________________
૩૦૮
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ વ્યક્તિ મળે તો જ અધિકાર સુપ્રત કરી શકાય. 'તીર્થકરોનું જબરદસ્ત પુણ્ય હોય છે, તેથી પ્રથમ સમવસરણમાં બિરાજે ત્યારે જ તેમને આવી ઉત્કૃષ્ટ પાત્ર વ્યક્તિઓ મળી જાય છે; પરંતુ પ્રભુવીરને આ બાબતમાં થોડું પુણ્ય ઓછું, કે તેવા શ્રોતા પ્રથમ દેશનામાં ન મળ્યા. તેથી જ્યાં પાત્ર વ્યક્તિ મળી શકે તેમ છે તેવી અપાપાપુરીમાં ઋજુવાલિકાથી રાતોરાત વિહાર કરી પ્રભુ મહસેનવનમાં પધાર્યા. વીતરાગપ્રભુ રાગના સંકલ્પોથી પ્રવૃત્તિ નથી કરતા, પરંતુ નિર્લેપભાવે તીર્થ પ્રવર્તાવવાના મહાન ધ્યેયથી પ્રવૃત્તિ કરે છે. તેથી યોગ્ય સ્થાન, યોગ્ય કાળ, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય વ્યક્તિ માટે તે જ્યાં ઉપલબ્ધ થાય ત્યાં વિહાર કર્યો. દેવોએ ફરી ત્યાં સમવસરણ માંડ્યું, દેશનાનાં મંડાણ થયાં, ક્રમશઃ ઇન્દ્રભૂતિ આદિ અગિયાર ધુરંધર વિદ્વાન બ્રાહ્મણો આવ્યા છે; પરંતુ તે બધા સીધા વિનય-ભક્તિથી સાંભળવા નથી આવ્યા. પ્રથમ ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ તો પ્રભુને વાદમાં પરાજિત કરવાના ભાવથી હૃદયમાં વિરોધ સાથે આવ્યા છે. ત્યારે તેમને પ્રભુ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ કે ધર્મતત્ત્વ પામવાની જિજ્ઞાસા પણ નથી. એમ માને છે કે અમારી જેમ આ પણ શાસ્ત્રવિશારદ હશે, પણ આવ્યા પછી પહેલાં તો પ્રભુનું રૂપ, બાહ્ય ઐશ્વર્ય જોઈને ઠરી ગયા છે; પરંતુ ભગવાનના પૂર્ણ જ્ઞાનની તેમને ખાતરી નથી. પ્રભુએ ઉપદેશ દ્વારા તેની ખાતરી કરાવવાની છે. બીજા તીર્થકરોને આવો વાદનો પ્રશ્ન ઉપસ્થિત નથી થયો; જ્યારે વીરપ્રભુને તો આ ચોદવિદ્યાના પારગામી ઇન્દ્રભૂતિ આદિ બ્રાહ્મણોને, તમે અપૂર્ણ જ્ઞાની છો, જ્યારે હું પૂર્ણજ્ઞાની-સર્વજ્ઞ છું,' તેવી પ્રતીતિ કરાવવાની છે. તે વિના તેમની પ્રતિબોધ પામી સમર્પિત થવાની કોઈ શક્યતા નથી. તેથી સમવસરણમાં આવેલા તેમને પ્રભુએ સામેથી જ special treatment આપી (ખાસ વ્યવહાર) કર્યો. વિશેષ લાભ માટે તીર્થકરો પણ શ્રોતા પ્રત્યે વિશેષ ધ્યાન આપે. આમાં પક્ષપાતનો ભાવ નથી, ઉપકાર કરવાની બુદ્ધિ છે. તેથી પ્રભુએ ઇન્દ્રભૂતિ આદિ દરેકને સમવસરણમાં જાહેરમાં ઇન્દ્રાદિ દેવતાઓની હાજરીમાં વિશેષ રીતે નામ-ગોત્રપૂર્વક સંબોધન કરીને બોલાવ્યા છે, અને પૂછ્યું છે કે “તમે સુખશાતાપૂર્વક અહીં આવ્યા ? તીર્થકરોનું મહાઔચિત્ય અને ગણધર ભગવંતોને દીક્ષા પ્રદાન :
શાસનસ્થાપના માટે ઉત્તમ પ્રતિભા એટલી અનિવાર્ય છે, કે તે ન મળે તો તીર્થકરો પણ ધર્મશાસન સ્થાપી ન શકે. વીરપ્રભુના જીવનમાં આ પ્રસંગ દાખલો આપી શકાય તેવો છે. એક તો પહેલી દેશના આવી સમર્થ વ્યક્તિની ગેરહાજરીમાં શાસનસ્થાપનાની અપેક્ષાએ નિષ્ફળ ગઈ;
જ્યારે બીજી દેશનામાં પાત્ર જીવો આવ્યા છે, પરંતુ તેમનામાં પ્રથમ નજરે પ્રભુ પ્રત્યે બહુમાન१. तित्थं चाउव्वण्णो संघो सो पढमए समोसरणे । उप्पण्णो अ जिणाणं वीरजिणिंदस्स बीअंमि १६ ।।२६५ ।।
(સાવરનિર્વવિર મૂત)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org