________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૨૯૩
દુ:ખી જીવોનો પણ કોઈ પાર નથી અને પાપપ્રવૃત્તિઓનો પણ કોઈ સુમાર નથી. જ્યાં જુઓ ત્યાં તમને અન્યાય, શોષણ, અત્યાચાર, દમન, પીડા, ત્રાસ જોવા મળશે. અરે ! કહેવાતા સુખીઓના જીવનમાં પણ દુ:ખોના તો ઢગલા હોય છે.
સભા : ઈશ્વર તો દુષ્ટોનો સંહાર કરવા અવતરે છે.
સાહેબજી : પરંતુ દુષ્ટોને પહેલાં પેદા કોણે કર્યા ? જૈનાચાર્યોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ વાત કોઈ રીતે ગળે ઊતરે તેમ નથી. પરમાત્મા પૂર્ણ શુદ્ધ પવિત્ર છે, તે દુષ્ટતા પેદા કરે જ નહીં. પોતાનામાં જો અશુદ્ધતા અંશમાત્ર નથી, તે આખા ગામમાં અશુદ્ધિ ક્યાંથી કરે ? જૈનધર્મે ઈશ્વરનું સાચું પરમેશ્વરપદ સ્વીકાર્યું છે. ભગવાને તો શરણે જના૨ના લોકોત્તર ન્યાય દ્વારા દુ:ખો દૂર કર્યાં, રક્ષણ આપ્યું અને તાર્યા. કુકર્મો કરાવવાનું કામ કર્મસત્તાનું છે. જૈનશાસ્ત્રોમાં કર્મ અને મોહની ભરપૂર નિંદા છે.
સભા : કર્મસત્તા પણ પદાર્થવિજ્ઞાનના નિયમ મુજબ જ ચાલે છે ને ?
સાહેબજી : હા, ઝેર પણ પદાર્થવિજ્ઞાનના નિયમ મુજબ જ અસર કરે છે; એટલે ઝેર, ઝેર નથી મટી જતું, અને અમૃત ઝેર નથી બની જતું. પદાર્થવિજ્ઞાનના નિયમ મુજબ કામ કરનાર પણ કર્મસત્તા આત્મા માટે બંધન અને અવરોધક જ છે.
વિશ્વવ્યવસ્થાના નિયમો નહિ સમજી શકો તો ધર્મસત્તાનું સાચું મૂલ્યાંકન નહિ કરી શકો. તમારા મન પર ધર્મસત્તાની અજોડ રક્ષકતા નિશ્ચિત થવી જોઈએ. આ જગતમાં શરણમાત્ર તે એક જ છે. અરિહંતોનો એમ ને એમ આટલો મહિમા નથી. નમસ્કાર મહામંત્રમાં પણ પ્રથમ સ્થાન અરિહંતોનું છે; કેમ કે આ જગતમાં એવો બીજો કોણ હતો કે જે દુ:ખી નિરાધાર જીવોનો હાથ પકડે ? અન્યાયથી બહાર કાઢી યોગ્ય ન્યાય સ્થાપે, સાચાં સુખ-શાંતિ સ્થાપિત કરે, તેવું આ જગતમાં બીજું કોઈ તત્ત્વ છે જ નહીં. તમે સમજશો તેમ તેમ ધર્મસત્તાની મહાનતા દેખાશે, તો ‘નમો તિત્થસ’ બોલતાં ભાવિવભોર થશો. તીર્થંકરો જેવા તીર્થંકરો ‘નમો તિસ્થસ' બોલીને બતાવે છે કે આ જગતમાં આ એક જ રક્ષક સત્તા છે, જેના શરણે હું ગયો તો અહીં સુધીનું પદ પામ્યો છું. જેને દુઃખથી મુક્ત થવું હોય તેણે આ સત્તાના શરણે જવું જ પડશે.
સભા : અત્યારે ધર્મસત્તા રક્ષણ કેમ નથી કરતી ?
સાહેબજી : શરણે ૨હેલાનું સદા રક્ષણ કરે જ છે, બાકી તો જે જીવ જેટલું ધર્મનું સેવન કરે તેટલી કર્મસત્તા થોડી-થોડી અનુકૂળ બને. અત્યાર સુધીનું તમારું જીવન કે શ્વાસોચ્છ્વાસ અસ્ખલિત ચાલ્યાં તેમાં પણ તમારી હોશિયારી કારણ નથી, પુણ્યાઈનો જ પ્રતાપ છે; જે પુણ્ય ધર્મસત્તાના, ભૂતકાળના આંશિક સેવનથી જ અનુકૂળ બન્યું છે.
મેં પેલા મુસ્લિમ વકીલને કહ્યું કે એવો કોઈ જજ-ન્યાયાધીશ મળે કે જે પહેલાં અસીલને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org