________________
૨૮૦
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ એક નવી ગુંડાગીરી જ છે, તે કાંઈ ન્યાય નથી. આ દુનિયામાં ગુંડાનો ગુંડો મોહ છે. તેની પ્રેરણાથી જ આખી દુનિયા પાપ કરે છે. પાપ પોતે કરાવે પછી સજા પણ પોતે જ ફટકારે, તેવો ક્રમ થાય છે. કોઈ પાસે તેની નબળાઈનો લાભ લઈ ભૂલ કરાવે, અને પછી તેને ખોખરો કરે, તો તેને ન્યાય કહેવાય કે મહાઅન્યાય કહેવાય ? તેથી શાસ્ત્રમાં કર્મસત્તાને ચોરના પેટની કહી છે. તેનું કામ હરામખોરી કરવાનું, જીવોને હડફેટમાં લેવાનું છે. પૂર્ણજ્ઞાની તીર્થકરો જુએ છે કે ગુંડાના હાથમાં દુનિયા છે, નબળા જીવો ફસાયેલા છે. તેથી તેમને તેમાંથી બહાર કાઢવા, રક્ષણ આપવા પ્રભુએ ધર્મસત્તા સ્થાપી.
સભા : ધર્મસત્તા ન હોત તો શું વ્યવસ્થા ન ચાલત ?
સાહેબજી : ના, અવ્યવસ્થા-અંધાધૂંધી જ હોત. આ સંસારમાં અવ્યવસ્થા તરીકે જ કર્મ નબળા, અબૂઝ જીવો પાસે કુબુદ્ધિ આપી અપરાધ કરાવે છે. અશુભ કર્મની પ્રેરણાથી જ જીવો કુકર્મ કરે છે, પાપ બાંધે છે. નબળી અવસ્થામાં જીવને પાપ કરાવનાર કર્મ જ છે. સૃષ્ટિમાં સાચો ન્યાય તોળનારને તમે જાણતા જ નથી. ત્રણે કાળમાં ત્રણે લોકમાં જીવમાત્રને ન્યાય બક્યો હોય, ન્યાયનું વર્તન કરાવ્યું હોય, ન્યાયમાર્ગનું પ્રવર્તન કરાવ્યું હોય તો તે ધર્મે જ કરાવ્યું છે. તેથી ધર્મની તોલે કોઈ ન આવે. આ કારણે જ ધર્મ, સંસ્કૃતિ કરતાં અનેકગણો મહાન છે. ધર્મના આદર્શો, concept જ જુદા છે, તેવા આદર્શો બીજે ક્યાંય નહીં મળે. હા, તમે કહો કે કર્મ પાપીને સજા કરે છે, તો તે મંજૂર છે, પણ તેટલામાત્રથી તેને ન્યાય તોળનાર ન કહેવાય.
સભાઃ કર્મ અપરાધીને જ સજા કરે છે, તેથી જ સિદ્ધ ભગવંતોને કર્મ હેરાન કરતું નથી.
સાહેબજી : કર્મસત્તાની ત્રેવડ જ નથી કે સિદ્ધ ભગવંતોને આંગળી પણ અડાડી શકે, ખૂંખાર ગુંડાઓ પણ સુરાજ્યથી સદા ડરે. ગુંડાઓનું સામ્રાજ્ય પલ્લીઓમાં હોય છે, જ્યારે નગરમાં તો સારા પ્રતાપી રાજવીઓનું સામ્રાજ્ય હોય છે. તેમ ધર્મસત્તાથી તો કર્મસત્તા સ્વયં જ ડરે છે, ફફડે છે. અરે ! જે ધર્મના શરણે જાય તેને પણ કર્મસત્તા ફૂલની જેમ સાચવે.
સભા : તો પછી ધર્મસત્તા કર્મસત્તાને અન્યાય કરતાં રોકતી કેમ નથી ?
સાહેબજી : ગમે તેવો સારો રાજા સુરાજ્યરૂપે પણ તેના પ્રજાજનનું રક્ષણ કરે કે બીજાનું १. तथाऽपि सदागमस्याभिप्रेता एत इति मत्वा नाधमपात्रभावं नारकतिर्यक्कुमानुषकदमररूपं तेषां विधत्ते। किं तर्हि? केषाञ्चिदनुत्तरसुररूपं दर्शयति, केषाञ्चिद् प्रैवेयकामराकारं प्रकटयति, केषाञ्चिदुपरितनकल्पोपपन्न देवरूपतां जनयति, केषाञ्चिदधस्तनकल्पोपपन्नमहद्धिलेखकरणिं कारयति, केषाञ्चिद् भुवि सुरूपतां लक्षयति, केषाञ्चिच्चक्रवर्तिमहामण्डलिकादिप्रधानपुरुषभावं भावयति, सर्वथा प्रधानपात्ररूपतां विहाय न कदाचिद्रूपान्तरेण तानतयति।
(૩પમિતિ પ્રસ્તાવ-૨) २. केवलं प्रकृतिरियमस्य भगवतः सदागमस्य यया वचनविपरीतकारिषु कुपात्रेष्ववधीरणां विधत्ते, ततस्तेनावधीरिताः सन्तो नाथरहिता इति मत्वा गाढतरं कर्मपरिणामराजेन कदर्थ्यन्ते। ये तु पात्रभूततयाऽस्य निर्देशकारिणो भवन्ति तानेव स्वां प्रकृतिमनुवर्त्तमानः कर्मपरिणामकदर्थनायाः सर्वथाऽयं मोचयतीति।
(૩૫મિતિ પ્રસ્તાવ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org