________________
૩૧૨
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ અગિયારે ગણધરોને પ્રતિબોધ કરવા અપાપાપુરીના મહસેનવનમાં પધાર્યા છે; કેમ કે તીર્થ સ્થાપવા આવા જીવોની જ જરૂર છે. તેમને પ્રતિબોધ કરવા જ ત્યાં દેશનાનું મંડાણ છે. તીર્થંકરો પ્રથમ દેશના મુખ્યત્વે ગણધરોને લક્ષ્યમાં રાખીને આપે છે. બીજા અનેક જીવો પણ પામે, પરંતુ પ્રથમ લક્ષ્ય ગણધરો હોય છે. આ પ્રતિબોધ પામેલા અગિયારે ગણધરોને દીક્ષા આપ્યા પછી પ્રભુ તેમની તત્ત્વજિજ્ઞાસા, જ્ઞાનપિપાસાને અનુરૂપ ત્રિપદીના ઉપદેશથી વિશ્વવ્યવસ્થા સમજાવે છે.
ગણધરોને તાત્કાલિક ધર્મસત્તાના નાયક-ઉપરી બનાવવાના છે. તે માટે તેમણે પણ ધર્મતીર્થનું માળખું સમગ્રતાથી સમજવું પડશે. તે સમજવા પાયામાં તત્ત્વનો ઉઘાડ જોઈએ. જેમ નાભિકુલકરે ઋષભદેવને રાજા તરીકે નિયુક્ત કર્યા, પણ 'લોકમાં ન્યાય પ્રવર્તાવવા જરૂરી રાજનીતિના ઋષભદેવ જાણકા૨ ન હોય તો શું થાય ? તેમ આ ગણધરો પણ ધર્મશાસનની નીતિઓના પૂરેપૂરા જાણકાર બને પછી જ સુકાન સોંપાય. પ્રભુને ધર્મસત્તા સ્થાપતાં પહેલાં યોગ્ય નાયક તૈયાર કરવા પડે છે. જોકે તીર્થંકરોનાં શક્તિ અને પુણ્ય એટલાં છે, વળી પાત્ર એવા ગણધરોનાં પણ શક્તિ અને પુણ્ય એટલાં છે કે જોતજોતામાં તૈયાર થઈ જાય; બાકી પ્રભાવક ધર્માચાર્યને પણ આ શાસનમાં એક સમર્થ ઉત્તરાધિકારી પકવવા વર્ષોનાં વર્ષો, દાયકાઓ જાય છે. પ્રભુનું પુણ્ય એવું કે પ્રારંભમાં જ આવા પટ્ટધર સમર્પિત શિષ્યો મળે છે, તેમને પમાડવાની અમોઘ શક્તિ પણ પ્રભુમાં સાહજિક છે, અને પામનારા પણ તેવા પ્રજ્ઞાવંત કે ત્રણ પદમાં આખું વિશ્વનું તત્ત્વજ્ઞાન પામી જાય. આ ત્રિપદીને શાસ્ત્રમાં પ્રવચનમાતૃકા કહી છે, જે સર્વ શ્રુતજ્ઞાનની જન્મદાત્રી છે. આમાંથી જ ચૌદ પૂર્વ, દ્વાદશાંગી આદિ તમામ આગમોનું સર્જન થયું, ત્રિપદીમાંથી જ દ્વાદશાંગીનો સ્રોત જગતમાં વહેતો થયો. આ ત્રણ પદ જ સમગ્ર શ્રુતનો આધાર છે. વર્તમાનમાં પણ બરાબર શાસ્ત્ર ભણ્યો હોય તેને આ ત્રિપદીમાં આખા વિશ્વનું પદાર્થવિજ્ઞાન दधत्क्रमौ ।।१६।। स्फुटे मार्गे दिन इव देवोद्द्योतेन निश्यपि । द्वादशयोजनाऽध्वानां भव्यसत्त्वैरलंकृताम् ।। १७ । । गौतमाद्यैः प्रबोधार्हेर्भूरिशिष्यसमावृतैः । यज्ञाय मिलितैर्जुष्टामपापामगमत्पुरीम् । । १८ ।। । । पञ्चभिः कुलकम् ।।
(ત્રિષષ્ટિગતાાપુરુષચરિત્ર, પર્વ-૧૦, સર્વ-બ)
૧. રૃપસ્ય પરમો ધર્મ:, પ્રખાનાં પરિપાલનમ્ । તુષ્ટનિપ્રદ્દળ નિત્યં, ન નીત્યાતો વિના ઘુમે ।।૪।।
(શુનીતિ, અધ્યાય-૨)
२. एषः विभज्यवादः प्रवचनसारः, एतद्बोधनेनैव प्रवचनस्य फलवत्त्वात् । "एगे आया " [ स्थानांग १ -१] इत्यादेरपि तन्त्रपरिकर्मितमत्या एकत्वानेकत्वादिसप्तभंगीपरिकर्मितबोधस्यैवोत्पत्तेः, एकनयावधारणे मिथ्यादृष्टिवचनाऽविशेषप्रसङ्गात् । न केवलं प्रवचनकार्यमेवायं अपि तु तत्कारणमपीत्याह सर्वं निरवशेषं इत्यर्थकमेव उपदिष्टविभज्यवादार्थकमेव, गणिपिटकं—द्वादशाङ्गीरूपं, अर्थं हि भगवानुपदिशति सूत्रं च ततो गणधरा ग्रथ्नन्ति, स च त्रिपदीरूपः स्याद्वादमूर्तिरिति सिद्धं गणिपिटकस्य स्याद्वादहेतुकत्वं यत एवं ततः एतस्मिन्त्रविज्ञाते - अपरिच्छिन्ने विफलं - असारं चरणं चारित्रं, स्याद्वादरुचिरूपसम्यग्दर्शनशुद्धिशून्यत्वात्।
Jain Education International
For Personal & Private Use Only
(ઉપવેશરદૃશ્ય, શ્લોઝ-૨૦૨, ટીજા)
www.jainelibrary.org