________________
ધર્મતીર્થ સ્થાપના
ઉદ્દેશ અને વિધિ
૩૦૫
શુનિમિત્તો ભાવનાં પૂરક સાધનો છે. આપણે તે શોધવા જવું પડે, જ્યારે તીર્થંકરોને તેમના પુણ્યથી સ્વાભાવિક જ ગોઠવાઈ જાય. કોઈ વાર આમ્રવૃક્ષ, કોઈ વાર કેતકીવૃક્ષ, ક્યારેક તમાલપત્ર, ક્યારેક શાલવૃક્ષ હોય. જોકે માત્ર વૃક્ષથી કાંઈ કેવલજ્ઞાન થઈ જતું નથી, મુખ્ય તો તીર્થંકરોની ઉત્કટ સાધના હોય છે. દીક્ષા લે તે ક્ષણથી મન-વચન-કાયાની તમામ શક્તિઓ ઉત્કૃષ્ટપણે ધ્યાનયોગમાં પ્રવર્તાવે છે. પ્રમાદનું તો જાણે જીવનમાં નામ-નિશાન જ નથી. આત્માને સમતા દ્વા૨ા તાવ્યા કરે છે. જેમ-જેમ વીર્યનો સંચય થતો જાય, તેમ-તેમ કર્મ સામે સંઘર્ષ તીવ્ર કર્યા કરે. જ્યારે સત્ત્વ તે સ્તરે પહોંચે કે આત્માનું વીર્ય ધોધરૂપે વહેવા લાગે, અને આંતરસૂઝ આપનાર પ્રાતિભજ્ઞાન પ્રગટી જાય ત્યારે, વિશુદ્ધ શુક્લધ્યાનમાં પ્રવેશ કરી, બે પાયા પસાર કરી, સંપૂર્ણ મોહનાશપૂર્વક તીર્થંકરો કેવલજ્ઞાનને પામે છે.
ઋજુવાલિકાને કાંઠે પ્રભુને કેવલજ્ઞાન :
પ્રભુ મહાવીર ઋજુવાલિકા નદીના કાંઠે વિચરતા-વિચરતા પધાર્યા, સાડા બાર વર્ષની પ્રભુની ઉગ્ર તપોમય, ધ્યાનમય સાધના છે. ત્યાં નદીના કાંઠે શામક નામના ખેડૂતના ખેતરમાં શાલવૃક્ષની નીચે સૂર્યની આતાપના લેતા પ્રભુ ગોદોહિકા આસનમાં વિરાજમાન છે. ગોદોહિકા આસન જ એકદમ સાવધાનતા લાવે તેવું છે. ત્રીજા પહોરનો ઢળતો સમય છે. સુંદર મુદ્રામાં ધ્યાનમાં એકાકાર પ્રભુને, સમતાથી પણ આગળ વીતરાગતા તરફ કેમ જવું તેની આંતરસૂઝ પ્રગટી. આ જ પ્રાતિભજ્ઞાન છે, જે ચારજ્ઞાનના ધણી, ચૌદપૂર્વધરને પણ પામવું દુર્લભ છે. પ્રભુને પણ સુંદર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, લોકાવધિજ્ઞાન, પરમાવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન આદિ હતાં જ; છતાં આ પ્રાતિભજ્ઞાન વિના વીતરાગતાની અંતિમ કેડી મળતી ન હતી, જેનો ઉઘાડ કરાવનાર આ પ્રાતિભજ્ઞાન છે. 'તેનો કેવલજ્ઞાનના અરુણોદયરૂપે અનુભવજ્ઞાનના નામથી શાસ્ત્રમાં ખૂબ મહિમા ગાયો છે. આ જ્ઞાનમાં એવી તાકાત છે કે આત્માને મોહના સૂક્ષ્મ ભાવોને-અવ્યક્ત કષાયોને મૂળમાંથી ઉચ્છેદ કરવા પુરુષાર્થ કઈ દિશામાં કરવો, તે સુઝાડે છે. આ ઉઘાડ થાય એટલે કેવલજ્ઞાનની સીડીના દરવાજા ખૂલી જાય. પછી તે આત્મા સામર્થ્યથી સડસડાટ ચડી જાય. વીતરાગતા આવ્યા પછી કેવલજ્ઞાનને બહુ અંતર નથી. વીતરાગ થયા એટલે નવાં ઘાતિકર્મોનો બંધ આપમેળે અટકી જાય અને જૂનાં કર્મોનો અંતર્મુહૂર્તમાં ભૂક્કો બોલી જાય. સર્વ ઘાતિકર્મોનો ક્ષય થતાં પ્રભુને કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રગટ્યું; તેથી પ્રભુ તીર્થંક૨૫દયોગ્ય ચોત્રીશ અતિશયોની શ્રેષ્ઠ લક્ષ્મીથી પૂજાવા યોગ્ય અર્હન્ બન્યા. તે પહેલાં પણ ઇન્દ્રો પ્રભુને પૂજતા હતા; પરંતુ આવી ઉત્કૃષ્ટ પૂજા નહોતી. તે પૂજા જન્મથી તીર્થંકરોના ભક્ત એવા પણ ઇન્દ્રો
૧. સભ્યેવ વિનરાત્રિયાં, બેવતશ્રુતયો: પૃથા બુધેરનુમવો વૃષ્ટ:, વાńડરુગોવઃ ।। ।। વ્યાપાર: સર્વશાસ્ત્રાળાં, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः । । २ । । अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तितेनाऽपि न गम्यं यद् बुधा जगुः । । ३ । ।
Jain Education International
For Personal & Private Use Only
(જ્ઞાનસાર, અષ્ટ-૨૮ મૂર્ત)
www.jainelibrary.org