________________
૨૭૮
ધર્મતીર્થ સ્થાપના - ઉદેશ અને વિધિ બાબતમાં માથું મારે તો ગીતાર્થ સાધુ રાજસભામાં જઈ નિર્ભયતાથી રાજાને મોઢામોઢ કહી શકે કે “પ્રસ્તુત બાબત ધર્મસત્તાના ન્યાયક્ષેત્રમાં આવે છે, માટે તેમાં સંઘ નિર્ણય કરશે. તમે નિર્ણય આપવા સક્ષમ નથી”.
રાજસત્તા અને ધર્મસત્તાનું શાસનક્ષેત્ર :
રાજસત્તા અને ધર્મસત્તાને જુદા જુદા રાખવા પાછળ તીર્થકરો આદિનો સ્પષ્ટ આશય એ છે કે, આ જગતમાં ધર્મ નહિ પામેલો મનુષ્ય પણ સજ્જન હશે તો કહેશે કે “સમાજમાં માણસ તરીકે રહેવું હોય તો માણસ સાથેના દુર્વ્યવહાર છોડવા જોઈએ'. ધર્મ ન માનનારને પણ સામાજિક સગુણો કેળવવા જરૂરી લાગે છે. અત્યારે પણ એવા નાસ્તિક છે કે આત્મા, પરલોક ન માને, છતાં જીવનમાં નીતિ પાળે. વળી, કહે કે “લુચ્ચાઈ-ભ્રષ્ટાચાર કરવાથી સમાજનું વાતાવરણ દૂષિત થાય છે. મનુષ્ય, મનુષ્ય સાથે સુખ-શાંતિથી જીવી ન શકે'. આમ, સામાજિક માળખું ટકાવવા નાસ્તિક પણ નીતિ, સત્ય આદિ સદ્ગણોનો સ્વીકાર કરે છે; પણ તેટલામાત્રથી તે ધર્મને માને છે કે ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે કે લોકોત્તર ન્યાય તેને ગમી ગયો છે તેવું નથી.
જ્યારે ધર્મ તો કહેશે કે તમારા કરતાં જે નબળા જીવો છે તે સહુને જીવવાનો અધિકાર છે, તમારા આત્મા જેવો જ ઘટ-ઘટમાં આત્મા વસે છે, કોઈ પણ આત્માને અન્યાય કરવો તે અપરાધ છે. આમ કહી તે અપરાધને ટાળવા ધર્મસત્તા ન્યાયી જીવનવ્યવસ્થા દર્શાવશે. લૌકિક ન્યાય અને લોકોત્તર ન્યાયની વચ્ચે બહુ મોટો તફાવત છે. લૌકિક ન્યાયમાં મર્યાદિત સગુણો જ છે. એક માનવ બીજા માનવ પ્રત્યે મોટો સ્થૂલ અપરાધ ન કરે, લુચ્ચાઈ-શોષણ ન કરે તેની કાળજી રાજ્યતંત્ર રાખે છે. સુરાજ્યમાં પણ પશુને કોઈ લાકડી મારી બહાર કાઢે તો કાયદામાં ગુનો ગણાતો નથી; જ્યારે કોઈ માણસને લાકડી મારો તો તે ગુનો ગણાય, તેની રાજ્યમાં ફરિયાદ પણ નોંધાવી શકાય. કૂતરાને બોલતાં આવડતું નથી, પણ આવડતું હોય તોપણ ફરિયાદ નોંધાવી શકે તેવું કાયદાનું કોઈ પીઠબળ નથી હોતું. વર્તમાનમાં animal rightsની વાત કરે છે, પરંતુ તે પશુ પ્રત્યે અતિ ક્રૂર વર્તન અટકાવીને માનવજાતને સભ્ય રાખવા પૂરતી છે. વળી, પશુઓનો માંસાહાર આદિ દ્વારા આડેધડ વિનાશ પણ અંતે માનવજાતની પર્યાવરણના નાશ દ્વારા બરબાદી નોતરે છે; તે પૂરતું આ રાજ્ય અંકુશ રાખે, તે લૌકિક ન્યાય જ છે, તેમાં લોકોત્તર ન્યાય નથી. ધર્મનો ઉદ્દેશ આખી જીવસૃષ્ટિની સલામતીને લક્ષ્યમાં લઈને હોય છે. તેથી જીવમાત્રનો ન્યાય તોળનાર એકમાત્ર ધર્મ જ છે. વિશ્વમાં ન્યાયનું એકચક્રી સામ્રાજ્ય ફેલાવનાર એકમાત્ર ધર્મસત્તા જ છે. પોતાના અનુયાયીઓ પાસે જીવમાત્ર પ્રત્યે ન્યાયી વર્તન કરાવનાર આ જ છે, તેના આદર્શો શ્રેષ્ઠતમ છે. બીજા ધર્મો પણ સામાજિક કાયદા-કાનૂનમાં ગણાતા અપરાધોથી અન્ય અપરાધોને પાપ સમજાવીને પોતાના અનુયાયી વર્ગમાં થઈ ગયેલા પાપનું પ્રાયશ્ચિત્ત અને પાપ ન કરવારૂપે ત્યાગનો ઉપદેશ આપે જ છે. તેથી થોડા-થોડા પણ લોકોત્તર ન્યાયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org