________________
૩૦૪
ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ પણ બળ કે સત્તા જેમને તેમના ધ્યેયમાંથી અંશમાત્ર ચલાયમાન ન કરી શકે તેવા ઉત્કૃષ્ટ મનોબળવાળા થઈને, જાણે દેહમાં હોવા છતાં દેહાતીત અવસ્થાને અનુભવતા હોય તેમ જીવનમુક્ત થઈ વિચરે. ધ્યાનમાં પણ જુદી જુદી મુદ્રાઓ ધારણ કરીને પ્રતિમાઅવસ્થામાં રહે. દેહની કોઈ જાતની માવજત પણ ન કરે, માત્ર નિર્વાહ પૂરતા ક્યારેક ક્યારેક આહાર-પાણી કરે. આવું ઉચ્ચ કક્ષાનું ચારિત્રજીવન પાળી, આત્મામાં જ્યારે ઉત્કટ વીર્યનો સંચય થાય ત્યારે, સામર્થ્યયોગ દ્વારા ક્ષપકશ્રેણી માંડી મોહનીય આદિ ઘાતિકર્મોનો ક્ષય કરે; પરંતુ આ ક્ષપકશ્રેણીની સાધના કોઈ ને કોઈ શુકનવંત શુભવૃક્ષ નીચે જ એમની થતી હોય છે. તેથી તીર્થકરો કેવલજ્ઞાન નિયમા તેવા કોઈ ઉત્તમ વૃક્ષ નીચે સુંદર નૈસર્ગિક વાતાવરણમાં પામતા હોય છે.
સભા : ચોક્કસ વૃક્ષ માટે કોઈ special (ખાસ) કારણ છે ?
સાહેબજી : ના, શુભ યોગાનુયોગ છે. વૃક્ષોમાં પણ અમુક વૃક્ષોને શુભ કહ્યાં છે, શુકનવંત ગયાં છે. સામાન્ય સાધકે પણ સાધનાનો પ્રારંભ કરતાં એવાં વૃક્ષોના સાંનિધ્યમાં રહીને સાધના કરવી. સાધકે સાધના માટે કેવા-કેવાં નિમિત્તો પસંદ કરવાં, તેમાં ક્ષેત્ર અને વાતાવરણ પણ કેવું લેવું, તેનું વર્ણન આવે છે. અરે ! વ્રત-પચ્ચખાણ, આલોચના વગેરે જેવાં હોય કે દીક્ષા-વડી દીક્ષા આદિ કરવું હોય તોપણ આવાં વૃક્ષોનું સાંનિધ્ય પસંદ કરવાનું કહ્યું છે. શુભક્ષેત્ર,
૧. વરસીદાન દઈ ધીર, લેઈ વ્રત સહાયા; સાલ તલ્ ધ્યાન ધ્યાનેં, ઘાતી ઘન ખપાયા. સાહિબ૦ ૬
(ઉપા. યશોવિજયજી કૃત મહાવીર જિન સ્તવન) ૨. થ દ્રવ્યવિશુદ્ધિમાહदव्वादीसु सुहेसुं देया आलोयणा जतो तेसुं। होति सुहभाववुढ्ढी पाएण सुहा उ सुहहेऊ।।१९।। व्याख्या-द्रव्यादिषु द्रव्यक्षेत्रकालभावेषु। शुभेषु प्रशस्तेषु। देया दातव्या। आलोचना विकटना। कस्मादेवमित्यतआह-यतो यस्मात्। तेषु शुभद्रव्यादिषु। भवति स्यात्। शुभभाववृद्धिः कुशलाशयसमृद्धिः। प्रायेण बाहुल्येन। प्रायोग्रहणं च कस्यापि न स्यादपीति प्रतिपादनार्थं । किं भूतेत्याह-सुखा तु सुखस्वरूपैव। तथा सुखहेतु विसुखकारणं, शुभहेतुर्वा । अथवा प्रायेण शुभा एव पदार्थाः शुभहेतवः स्युरिति कृत्वा शुभभाववृद्धिः स्यात्। इति गाथार्थः ।।१९।। शुभद्रव्यादिव्याख्यानायाहदव्वे खीरदुमादी जिणभवणादी य होइ खेत्तम्मि। पुण्णतिहिपभिति काले सुहोवओगादि भावे उ।।२०।। व्याख्या-द्रव्ये प्रशस्तेऽधिकृते। क्षीरद्रुमादि न्यग्रोधादि। आदिशब्दाच्चंपकाशोकादिपरिग्रहः। आह च-"दव्वेसु वण्णगातिसु खीरदुमातीसु आलोए"। तथा जिनभवनादि चार्हद्गृहप्रभृति च। भवति स्यात्। शुभक्षेत्रमिति प्रकृतं। क्षेत्रे विचारयितव्ये। आह च- "उच्छुवणे सालिवणे चेइहरे चेव होइ खेत्तम्मि। गंभीरसाणुणाए पयाहिणावत्तउदगेय।।१।।" [] तथा पूर्णतिथिप्रभृति पञ्चमी दशमी पञ्चदशी तिथिः पूर्णेत्युच्यते। तदादिकं दिनं शुभमिति प्रकृतम्। प्रभृतिशब्दादशुभतिथिवर्जतिथिग्रहः । शुभाश्चैताः- "पडिकूले वि य दिवसे वज्जेज्जा अट्टमिं च नवमिं च। छट्टिं च चउत्थिं बारसिं च दोण्हं पि पक्खाणं ।।१।।" [ ] इति। "काले त्ति' शुभकाले विचायें। तथा शुभोपयोगादिः प्रशस्ताध्यवसायप्रभृतिः भावः शुभः आदिशब्दानिमित्तशास्त्रगतशुभभावपरिग्रहः । भावे तु भावे पुनरधिकृते। इति गाथार्थः ।।२०।।
(પંચાગ પ્રવર, પંચાગ-૨૫, શ્નો-૧૨-૨૦, મૂત-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org