________________
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ
૨૮૭ આત્મા પર રહેલું કર્મ, તેમાં વિવર એટલે કાણું. કર્મમાં કાણું પાડવું અર્થાતુ ગુંડો થોડો ઢીલો પડે. કર્મ આત્માના વિકાસમાં એક મહાઅવરોધ છે. આવરણ છે, બંધન છે. તેમાં કાણું પડે એટલે થોડાં પણ કર્મ મૂળથી ગયાં, ઊખડ્યાં, જે તમારા માટે હિતકારી છે. સ્વકર્મવિવર શબ્દથી તો એ દર્શાવે છે કે આત્મામાં પાપની પ્રેરણા કરાવનાર કર્મમાં ક્ષયોપશમરૂપ થોડું પણ કાણું પડે, ત્યારે જીવમાં સસ્પેરણા-હિતકારી બુદ્ધિ-શુભપરિણામ કણિયા જેટલો પણ પેદા થાય. તમે થોડાક પણ કર્મના વર્ચસ્વમાંથી બહાર નીકળો તો જ તમારું ભલું થાય. કર્મસત્તાને સંપૂર્ણ આધીન હો તો ગમે તે કરો, તમારું ભલું ન થાય. ઊલટા ડૂચા નીકળી જાય. ગુંડાના ફંદામાં ફસાયેલો માણસ સારું વર્તન કરે તોપણ ગુંડો તેનો દુરુપયોગ જ કરવાનો. એટલે સલામત થવા કે બચવા સૌ પ્રથમ ગુંડાના વર્ચસ્વમાંથી થોડાક પણ બહાર નીકળવું પડે. તે અર્થમાં સ્વકર્મવિવર હિતકારી કહ્યું છે. તમે ધર્મસત્તા અને કર્મસત્તાની સરખામણી યોગ્ય રીતે કરો તો તમારે માનવું જ પડે કે આ દુનિયામાં દુષ્ટ સત્તા તે કર્મસત્તા જ છે, જેણે બાપડા જીવો પર વિતાડવામાં કાંઈ બાકી રાખ્યું નથી. પાછી તેની કામ કરવાની ખૂબી એવી છે કે જીવને પહેલાં દુર્બુદ્ધિ આપી પાપ કરાવવું, અર્થાત્ કે તેને ગુનેગાર તરીકે ફસાવવો, ત્યારબાદ તેને ગુનાના બદલામાં કાતિલ સજા ફટકારવી. વળી, આ કામ પણ એવા ક્રમથી કર્યા કરવું કે તેની repeated cycle ચાલે, જેથી જીવ બિચારો કદી પણ તેના વિષચક્રમાંથી બહાર ન આવી શકે. જેમ કોઈ એક ભોળા જીવને misguide (ગુમરાહ) કરીને એક વાર મોટી ભૂલ કરાવે, પછી તે સકંજામાં આવી ગયો તેથી છૂટવા પણ તે કહે તેમ કરવું પડે, અને તેના કહેવા પ્રમાણે કરે તો બીજી વાર ભૂલ કરાવે. એમ વારંવાર ભૂલ અને સજા દ્વારા દબાવ્યા જ કરે, તેવું અત્યાચારી આ કર્મસત્તાનું વિષચક્ર છે, જેમાં એક વાર પેઠા પછી બહાર નીકળતાં નવનેજા પાણી આવી જાય; કારણ કે તે રોજ અંદરથી misguide કર્યા કરે, અને બહારથી દબાવે. અરે ! તેના સંપૂર્ણ સકંજામાં રહેલાને તો ધર્મસત્તા પણ રક્ષણ આપી શકતી નથી. જેમ આ જગતમાં ગમે તેટલું શ્રેષ્ઠ સુરાજ્ય હોય, પરંતુ જે માણસ તેનાથી દૂર જંગલમાં ગુંડાના પૂરેપૂરા સકંજામાં ફસાયેલો હોય, તેને સુરાજ્યથી પણ રક્ષણ ન જ મળે. કર્મસત્તાના વિષચક્ર સામે રક્ષણ આપનાર ધર્મસત્તા :
“તમને કર્મનું મૂળ સ્વરૂપ આબેહૂબ સમજાવું જોઈએ. કર્મસત્તાનાં કામો વિચારશો તો न परमार्थतः प्रवेशितो भवति, रागद्वेषमोहाद्याकुलितचित्ता यद्यपि यतिश्रावकादिचिह्नाः क्वचिद्भवन्ति, तथापि ते सर्वज्ञशासनभवनाद् बहिर्भूता द्रष्टव्या इत्युक्तं भवति। ततश्चायं जीवस्तेन स्वकर्मविवरद्वारपालेन तावती भुवं प्राप्तो ग्रन्थिभेदद्वारेण तत्र सर्वज्ञशासनमन्दिरे प्रवेशित इति युक्तमभिधीयते।
(૩૫મિતિ પ્રસ્તાવ-૨). १. य एव सर्वत्रानिवारितशक्तिप्रसरः कर्मपरिणामो महाराजो यथेष्टचेष्टया संसारनाटकमावर्त्तयमानः सततमीश्वरान् दरिद्रयति, सुभगान् दुर्भगयति, सुरूपान् कुरूपयति, पण्डितान्मूर्खयति, शूरान् क्लीबयति, मानिनो दीनयति, तिरश्चो नारकायति,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org