે, તે રીતે ધર્મતીર્થને પણ પ્રત્યક્ષ ઉપસ્થિત કરી નમસ્કાર કરવા હોય તો આ સમવસરણની રચના જ આલંબન છે. કોઈ કહે કે મારે ધર્મતીર્થને દર્શનપૂર્વક નમસ્કાર કરવાં છે, તો નાણરૂપે સમવસરણ રચી તેની ઉપસ્થિતિ કરી નમવાનું છે. જે રીતે તીર્થકરો આદિ સહુ આ સ્થાપના સામે ઝૂક્યા છે, તેમ ઝૂકવાનું છે; પરંતુ તમે લોકોએ આ નાણની રચનામાં એટલા બધા ફેરફારો કરી નાંખ્યા છે, કે તેને જોઈને મૂળ સમવસરણની ઝાંખી પણ ન થાય. અત્યારે તો લગભગ ત્રિગડામાં ચૈત્યવૃક્ષ જ હોય નહીં. ઘણી જગ્યાએ તો આમ ને આમ ખુલ્લા ચૌમુખજી મૂકી દે છે. સાચા સમવસરણની અપેક્ષાએ ભાંગ્યું-તૂટ્યું હોય; પરંતુ પ્રતિકૃતિ તેને કહેવાય કે જે મૂળને ઓળખાવે, તેની સંક્ષેપમાં ઝાંખી કરાવે. તમે તો પ્રતીકની પણ સાચી ઓળખાણ ન થાય તેવું model મૂકો છો. ખરેખર સાચા miniatureની જરૂર છે. . '
સભા : ગુરુ ભગવંતોએ ધ્યાન દોરવું જોઈએ ને ? સાહેબજી : અત્યારે ધ્યાન દોરું છું, હવે જોઈએ તમે શું કરો છો. સભા ઃ જાણકાર જોઈએ ને ?
સાહેબજી : શાસ્ત્રો વિદ્યમાન છે, તેમાં નખશિખ વર્ણન છે. પગથિયાં કેટલાં હોય, કયા માપનાં હોય, દરવાજાની ઊંચાઈ કેટલી હોય, તોરણ કેવાં હોય, એમ અથથી ઇતિ સુધી સમવસરણનું વિસ્તારપૂર્વક વર્ણન છે. અરે ! ત્યાંના વાતાવરણની પણ વિશેષતાઓ દર્શાવી છે. १. सञ्जातसर्वातिशयः स्तूयमानः सुरासुरैः । पूर्वद्वारेण समवसरणं प्राविशत्प्रभुः ।।२०।। द्वात्रिंशद्धनुद्विाविंशद्धनुरुत्तुंगं रत्नच्छंदच्छविनिभम्। ततः प्रदक्षिणीकृत्य[चक्रे] चैत्यवृक्षं जगद्गुरुः।।२१।। नमस्तीर्थायेत्युदित्वा पालयनार्हती स्थितिम्। सपादपीठे न्यषदत्पूर्वसिंहासने प्रभुः ।।२२।।
(त्रिषष्टिशलाकापुरुषचरित्र पर्व-१०)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org