________________
૩૨૭
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સંઘાચાર્ય સૌની post (પદવી) જુદી-જુદી છે. દરેકના અધિકારો અને કર્તવ્યો પણ જુદાં-જુદાં છે, જેનું વર્ણન આગળ આવશે. અહીં આચાર્યોમાં પરસ્પર તફાવત સંચાલનના અધિકારો અંગે છે, જ્યારે તીર્થંકર સંચાલનથી પર છે. તેથી આચાર્યની નવ પ્રકારે તીર્થંકર સાથે તુલના તો તીર્થંકરનાં કર્તવ્ય અને આચાર્યનાં કર્તવ્યની સમાનતાની અપેક્ષાએ છે, જે તમામ ભાવાચાર્યોમાં સંગત હોય છે. તીર્થંકરો સર્વાધિકાર ગણધરોને, ગણધરો તે સર્વાધિકાર પોતાના પટ્ટધરને, તે તેમના પટ્ટધરને એમ અધિકારની પરંપરા પણ અવિચ્છિન્નપણે ચાલે. અત્યારે પ્રભુના ધર્મશાસનમાં ૨હેલા અમારા કે તમારા હક્કોની પણ મૂળભૂત link (કડી) તો ગણધરો અને તીર્થંકરો સાથે પ્રસ્થાપિત જોઈએ જ; કારણ કે ધર્મશાસનમાં અધિકારના મૂળ અધિષ્ઠાતા તો તીર્થંકરો જ છે. વળી, કર્તવ્યોમાં આડા-અવળા થઈએ તો અમે પણ cancel (૨૬) થઈ જઈએ, તેમ તમે પણ થાઓ જ. જેને રાજ્યમાં રહેવું હોય તેણે રાજ્યના કાયદા પ્રમાણે વર્તવું પડે, જો તૈયાર ન હોય તો સજાપાત્ર થાય. તેમ અહીંના તંત્રની વ્યવસ્થા અનુસરવા તૈયાર ન હો તો દંડપાત્ર બનો, અને તે પણ લોકોત્તર દંડને પાત્ર. કર્મસત્તાનો જ દંડ નહીં, ધર્મસત્તાનો પણ દંડ છે, અહીં ન્યાયતંત્ર છે.
આ શાસનમાં જન્મ્યા છો, વર્ષો સુધી શાસનમાં રહ્યા, પણ આ શાસનને ઓળખ્યું નહીં, ખાલી તેની જય બોલતાં શીખ્યા છો. બાકી તમારા આત્માને સુરક્ષિત કરવો હોય તો ધર્મસત્તાને શરણે જવું જ પડશે, નહીં તો કર્મસત્તા દમન કરવા બેઠી જ છે. સુરાજ્યની બહાર નીકળ્યા એટલે જંગલ મળે, જ્યાં કોઈ કોઈનું ધણી નથી. તેમાં કમોતે મરવાનું જ આવે. તમને કર્મસત્તાની ભેંકારતા-ભયંકરતા-જંગલિયત દેખાવી જોઈએ. સામે ધર્મસત્તા જ આધાર છે, તે પણ નિશ્ચિત દેખાવું જોઈએ. ચોરની પલ્લીમાં ફસાઈને ઘણો ત્રાસ ભોગવીને આવ્યો હોય તે રાજસત્તાને કહે કે મને સાચવજો, તેમ કર્મસત્તાએ આપણા પર અત્યાર સુધી વીંઝેલો કોરડો સમજાય તો તેમાંથી બહાર નીકળવા ધર્મસત્તાને વિનંતિપૂર્વક સ્વીકારીએ; માત્ર લોકોત્તરન્યાય અને ધર્મસત્તાનો સંબંધ સ્પષ્ટ સમજાવો જોઈએ.
Jain Education International
+1000t←
For Personal & Private Use Only
****
www.jainelibrary.org