________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૨૯૯ વફાદાર અનુયાયી (પ્રજાજન) તરીકે શરણું સ્વીકારે, તેનું તે રક્ષણ કરે; અને તે પણ એમ ને એમ સીધો ન ચાલે તો અંકુશમાં લેવા દંડ દ્વારા ન્યાય પણ પ્રસ્થાપિત કરે.
તમને કર્મસત્તા, ધર્મસત્તા અને રાજ્યસત્તાની range (મર્યાદા) સમજાવી જોઈએ. ધર્મમાં પણ ડગલે ને પગલે ધર્મશાસન, જિનાજ્ઞા એ શબ્દો વપરાય છે; જેમ રાજ્યમાં રાજ્યશાસન, રાજાજ્ઞા એવા શબ્દો વપરાતા જ હોય છે. રાજ્યની આજ્ઞા પ્રજામાં પ્રવર્તી રહી છે અને સહુને રાજ્યમાં વિશ્વાસ છે તેનું પ્રતીક કે ચિહ્ન તે તે રાજ્યની રાજમુદ્રા (currency-ચલણી નાણું) છે; જેમ વર્તમાન રાજ્યમાં ૧૦૦ રૂપિયાની નોટ પર ગવર્મેન્ટના સહી-સિક્કા હોય છે. તે નોટની paper value માંડ રૂપિયો-બે રૂપિયા હોય, પરંતુ તમે દેશમાં ગમે ત્યાં જાઓ, તો તે નોટથી તમને ૧૦૦ રૂપિયાની કિંમતની વસ્તુ મળે. અરે ! પરદેશમાં તે નોટ લઈ જાઓ તોપણ exchange rate પ્રમાણે તે દેશનું નાણું બદલામાં મળે, અને તેટલી કિંમતનો માલ પણ ત્યાં મળે; કારણ કે રાજઆજ્ઞા છે કે અમારા સહી-સિક્કાવાળું ચલણ હોય તો તમારે મૂલ્ય ચૂકવવું. આ દ્રવ્યશાસન છે, તેને દ્રવ્યઆજ્ઞાતંત્ર પણ શાસ્ત્રમાં કહ્યું છે. તેમ તીર્થંકરનું ધર્મશાસન ભાવશાસન છે, તેની આજ્ઞા સાથે લઈને જીવ ગમે ત્યાં જાય તો તેને કર્મસત્તા પણ exchange (બદલો) ચૂકવી આપે. તીર્થકરોની આજ્ઞામાં સતત રહેનાર જીવ ગમે ત્યાં હોય, ધર્મસત્તા તેનું સદા રક્ષણ કરે જ છે. તેથી જ શ્રુતકેવલી ચૌદપૂર્વધર શ્રી શય્યભવસૂરિજી મહારાજાએ દશવૈકાલિક સૂત્રના પ્રથમ શ્લોકમાં કહ્યું કે હેવાવિ તં નમંતિ ન ઘને સયા મો. જેનું મન સદા ધર્મમાં છે તેવા આત્માને આ સૃષ્ટિમાં દેવતાઓ પણ નમસ્કાર કરે છે, ભક્તિથી અનુકૂળ વર્તન કરે છે, તો બીજાની ક્યાં વાત ?
સભા : નરક અને તિર્યંચ ગતિમાં રહેલા જીવો પણ ભગવાનનું શરણ સ્વીકારે તોપણ ત્યાં તેમને દુઃખ તો આવ્યા જ કરે છે ને ?
સાહેબજી : તમારી દૃષ્ટિ ખોટી છે. જે સમ્યગ્દષ્ટિ આત્માઓ નરકમાં છે, તેમને શરીરથી ૧. નૃસિંચિહ્નિત નેણં, નૃસ્તિત્ર કૃપો નૃપ: સારા સમુદ્ર ત્રિવિત રાજ્ઞા, નૈણં તથ્વોત્તમોત્તમમ્ ! ... ભાર૬૪TI
(શુક્રનીતિ, અધ્યાય-૨) ૨. સપ્રતિ શાસનમજ્ઞાં વાદकडकरणं दव्वे सासणं तु दव्वे व दव्वओ आणा। दव्वनिमित्तं वुभयं, दुन्नि वि भावे इमं चेव ।।१८४।। नोआगमतो द्रव्यशासनं व्यतिरिक्तं 'कृतकरणं' मुद्रा इत्यर्थः। आज्ञाऽपि द्रव्यतो नोआगमतो व्यतिरिक्ता सैव मुद्रा। अथवा 'द्रव्यनिमित्तं' द्रव्योत्पादननिमित्तं यत् 'उभयं' शासनमाज्ञा तद् द्रव्यशासनं सा द्रव्याज्ञा। 'द्वे अपि च' शासना-ऽऽज्ञे भावत इदमेवाध्ययनम्। किमुक्तं भवति?- नोआगमतो भावशासनं भावाज्ञा च इदमेव कल्पाख्यमध्ययनम्। तथाहि- य एतस्याज्ञां न करोति सोऽनेकानि मरणादीनि प्राप्नोति।।१८४।।
(बृहत्कल्पसूत्र भाष्यगाथा-१८४ टीका) 3. वेद्यसंवेद्यपदतः, संवेगातिशयादिति। चरमैव भवत्येषा, पुनर्दुर्गत्ययोगतः । ७१ ।। वेद्यसंवेद्यपदतो-वक्ष्यमाणलक्षणात्, संवेगातिशयादित्यतिशयसंवेगेन चरमैव भवत्येषा-पापवृत्तिः । कुत इत्याह पुनर्तुगत्ययोगतः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org