________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૩૧ સમવસરણની ચૈત્યવૃક્ષ સાથે આબેહૂબ પ્રતિકૃતિ બનાવો તો લોકો જોઈને મોઢામાં આંગળાં નાખી જાય. તમારું ત્રિગડું જોઈને મશ્કરી લાગે તેવું છે. શાસ્ત્રમાં જેવું સમવસરણનું વર્ણન છે તેવી નખશિખ પ્રતિકૃતિ તો મેં પણ ક્યાંય જોઈ નથી. માત્ર તેની એક નાની પણ સંપૂર્ણ પ્રતિકૃતિ બને તો જોનારના રુવાંટાં ખડાં થઈ જાય; દુનિયામાં આવી સુંદર આકૃતિ બીજે ક્યાંય ન હોય તેવી રમણીય કલાકૃતિ બને. સમવસરણની રચનામાં ધર્મદેશના અવસરે પ્રગટતું તીર્થકરોનું ઉત્કૃષ્ટ ઐશ્વર્ય અભિવ્યક્ત થાય છે. ધર્મસત્તા મહાસત્તા છે, તેના ઐશ્વર્યની તોલે આ વિશ્વમાં કોઈ નથી, તેની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવનાર આ સમવસરણ છે.
સામાન્ય સંયોગોમાં અમને તીર્થયાત્રા કરવાની ના કહી છે. સાધુ માટે સંયમયાત્રા પ્રધાન છે, છતાં સમવસરણ રચાયું હોય તો દર્શન કરવા અવશ્ય જવાનું કહ્યું.
સભા ઃ સ્તવનમાં તો કહ્યું છે કે “ગુરુ સાથે પદ ચરિયે” ?
સાહેબજી : તે તો તમે ધર્મપ્રભાવનાના કારણરૂપ છ'રિ પાબિત સંઘ લઈને જાઓ તો ગુરુ પણ તીર્થયાત્રામાં અવશ્ય આવે. ત્યાં ઉદ્દેશ શાસનપ્રભાવનાનો હોવાથી આજ્ઞા છે; પરંતુ એમ ને એમ તીર્થયાત્રા કરવા જવાની સાધુને શાસ્ત્રમાં ના છે, જ્યારે તમારા માટે ખાસ આજ્ઞા છે. અમારે સંયમયાત્રા મૂકી, ખાસ તીર્થયાત્રા કરવાનો આદેશ નથી, છતાં સંયમયાત્રાના પાલનરૂપ વિહાર કરતાં વચ્ચે જે તીર્થો આવે ત્યાં તો અવશ્ય વંદના-ભક્તિ કરવાની આજ્ઞા છે. માત્ર તેના માટે જ special વિહાર કરવાની ના છે.
સાધુએ સંયમ કરતાં દ્રવ્યતીર્થનું મહત્ત્વ ઓછું આંકવાનું. બહુ વિચારીને શાસ્ત્ર આ આજ્ઞા કરી છે; કેમ કે સંયમયાત્રા એ ભાવતીર્થ છે, તેની ઉપાસનામાં અધિક લાભ છે; જ્યારે તીર્થભૂમિઓ દ્રવ્યતીર્થ છે. છતાં તે જ શાસ્ત્રોએ સાધુને આજ્ઞા કરી છે કે આજુબાજુમાં જો
१. जहा "इच्छायारेणं ण कप्पइ तित्थजत्तं गंतुं सुविहियाणं ता जाव णं बोलेइ जत्तं ताव णं अहं तुम्हे चंदप्पहं वंदावहामि।" अण्णं च-जत्ताए गएहिं असंजमे पडिवज्जइ। एएणं कारणेणं तित्थयत्ता पडिसेहिज्जइ।
(મહાનિશિથ સૂત્ર નવ વિસ્તાર ના પંથમ અધ્યયન) ૨. પ્રવચનતીર્થપ્રભાવના, વશમું સ્થાનક જાણો રે; વિદ્યાનિમિત્ત ઉપદેશ તપે, ઉન્નતિ કરે સુપ્રમાણો રે. શ્રીજિન) ૭૧. તીર્થપ્રતિષ્ઠાયાતરા, સાહમિવત્સલ આદિ રે; ધર્મકથા વિધિશું કરે, ટાળી સયલ પ્રમાદ રે. શ્રીજિન) ૭૨. નમો તીસ્સ' પદ ચિંતીએ, કાઉસગ્ગ લોગસ્સ ચાર રે; મેરુપ્રભુનરપતિની પરે, પામે જિનપદ સાર રે. શ્રીજિન) ૭૩. પૂર્વસ્થાનક સવિ એહમાં, માવે તિણે કરી બળિયો રે; એક એકમાં વધતા વિધે, કરતાં પાતિક ટળિયો રે. શ્રીજિન૦ ૭૪.
(જ્ઞાનવિમલસૂરિજી કૃત વીશસ્થાનકતપનું સ્તવન ઢાળ-૫) 3. गतं समवसरणद्वारम्। अथ "केवइय" त्ति द्वारम्। कियतो भूभागादवश्यं समवसरणे आगन्तव्यम्? इत्याहजत्थ अपुव्वोसरणं, न दिट्ठपुव्वं व जेण समणेणं । बारसहिं जोयणेहिं, सो एइ अणागमे लहुगा।।११९५।। यत्र नगरादौ 'अपूर्वं समवसरणं' विवक्षिततीर्थकरापेक्षया अभूतपूर्वं येन वा श्रमणेन न दृष्टपूर्वं स द्वादशभ्यो योजनेभ्यो
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org