________________
૩૨૦
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ સંચાલન માટેના આવશ્યક હોય, તેણે તે ધર્મસંચાલનના પેટા હોદ્દાઓના અધિકાર ગણધર પાસેથી મેળવવાના રહે. કોઈ એમ ને એમ આવીને આ ધર્મશાસનમાં માથું મારે તો તે બિનઅધિકૃત-ચઢી બેઠેલો કહેવાય. આ પેટાસંચાલનના અધિકારો ગણધરોએ તે તે લાયકાતના ધોરણ પ્રમાણે અમુકને આચાર્યપદ દ્વારા, તો અમુકને ઉપાધ્યાયપદ દ્વારા, અમુકને સ્થવિર, પ્રવર્તક, ગણિ, ગણાવચ્છેદક, ગીતાર્થવૃષભ, સામાન્ય ગીતાર્થ, પ્રવર્તિની, વિરા, સાધુ, સાધ્વી અને શ્રાવક, શ્રાવિકારૂપે સૌને આપ્યા; અને ગણધરોએ પણ પ્રભુ પાસેથી પોતાને મળેલા સર્વાધિકાર પોતાની હયાતિમાં જ અંતે પોતે નીમેલા સંઘનાયક પટ્ટધરને આપ્યા; એમ ક્રમથી આ શાસનનું તંત્ર ચાલ્યું આવે છે. તેમાં તે તે અધિકારો હાલમાં પણ જેની પાસે પરંપરાથી પ્રાપ્ત છે તેની link (સાંકળ) છેક ગણધરો સુધી છે. અમે દીક્ષા લીધી તોપણ સાધુ તરીકેના અધિકારો ગુરુના હાથે દીક્ષા પ્રદાન દ્વારા પ્રાપ્ત થયા, પ્રવચન માટે પાટ પર બેઠા તો વડીલોની આજ્ઞાથી, આગમ વાંચ્યાં તોપણ વડીલોની આજ્ઞાથી જ, શાસ્ત્ર ભણવા, ભણાવવાના અધિકાર મળ્યા તે પણ વડીલોની આજ્ઞાથી. સત્તા અદ્ધરથી ટપકી પડતી નથી. જે એમ ને એમ ઘૂસી જાય અને ચડી બેસે તે તો અધિકાર વિના બચાવી પાડનારો છે. સાધુને પણ એક-એક અધિકાર ક્રમસર પાત્રતા પ્રમાણે મળે છે. તમને અધિકારોની વહેંચણી ધર્મશાસનમાં કેવી રીતે છે તેનું ભાન જ નથી. તેની પણ એક આગવી system (પદ્ધતિ) છે, તે વિના આખું administration (વહીવટીતંત્ર) યોગ્ય રીતે ન ચાલી શકે. અત્યારે પણ દીક્ષા થાય પછી training (તાલીમ) આપીને વડીદીક્ષા કરતાં પહેલાં ઉદ્દેશ, સમુદેશ બધું બોલાય છે. ઉદ્દેશ એટલે આ જિનાગમરૂપ શાસ્ત્રની તે વ્યક્તિ વાચના લઈ શકે છે, સમુદેશમાં લીધેલ વાચનાનું વારંવાર પરાવર્તન કરીને ભણેલું દઢ કરવાનો અધિકાર મળે, જ્યારે અનુજ્ઞામાં બીજાને ભણાવવાનો પણ અધિકાર મળે. પ્રારંભમાં નમસ્કારમહામંત્રપૂર્વકનું સામાયિકસૂત્ર છે, અને અંત છેક દૃષ્ટિવાદના ચૌદમા પૂર્વ બિંદુસારમાં છે. દરેકના ક્રમિક ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞાના અધિકારો છે. ત્યારબાદ તેની આગળના અધિકારો છે. દીક્ષા લઈએ એટલે સામાયિકસૂત્રથી શરૂઆત થાય. જેમ જેમ તપ-ત્યાગમય ક્રિયા, અનુષ્ઠાન કરે, સાથે ગુરુવિનય આદિ ગુણપૂર્વક સ્વાધ્યાય આદિ કરે, તેમ તેમ આગમના rights (હક્કો) મળે. એમ અત્યારે પણ અધિકારો ઉપરથી નીચે જ transfer થાય છે. આ શાસનમાં વ્યવસ્થા સમુચિત છે, પાળવી જરૂરી છે. એક શાસ્ત્રની અનુજ્ઞા પછી બીજા શાસ્ત્રની, પછી ત્રીજા, ચોથા એમ ક્રમસર છેલ્લે છેદસૂત્રોની અનુજ્ઞા આવે. હાલમાં १. तस्य चोद्देशादयः प्रवर्त्तन्ते इति, उक्तं च-"सुअणाणस्स उद्देसो समुद्देसो अणुना अणुओगो पवत्तइ" तत्रादावेवोद्दिष्टस्य समुद्दिष्टस्य समनुज्ञातस्य च सतः अनुयोगो भवती।
(दशवैकालिकसूत्र, नियुक्ति श्लोक-३, हरिभद्रसूरिजी कृत टीका) * तमुद्देष्टुम्-'योगविधिक्रमेण सम्यग्योगेनाधीष्वेदमिति एवमुपदेष्टुमिति ६,। समुद्देष्टुम्-'योगसामाचार्यैव स्थिरपरिचितं कुर्विदमिति वक्तुमिति।७। अनुज्ञातुम्-'तथैव सम्यगेतद् धारयाऽन्येषां च प्रवेदयेत्येवमभिधातुमिति ८।।
(પ્રતિમાશત, સ્નો-૬૪, ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org