________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૨૯૭ અમારા કરતાં પણ સારી રીતે લોકહૃદયમાં ન્યાય ઉતારવાની પ્રચંડ શક્તિ ધર્મગુરુઓ ધરાવે છે. અબજો રૂપિયા ખર્ચીને રાજ્યના તંત્ર દ્વારા અમે જે ન્યાયનો વિસ્તાર નથી કરી શકતા, તે ન્યાય ધર્મગુરુઓ વગર પૈસાએ વિસ્તારતા જાય છે. તેથી રાજ્ય તેમનું અહેસાન માને, અવસરે બહુમાનભક્તિ કરે, પણ ધર્મગુરુ કે ધર્મસત્તા પાસેથી tax તો ન જ લે.” ચાણક્ય પણ તેના અર્થશાસ્ત્રમાં આ વાત સ્પષ્ટ લખી છે. અત્યારે તમારી સરકાર ધર્મ પાસેથી પણ tax લે છે, જે તેનું ધર્મસત્તા પર અતિક્રમણ છે; અને શ્રાવકો તો ગૃહસ્થ કહેવાય, તમારા કુટુંબ-પરિવાર-પેઢી-વ્યવસાયો છે, જે બધા માટે તમે રાજ્ય પાસે protection (રક્ષણ) માંગો છો. તેથી રાજ્ય તમારી પાસેથી tax લે છે; છતાં આદર્શ એવો છે કે અતિશય ગુણિયલ પ્રજાજનો, જે વગર કાયદાતંત્રે આપમેળે મર્યાદામાં રહે તેવા હોય, તેમની પાસેથી રાજ્ય tax પણ ન લેવો જોઈએ. તેથી આ રાજકુમારે નિર્ણય કર્યો કે આ બધા વ્રતધારી શ્રાવકો જે કદી પણ અપરાધ કરતા નથી તેમનો જીવનમાં સ્વૈચ્છિક પાપત્યાગ જ છે. તેવા ઊંચા સાધર્મિકોને હું કરમાંથી મુક્તિ આપું. આ બધા તો મારા વડીલ જેવા છે. આર્યપરંપરામાં રાજા સંતોને ગુરુતુલ્ય માને અને ગુણિયલ પ્રજાને વડીલતુલ્ય માને. વડીલ પાસેથી કંઈ લેવાય નહીં.' તમે કદાચ દીકરા પાસેથી અપેક્ષા રાખો તો ચાલે, પણ મા-બાપ પાસેથી તો અપેક્ષા ન રખાય. શાસ્ત્રમાં કહ્યું છે કે મા-બાપની ભક્તિ જ કરવાની હોય, તેમની પાસેથી કોઈ ભૌતિક demand (માંગણી) ન હોય. માતા-પિતા પાસેથી વારસામાં ધન મળે તો તેનો પણ પોતે ઉપભોગ કરે નહીં, કરે તો પાપ લાગે. મા-બાપે તમને આટલા મોટા કર્યા અને ભણાવ્યા-ગણાવ્યા તે જ તેમનો મોટામાં મોટો ઉપકાર છે. પણ તમે અપેક્ષા વિના રહી શકતા નથી.
સભા : મા-બાપની યાદી તરીકે વાપરીએ તો ?
સાહેબજીઃ મા-બાપના મૃત્યુ પછી વારસામાં મળેલું ભોગવો તો તેમના મૃત્યુની અનુમોદનાનું પાપ લાગે. નૈઃ સુપૂનિતાર્ રિંરવા રીતે વાળા રાના, ચીર્તિ વાપિ વિતિ ..... Tદ્દા
(શુક્રનીતિ, અધ્યાય-૨) * સર્વેષ પૂણાં : ૬૭TI.... ર વારિક ઘર્ષ નિવારકા
(વાચસૂત્રાMિ) १ वैवाहिकमन्वायनमौपायनिकं यज्ञकृत्यप्रसवनैमित्तिकं देवेज्याचौलोपनयनगोदानव्रतदक्षिणादिषु क्रियाविशेषेषु भाण्डमुच्छुल्कं गच्छेत् ।
(कौटिलीय अर्थशास्त्र, अधिकरण-२, अध्याय-२१) * दण्डभूभागशुल्कानामाधिक्यात् कोशवर्धनम् । अनापदि न कुर्वीत, तीर्थदेवकरग्रहात्।।९।।
(શુક્રનીતિ, અધ્યાય-૪-શનિરૂપ) २. "तदासनाद्यभोगश्च"-गुरुवर्गस्यासनशयनभोजनपात्रादीनामभोगोऽपरिभोगः "तीर्थे"-देवतायतनादौ "तद्वित्तयोजनम्"अलङ्कारादि-गुरुवर्गद्रव्यनियोजनम् अन्यथा तत्स्वयंग्रहे गुरुवर्गमरणाद्यनुमतिप्रसङ्गः स्यात्।
(વિવું, નવ-૨૨૫ ટકા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org