________________
૨૯૨
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ઈશ્વરના પ્રેરણા, ઉપદેશ, અનુગ્રહ કે સંચાલન રહ્યાં. તે તો ધર્મસત્તા સ્થાપવા દ્વારા પરમેશ્વરનો આ વિશ્વમાં role (ભૂમિકા) છે જ, જેમાં આપણને કોઈ વાંધો નથી; પરંતુ પાપમય-દુઃખમય સૃષ્ટિના સર્જક સંચાલક ઈશ્વર કઈ રીતે કહેવાય ? તેનો તેઓ ખુલાસાપૂર્વક વિચાર કરતા જ નથી. જૈનદર્શને આ સૃષ્ટિમાં જે કાંઈ પણ સારું બને છે, તેમાં ઈશ્વરકૃપા, પરમેશ્વરનો ઉપકાર કે ધર્મસત્તાનું સંચાલન માન્યું જ છે. પરમેશ્વર તો આ દુનિયાનું એકાંતે ભલું કરનાર પવિત્ર વ્યક્તિ જ હોય. ઈશ્વરની પરમ પવિત્રતાને અખંડિત સ્થાપિત કરનાર જૈનદર્શન જ છે.
સભા ઃ તે ધર્મો પણ કર્મવાદમાં તો માને જ છે ને ?
સાહેબજી : હા, પણ સૃષ્ટિના કર્તા-હર્તા તો ઈશ્વરને જ કહે છે. 'ઈશ્વર જીવોના કર્મ અનુસાર ફળ આપે, તેમ કહે તોપણ, પ્રશ્ન એ છે કે ઈશ્વર પર કર્મનું વર્ચસ્વ છે ? કે કર્મ પર ઈશ્વરનું વર્ચસ્વ છે ? જો કર્મ પર ઈશ્વરનું વર્ચસ્વ હોય, તો કર્મ નબળા જીવો પાસે પાપ જ ન કરાવી શકે તેવી અટકાયત માલિક તરીકે કે તારણહાર તરીકે ઈશ્વરે કરવી જોઈએ; અને જો ઈશ્વર પર કર્મનું વર્ચસ્વ હોય, તો ઈશ્વર સાચા અર્થમાં ઈશ્વર ન રહ્યા. આનો સંતોષકારક કોઈ જવાબ તેમની પાસે નથી, પણ વિચારે તો ને ?
એક મોટા મુસ્લિમ વકીલ મારી પાસે આવેલા. થોડી બીજી વાતો થઈ. પછી મને કહે કે અમારા ઈસ્લામ ધર્મમાં અલ્લાહને સર્વસ્વ માને. મેં કહ્યું કે અમને અલ્લાહ પર દ્વેષ નથી. કોઈ વ્યક્તિ ઈશ્વર પર શ્રદ્ધા કરે તો અમે તેને ખરાબ નથી કહેતા; કેમ કે નાસ્તિક કરતાં ઈશ્વર પરની આસ્થાવાળો આસ્તિક ઊંચો છે; પરંતુ તમે બધા કામમાં અલ્લાહની મરજી માનો તો જે કાંઈ આ દુનિયામાં ખરાબ, ખોટું, અનિષ્ટ, પાપમય છે, કે અત્યાચાર, શોષણ, દુઃખ આદિ થાય છે, તેમાં તમારે ભગવાનને blame કરવા પડે, દોષ દેવો પડે. અમને ત્યાં વાંધો છે. તમારા જીવનમાં તમે ખોટાં કામ કર્યા તેની તમને સજા મળી, તો તેમાં અલ્લાહ કેવી રીતે જવાબદાર ? પરમેશ્વરને આખી દુનિયાને રંજાડવામાં શું રસ હોય ? જો તેવો રસ હોય તો તે ઈશ્વર કહેવાય કે દુષ્ટ કહેવાય ? પ. પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વીતરાગસ્તોત્રના સાતમાં પ્રકાશમાં કહ્યું છે કે
दुःखदौर्गत्यदुर्योनिजन्मादिक्लेशविह्वलम्। जनं तु सृजतस्तस्य कृपालो: का कृपालुता ।।४।।
તમે જેને ભગવાન કહો છો તે ઈશ્વર કરુણાયુક્ત હોય, પવિત્ર અંત:કરણવાળો હોય. તો તેણે આ સૃષ્ટિનું આવું વિકરાળ દુઃખમય સર્જન કેમ કર્યું, જ્યાં દુષ્ટોનો અને દુઃખોનો પાર નથી ? જો કહે કે સર્જન કરતાં control તેમના હાથમાં નહોતો, તો ઈશ્વર પરતંત્ર થઈ ગયા; અને કહે કે ઈશ્વરના controlમાં સર્જન હતું, તો આવું વિકૃત સર્જન કેમ કર્યું ? આ સંસારમાં
१. कर्मापेक्षः सचेत्तर्हि, न स्वतन्त्रोऽस्मदादिवत्। कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिना।।५।।
(વીતરા/સ્તોત્ર, પ્રવાશ-૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org