________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૨૩ મૂર્તિ આ પદને વ્યક્તિગત રીતે શોભાવી શકે. કલિકાળમાં આવી પુણ્ય અને ગુણના પુંજ રૂપ વ્યક્તિઓ ધર્મસત્તાને પણ મળવી ઘણી દુર્લભ હોય છે. અરે ! પાંચમા આરાના પ્રારંભમાં પણ તૃતીય પટ્ટધર પ્રભવસ્વામીને સંઘનાયકની પ્રતિભા ગોતતાં તે કાળના સમર્થ સાધુ અને શ્રાવકો સમગ્રમાં પણ ન મળતાં જૈનેતર શયંભવભટ્ટ બ્રાહ્મણ પ્રતિ નજર દોડાવવી પડી. તે જ સૂચવે છે કે દરેક કાળમાં તે તે કાળને યોગ્ય સર્વમાન્ય, શ્રેષ્ઠ, સક્ષમ પ્રતિભા અતિ દુર્લભ છે.
સભા : એવી વ્યક્તિ ન મળે તો તીર્થની અનુજ્ઞા ન થવાથી ધર્મતીર્થનો અભાવ થાય ?
સાહેબજી : ના, ત્યારે તે તે કાળમાં શ્રીસંઘમાં વિદ્યમાન ગીતાર્થ મૃતધરો કોઈ પણ સંઘ સંચાલનનો મહત્ત્વનો નિર્ણય આવે તો collectively (સંયુક્ત રીતે) નિર્ણય કરે, અને તેમનામાં collectively powers vested (સંયુક્ત રીતે અધિકારો સ્થાપિત) છે. તેવા સમયે એક વ્યક્તિમાં તીર્થ કે સંઘના સર્વાધિકારો vested (સ્થાપિત) નથી, સર્વ ગીતાર્થો collectively શાસ્ત્રાનુસારી નિર્ણય, માર્ગદર્શન અને સંચાલન કરી શકે; પરંતુ જ્યાં સુધી એક પણ સંવિગ્નગીતાર્થ અને તેના નિશ્રાવર્તી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા હયાત હોય, આરાધક તરીકે વિદ્યમાન હોય, ત્યાં સુધી તીર્થનો વિચ્છેદ કે ઉચ્છેદ ન કહી શકાય; કહેનાર ઘોર પાપનો ભાગી, પ્રાયશ્ચિત્તનો ભાગી બને,
સભા ઃ એવી વ્યક્તિ નથી મળતી, તે આપણા પુણ્યનો અભાવ ?
સાહેબજી : હા, આપણા સૌના પુણ્યનો અભાવ, પણ ન મળે એટલે ગમે તેને પકડીને બેસાડી ન દેવાય. શાસ્ત્રમાં આજ્ઞા છે કે સત્તા પાત્રને સોંપે તે યોગ્ય છે, પરંતુ કુપાત્રના ૧. શુદ્ધવ્યવહાર છે ગચ્છકિરિયા થિતિ, દુપ્પસહ જાવ તીરથ કહ્યું છે નીતિ; તેહ સંવિજ્ઞગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કોણ જગ લેખવે. ૧૭
(સિદ્ધાંત-વિચાર રહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાનું શ્રી સીમંધર જિન-સ્તવન ઢાળ-૧૬) १. किमर्थमियान् गुणगणो गुरोर्मुग्यत इत्याहकइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं। आयरिएहिं पवयणं, धारिज्जइ संपयं सयलं ।।१२।। कदापि कस्मिन्नपि काले जिनवरेन्द्राः पथं ज्ञानाद्यात्मकं मार्गं दत्वा भव्येभ्यः, अजरामरं जरामरणरहितं मोक्षं प्राप्ता भवन्ति, ततश्च तत्काले तदनुभावादेव प्रवचनं मर्यादावर्ति वर्तेत। तद्विरहे पुनराचार्यैः प्रवचनं तीर्थं चातुर्वर्णसङ्घरूपमागमरूपं च सांप्रतं युक्तमनुच्छंखलं मर्यादावर्त्यविस्मृतं च सकलं सविज्ञानं संपूर्णं च धार्यते ध्रियते, अविच्युत्या स्मर्यते च, न च गुणविकलैरिदं कर्तुं शक्यम्, अतस्तदन्वेषणा युक्तमिति।।१२।।
(धर्मदासगणि कृता उपदेशमाला मूल, सिद्धर्षिगणि कृता हेयोपादेया टीका श्लोक-१२) * कदाचिदपि कस्मिन्नपि काले जिनवरेन्द्रास्तीर्थकराः प्रवचने मर्यादाविधायिन इत्यर्थः, पथं ज्ञानदर्शनचारित्ररूपं मार्ग 'दाउं इति' भव्येभो दत्वा अजरामरं जरामरणरहितं अर्थान्मोक्ष प्राप्ता भवन्ति। तदा तीर्थकरविरहे आचार्यैः प्रवचनं तीर्थं चतुर्वर्णसंघरूपं द्वादशाङ्गीश्रुतरूपं वा 'धारिज्जइ इति, धार्यते' अव्युच्छित्त्या स्मर्यते, संप्रति तीर्थंकरविरहेण सकलं प्रवचनमाचार्ये तिष्ठति, तीर्थंकराऽभावे आचार्या एव प्रवर्त्तका इत्यर्थः ।।१२।।
(उपदेशमाला रामविजयजी कृत टीका श्लोक-१२)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org