________________
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ
૩૦૯ ભક્તિ-સમર્પણ નથી. તેથી તેમને અભિમુખ કરવા પ્રભુ special treatment આપે છે, ખાસ વ્યવહાર કરે છે. સમવસરણમાં ઇન્દ્ર આવે તોપણ ભગવાન નામથી સંબોધી આવકારતા નથી, કે તેને શાતા પૂછતા નથી. અરે ! ભક્ત રાજા-મહારાજાને પણ આ રીતે ક્યારેય receive કરતા (આવકારતા) નથી. એવા ભાવતીર્થકર વિરપ્રભુએ આ અગિયારને receive કર્યા (આવકાર્યા) છે. તીર્થકરોના શાસનની ધુરાને યોગ્ય ઉત્કૃષ્ટ પાત્ર વ્યક્તિનું કેટલું મહત્ત્વ છે તે સમજાવવા આ વાત છે. ભગવાન જેવા ભગવાન સામેથી સંબોધન કરી બહુમાનથી બોલાવી ખબર-અંતર પૂછે છે. વળી તેના અંતઃકરણમાં વ્યક્તિગત શું ગૂંચ છે, તેનો સામે ચાલીને પ્રશ્ન ઉખેળ્યો. કેટલા attentive થયા ! ધર્માચાર્યને પણ કોઈ વ્યક્તિ શાસનના વિશેષ કાર્ય માટે યોગ્ય લાગે, તો તેને special ધ્યાન આપે. જોકે તમે બાજુમાં હો તો તમને અન્યાય લાગે; કારણ કે તમારામાં કોઈ વિશેષ ક્ષમતા-પાત્રતા ન હોય તો પણ તમને મહત્ત્વ આપવું જોઈએ, તેવી તમારી અપેક્ષા છે. અરે ! ઓછું મહત્ત્વ આપે તો તમને ધર્માચાર્ય કે ધર્મગુરુ પ્રત્યે અભાવ થઈ જાય. ઉત્તમ પાત્રતા દેખાય તો ત્રણ લોકના નાથ તીર્થકરો પણ આવકારે, તો સામાન્ય ધર્મગુરુની તો વાત જ ક્યાં રહે છે ? તેમને તમારામાં શાસન પ્રત્યે વિશેષ ઉપયોગિતા લાગવી જોઈએ. અત્યારે તો તમે શાસનના છો કે કુટુંબ-પરિવારના છો તે જ પહેલાં તપાસવું પડે તેમ છે. લક્ષ્ય આપવા યોગ્ય ગુણવાળી વ્યક્તિને ઉપકારબુદ્ધિએ વિશેષ ધ્યાન આપવામાં કોઈ બાધ નથી. ભગવાને તો જાહેરમાં એવો વ્યવહાર કર્યો છે કે તેવા વ્યવહારથી જ તેઓ અડધા અભિભૂત થઈ જાય. પ્રભુને તેમને જ પહેલાં પ્રતિબોધ કરવો છે; કારણ કે બીજા પ્રતિબોધ પામે તોપણ તીર્થસ્થાપનાનો ઉદ્દેશ ન સરે. તીર્થ સ્થાપવા માટે તો એવી વ્યક્તિ જોઈએ કે જે પ્રતિબોધ પામી અંતર્મુહૂર્તમાં જ ઉત્કૃષ્ટ ભાવતીર્થ બને. આવા જીવો માટે પ્રભુ ખાસ પ્રયત્ન કરે, વિશેષ ધ્યાન આપે, તો તેમાં કાંઈ ખોટું નથી. પ્રભુએ અગિયારે-અગિયારને પ્રતિબોધ કરવા દેશનામાં ખાસ લક્ષ્ય આપી એક-એકની ગૂઢ શંકાનું તર્કો આપી સંતોષકારક સમાધાન કર્યું છે. તેમને શ્રદ્ધેય તેમના જ શાસ્ત્રના સંદર્ભો આપી convince કર્યા છે. એ માટે જરૂરી વાદ પણ ચર્યો છે, જે ગણધરવાદ તરીકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. એક-એકને પ્રભુના પૂર્ણજ્ઞાનની ખાતરી થઈ ત્યારે १. तद्धिं स्वामिनः प्रेक्ष्य रूपं तेजश्च तादृशम्। किमेतदिति साश्चर्य इन्द्रभूतिरवास्थित।।७३।। भो गौतमेन्द्रभूते! किं तव स्वागतमित्यथ। सुधामधुरया वाचा तं बभाषे जगद्गुरुः।।७४ ।। गौतमोऽचिन्तयन्मेऽसौ गोत्रं नाम च वेत्ति किम्? । जगत्प्रसिद्धमथवा को जानाति न मामिह।।७५ ।। संशयं हृदयस्थं मे भाषते च छिनत्ति च। यद्यसौ ज्ञानसंपत्त्या तदाऽऽश्चर्यकरः खलु।।७६।। इत्यन्तः संशयधरं तमूचे परमेश्वरः। अस्ति जीवो न वेत्युच्चैर्विद्यते तव संशयः।।७७ ।।
(ત્રિષષ્ટિશનિવાપુરુષત્વરિત્ર, પર્વ-૨૦, સ-૧) २. इति स्वामिवचः श्रुत्वा मिथ्यात्वेन सहैव सः। उज्झाञ्चकार सन्देहं स्वामिनं प्रणनाम च।।८० ।। ऊचे च त्वत्परीक्षार्थं दुर्बुद्धिरहमागमम्। उत्तुंगवृक्षमुद्युक्तः प्रमातुमिव वामनः ।।८१।। बोधितोऽस्मि त्वया साधु दुष्टोऽप्येषोऽहमद्य तत्। भवाद्विरक्तं प्रव्रज्यादानेनानुगृहाण माम्।।८।।
(ત્રિષષ્ટિશના પુરુષવરિત્ર, પર્વ-૨૦, સ-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org