________________
૩૨૫
ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ “આચાર્ય નવ બાબતમાં તીર્થકર સમાન :
સભા : તીર્થકરો સમાન આચાર્ય કહ્યા, તે બધા આચાર્ય કે માત્ર સંઘાચાર્ય ?
સાહેબજી : તેમાં સામાન્ય આચાર્ય પણ આવે, કારણ કે બંને અર્થની દેશના આપે છે, માત્ર તે ભાવાચાર્ય જોઈએ, નામના આચાર્ય ન ચાલે. આચાર્ય નવ બાબતમાં તીર્થકરની સમકક્ષ પોતાની ફરજ અદા કરે છે, તેથી તેમને તીર્થકર સમાન કહ્યા છે, સંપૂર્ણ સમાનતા તો શાસ્ત્રકારો કહેતા જ નથી; કેમ કે તીર્થંકરો કેવલજ્ઞાની છે, જ્યારે આચાર્ય તો છદ્મસ્થ છે. ઉપમામાં near about similarity (નજીકની સમાનતા) લઈને વાત કરાય. જેમ તમે સામાઇયવયજુત્તો સૂત્રમાં સમણો ઇવ સાવ બોલો છો, એટલે કોઈ શ્રાવક માની લે કે સામાયિકમાં હું સાધુ થઈ ગયો, તો તે વાજબી નથી; કારણ કે ત્યાં સાધુ જેવો શ્રાવક થાય છે, તેમ કહ્યું છે. તમે ભાવથી સામાયિક કરો તો સાધુની નજીકની ભૂમિકામાં આવો, તે અમુક સમાનતાને આધારે છે. બાકી તો ત્યારે પણ અનુમતિના પાપમાં શ્રાવક બેઠો જ છે. માત્ર કરણ-કરાવણથી પાપનો સંપૂર્ણ ત્યાગ સાધુની જેમ છે, એ પાસાથી તુલના છે. વ્યવહારમાં પણ “આની જેવા થઈ ગયા” અને “આ જ થઈ ગયા' એ બે વાક્યના અર્થનો તફાવત છે, તેમ અહીં સમજવું.
અહીં આચાર્ય તીર્થકર નથી, પણ તીર્થંકર સમાન છે; તે પણ નવ પ્રકારે તુલના છે, જે બધા જ ભાવાચાર્યને લાગુ પડે છે. બાકી સામાન્ય આચાર્ય કે ગચ્છાચાર્ય, કુલાચાર્ય, ગણાચાર્ય, १. सो भावसूरि तित्थयरतुल्लो जो जिणमयं पयासेइ। जिणमयमइक्कमंतो सो काउरिसो न सप्पुरिसो।।१४७।। हिंडइ नो भिक्खाए तित्थयरो तित्थभावसंपत्तो। तहिं जाइ न भिक्खट्ठा सूरी वत्थासणाईणं ।।१४८।। जं समए जावईयं पवयणसारं लहेइ तं सव्वं। अरिहमिव तहावाई सुद्धं निस्संसओ सव्वं ।।१४९।। जह अरिहा ओसरणे परिसाइ मज्झट्ठिओ पढमजामे। वक्खाणइ सो अण्णं सूरी वि तहा न अन्नत्थ।।१५० ।। जह तित्थगरस्साणा अलंघणिज्जा तहा य सूरीणं । न य मंडलिए भुंजइ तित्थयरों तहा य आयरिओ।।१५१।। सव्वेसिं पूणिज्जो तित्थयरो जह तहा य आयरिओ। परिसहवग्गे अभीओ जिणुव्व सूरी वि धम्मकए।।१५२।। चिंतइ न लोगकज्जं विकत्थणं कुणइ नेव संलावं। इक्को चिट्ठइ धम्मझाणे निस्संगयारत्तो।।१५३।। एवं तित्थयरसमं नवहा सूरीण भासियं समए। तस्साणाए वट्टण-मुब्भावणमित्थ धम्मस्स।।१५४।।
(संबोधप्रकरण गुरुस्वरूपअधिकार) * व्याख्या-स सूरिस्तीर्थकरसमः सर्वाचार्यगुणयुक्ततया सुधर्मादिवत् तीर्थकरकल्पो विज्ञेयः, न च वाच्यं चतुस्त्रिंशदतिशयादिगुणविराजमानस्य तीर्थकरस्योपमा सूरेस्तद्विकलस्यानुचिता, यथा तीर्थकरोऽर्थं भाषते एवमाचार्योऽप्यर्थमेव भाषते, तथा यथा तीर्थकर उत्पन्नकेवलज्ञानो भिक्षार्थं न हिण्डते एवमाचार्योऽपि भिक्षार्थं न हिण्डते, इत्याद्यनेकप्रकारैस्तीर्थकरानुकारित्वस्य सर्वयतिभ्योऽतिशायित्वस्य परमोपकारित्वादेश्च ख्यापनार्थं तस्याः न्याय्यतरत्वात्। किञ्च-श्रीमहानिशीथपञ्चमाध्ययनेऽपि भावाचार्यस्य तीर्थकरसाम्यमुक्तम्। यथा-"से भयवं! किं तित्थयरसंति आणं नाइक्कमिज्जा, उदाहु आयरिअसंतिअं? गोअमा! चउव्विहा आयरिया भवंति, तं0 नामायरिआ ठवणायरिया दव्वायरिया भावायरिया, तत्थ णं जे ते भावायरिआ ते तित्थयरसमा चेव दट्ठव्वा, तेसिं संति आणं नाइक्कमेज्ज" त्ति स कः यः सम्यग्-यथास्थितं जिनमतं-जगत्प्रभुदर्शनं नैगमसङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरूद्वैवंभूतरूपनयसप्तकात्मकं प्रकाशयति-भव्यानां दर्शयतीत्यर्थः ।
(गच्छाचार पयत्रा श्लोक-२७, विजयविमलगणि टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org