________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ
૩૦૧ ઉપદેશમાં, અનુશાસનમાં મોટી ત્રુટિઓ પણ છે, જેનાથી અનુયાયીને નુકસાન પણ થાય છે;
જ્યારે તીર્થકરોને ધર્મતીર્થમાં વિશેષતા એ છે કે ત્રુટિ શોધી ન મળે. સ્યાદ્વાદ ભણેલો સાધુ કદી પણ કોઈ ધર્મનું એકાંતે ખંડન કે મંડન કરે નહીં, ખંડન-મંડનમાં પણ અનેકાંત છે. જૈનધર્મમાં અન્ય ધર્મોની અમુક વાતો સાથે વિરોધ પણ છે અને અમુક વાતો સાથે સમન્વય પણ છે.
સભા : જૈનશાસનમાં એકાંતે સારું છે ?
સાહેબજી : ચોક્કસ. અહીં ત્રુટિ બતાડો તો વિચારવા તૈયાર છું, પણ ન બતાવો ત્યાં સુધી તો તેનું સમર્થન જ કરવાના, નહીંતર અમારી પ્રામાણિકતા ન ટકે. શાસ્ત્ર ભણેલા સાધુનું માનસ કેવું હોય તેની ઓળખ આપવા કહું છું કે કોઈ પણ ધર્મ પ્રત્યે દ્વેષ થઈ જાય તો તે સાચો શાસ્ત્ર ભણેલો નથી.
સભા : અન્ય મતમાં સારું પણ મિથ્યાત્વની છાયાયુક્ત જ છે ને ?
સાહેબજી : અરે ! શાસ્ત્રમાં મિથ્યાત્વની પણ એકાંતે નિંદા નથી, અમુક મિથ્યાત્વનાં વખાણ પણ કર્યા છે. ત્યાં સુધી લખ્યું કે અનાભિગ્રહિક મિથ્યાત્વ કલ્યાણનું સાધન છે. અમુક પ્રકારના મિથ્યાત્વની ભારે નિંદા પણ કરી છે.
સભા : અનાભિગ્રહિક મિથ્યાત્વ નિયમ હિતકારી છે ?
સાહેબજી : આદિધાર્મિક આદિ પ્રથમ ગુણસ્થાનકની ચાર યોગદષ્ટિ સુધીની ભૂમિકામાં અનાભિગ્રહિક મિથ્યાત્વ હિતકારી કહ્યું છે, પરંતુ સમકિત પામતાં પહેલાં તેને પણ છોડવાનું છે. જેમ અત્યારે ગુણનો રાગ હિતકારી છે, પણ ઉપરની ભૂમિકામાં ગયા પછી તે પણ છોડવાનો છે.
તીર્થકરોએ સ્થાપેલ ધર્મસત્તાની તાકાત પ્રચંડ છે. તે સામે દુનિયાની કોઈ પણ મહાસત્તા ટકી શકે તેમ નથી. તેનાં પ્રભાવ-સામર્થ્ય ઉત્કૃષ્ટ છે. કર્મસત્તા પણ તેની સામે બાથ ભીડવાના બદલે અનુકૂળ વર્તન કરે અને સંઘર્ષનો અવસર આવે તો ઊભી પૂંછડીએ ભાગી જાય. જેમ
૧. “અનાભિગ્રહિક મિથ્યાત્વ આભિગ્રહિક સરિખું આકરું' એહવું લિખ્યું છછે, તે પણિ ન ઘટછે, જે માટઇં યોગબિન્દુ પ્રમુખ ગ્રંથઇ અનાભિગ્રહિક આદિધર્મભૂમિકારૂપ દીસઇ છછાપા
(૧૦૮ બોલ સંગ્રહ) * यत एवं मिथ्यात्वमन्दताकृतं माध्यस्थ्यं नाऽसत्प्रवृत्त्याधायकमत एव तदुपष्टम्भकमनाभिग्रहिकमिथ्यात्वमपि शोभनमित्याहइत्तो अणभिग्गहियं भणिअं हियकारि पुव्वसेवाए। अण्णायविसेसाणं पढमिल्लयधन्ममहिगिच्च ।।१२।। इत्तोत्ति। इतः पूर्वोक्तकारणात् अज्ञातविशेषाणां देवगुर्वादिविशेषपरिज्ञानाभाववतां प्राथमिकं धर्ममधिकृत्य प्रथमारब्धस्थूलधर्ममाश्रित्य पूर्वसेवायां योगप्रासादप्रथमभूमिकोचिताचाररूपायां अनाभिग्रहिकं सर्वदेवगुर्वादिश्रद्धानलक्षणं मिथ्यात्वं हितकारि भणितं, अनुषङ्गतःसद्विषयभक्तिहेतुत्वादविशेषश्रद्धानस्यापि दशाभेदेन गुणत्वात्।
(થર્મપરીક્ષા, સ્નો-૧૨ ખૂન-ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org