________________
૩૧૩
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ નાભિકુલકરે જેમ ઋષભદેવને રાજા સ્થાપ્યા અને રાજ્યપાલનના બધા જ rights (અધિકારો) સોંપી દીધા, એટલે કે હવે પ્રજામાં ન્યાય ફેલાવવા, અસારવા, રાજ્યનું રક્ષણ આદિ કરવા જે બળ-સત્તા એકત્રિત કરવાં પડે, વાપરવાં પડે તે તમામ હક્કો રાજાને છે. તેમ ગણધરોને પ્રભુએ પ્રગટ ભાવતીર્થ તરીકે સ્થાપ્યા, અને સમગ્ર ધર્મતીર્થના સંચાલન માટે જે સત્તા-અધિકારો જોઈએ તે તમામ હક્કો પ્રભુએ ગણધરોને ત્યાં ને ત્યાં સોંપ્યા. લોકોત્તર ન્યાય પ્રવર્તાવવા કરાતું ધર્મસત્તાનું સંચાલન પણ ઘણું વિશાળ હોય છે. તેમાં પણ જે અવસરે જે જે કાર્ય જરૂરી હોય તે તમામ કરવાની ઉત્સર્ગ કે અપવાદરૂપે પ્રભુએ આજ્ઞા આપી.
આ વિધિથી સૌ પ્રથમ ગણધરો સ્વયં તારક ભાવતીર્થ તરીકે પ્રભુના સ્વહસ્તે સ્થપાય છે. તે દ્વારા ગણધરોના દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન પર પણ પ્રામાણિકતાની મહોરછાપ પૂર્ણજ્ઞાનીના સ્વહસ્તે અપાય છે. વળી જાહેરમાં ભાવતીર્થરૂપે નિયુક્ત થવાથી તેઓ દીક્ષા પછી તાત્કાલિક જ લાખોના અનુશાસક બનવાની સાચી અધિકારિતા ધરાવે છે. હવે તે સાચો માર્ગ દર્શાવી અનેકના તારક બની શકવા સમર્થ છે, તે પ્રભુ દ્વારા જ સ્થાપિત થાય છે. વળી આખુંયે ધર્મસત્તાનું તંત્ર હું તેમને સોંપું છું, તેને યોગ્ય અધિકારો પણ તેમનામાં vest કરું (સ્થાપું) છું, એવી સ્પષ્ટ અભિવ્યક્તિ જાહેરમાં તીર્થકરોથી જ થાય છે, જેથી ગણધરો સમગ્ર શાસનમાં નાયક તરીકે સદા સર્વમાન્ય રહે છે.
અહીં તીર્થકરો જે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયથી તીર્થની અનુજ્ઞા” શબ્દ બોલે છે, તે આપણા પારિભાષિક શબ્દો છે. તેનો અર્થ એવો છે કે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ સમગ્રતાથી સંગૃહિત કરવું હોય તો ‘દ્રવ્ય-ગુણ-પર્યાયથી” એમ કહેવું પડે; કારણ કે જૈન philosophyમાં (તત્ત્વજ્ઞાનમાં) અસ્તિત્વમાત્ર દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે છે. દ્રવ્ય-substance કહેવાથી ગુણધર્મ કે અવસ્થાનો આધાર આવે, ગુણ કહેવાથી વસ્તુમાં કાયમ રહેતા ગુણધર્મો-properties આવે, અને પર્યાય કહેવાથી તે વસ્તુની પ્રતિક્ષણ થતી અવસ્થાઓ-manifestation આવે. ટૂંકમાં, અપેક્ષિત વસ્તુ સમગ્રતાથી આવી જાય, part-partially (થોડોક ભાગ કે અધૂરી) નહીં. વસ્તુ અંશાત્મક નહીં, પણ પરિપૂર્ણ આવે. ભગવાનની આ વિશેષ ભાષા છે. રાજસત્તાના રાજ્યની જેમ ધર્મસત્તાનું તીર્થ નામનું તત્ત્વ છે, તેને હું આખે-આખું સમગ્રતાથી સોંપું છું. પોતાની પાસે કાંઈ પણ રાખ્યા વગર આપું છું, તે સૂચવવા દ્રવ્યથી-ગુણથી-પર્યાયથી તીર્થની અનુજ્ઞા આપું છું તેમ કહે છે. ધર્મતીર્થ દ્રવ્યાત્મકગુણાત્મક-પર્યાયાત્મક છે. આ ત્રણમાં સંપૂર્ણ આવી જાય.
સભા : દ્રવ્ય એટલે બધા આત્માઓ સોંપું છું, એમ ?
સાહેબજી : ના, ધર્મતીર્થમાં જેટલાં જડ કે ચેતન દ્રવ્યો આવતાં હોય તેના અધિકારો, તેમાં રહેલા ગુણ અને પર્યાયના અધિકારો સોંપું છું. રાજ્ય માટે જેમ કહે ને કે “સાર્વભૌમસત્તા', એટલે રાજ્યસંચાલન અંગે જરૂરી કોઈ પણ હક્ક બાકી રહેતો નથી. Complete (સંપૂર્ણ). absolute કહેવું હોય તો જ આ શબ્દ બોલાય છે. તેમ અહીં પણ પ્રભુની ભાષા એ છે કે જેમાં પરિભાષા પ્રમાણે સર્વ અધિકાર આવી જાય છે. આ અધિકાર એકલા ગૌતમસ્વામીને નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org