________________
૩૦૨
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ નગરોમાં સુરાજ્ય હોય, છતાં જંગલની ભીલપલ્લીઓમાં ગુંડાઓનું રાજ હોય, તેમ ઉપમિતિમાં ઉપમા આપતાં કહ્યું કે પ્રભુની ધર્મસત્તા સામે ડરીને કર્મસત્તા જંગલમાં ભાગી ગઈ. કર્મસત્તા તો જંગલમાં બેઠાં-બેઠાં છાપા મારે છે. તમારે બીજા પાસેથી ન્યાય જોઈતો હોય, કે પોતે ન્યાયમાં વર્તવું હોય, તો સદા આ ધર્મસત્તા જ શરણ છે. ઋષભદેવ ભગવાન તીર્થ સ્થાપવા સમવસરણમાં બિરાજમાન થયા ત્યારે આ જ ધ્યેય હતું. જ્ઞાનીઓ ધ્યેયશૂન્ય પ્રવૃત્તિઓ ન કરે, માત્ર આપણે તેમના ઉન્નત ધ્યેય સમજવા જરૂરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org